લીટ્ટી ચોખા (litti chokha recipe in Gujarati)

Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
અમદાવાદ

#TT2
#cookpad_guj
#cookpadindia
લિટ્ટી ચોખા એ બિહાર નું ખાસ વ્યંજન છે જે ઝારખંડ અને પૂર્વીય ઉત્તર પ્રદેશ માં પણ પ્રચલિત છે. લિટ્ટી ચોખા ફક્ત ભારત માં જ નહીં પણ વિદેશ માં અમુક દેશ જેવા કે મોરેશિયસ, ફીજી, સુરીનામે, યુ.કે.,કે જ્યાં બિહાર, ઝારખંડ ના લોકો વસે છે તે લોકો દ્વારા ત્યાં પણ લિટ્ટી ચોખા ખવાય છે.
લિટ્ટી ને લોટ માં સતુ નું પૂરણ ભરી, સેકી ને બનાવાય છે અને ચોખા સાથે ખવાય છે . ચોખા એટલે બાફેલા બટેટા અથવા રીંગણ નું બને છે સાથે શેકેલા ટમેટા ની ચટણી અને કોથમીર લસણ ની ચટણી ખવાય છે.
બિહાર , ઝારખંડ અને ઉત્તર પૂર્વીય ઘણા રાજ્યો માં રસોઈ માં સરસો ના તેલ નો ઉપયોગ થાય છે. આપણે કોઈ પણ તેલ નો ઉપયોગ કરી શકીએ છીએ પરંતુ સ્વાદ સરસો તેલ માં સારો આવે છે. સરસો ના તેલ ને ગરમ કર્યા વિના જ નખાય છે પણ કાચો સ્વાદ ના ભાવે તો એકદમ ગરમ કરી, ઠંડુ કરી વાપરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
4 વ્યક્તિ
  1. લિટ્ટી માટે:
  2. 2 કપઘઉં નો લોટ
  3. 2ચમચા ઘી
  4. 1 ચમચીઅજમો
  5. મીઠું સ્વાદાનુસાર
  6. લિટ્ટી ના પૂરણ માટે:
  7. 1 કપસતુ
  8. 1ઝીણી સુધારેલી ડુંગળી
  9. 2ઝીણા સુધારેલા લીલાં મરચાં
  10. 2ચમચો ઝીણી સુધારેલી કોથમીર
  11. 1/2 ચમચીખમણેલું આદુ
  12. 1ચમચો લીંબુ નો રસ
  13. 1 ચમચીખાટા અથાણાં નું તેલ
  14. 2ચમચા સરસો તેલ
  15. મીઠું સ્વાદાનુસાર
  16. ચોખા માટે:
  17. 3બટેટા (બાફી ને મસડેલા)
  18. 1ઝીણી સુધારેલી ડુંગળી
  19. 2ઝીણા સુધારેલા લીલાં મરચાં
  20. 2ચમચો ઝીણી સુધારેલી કોથમીર
  21. 2ચમચા સરસો તેલ
  22. મીઠું સ્વાદાનુસાર
  23. શેકેલા ટમેટાં ની ચટણી માટે:
  24. 4ટમેટા
  25. 2-3લીલાં મરચાં
  26. 1 ચમચીખમણેલું આદુ
  27. 1ઝીણી સુધારેલી ડુંગળી
  28. 1ચમચો ઝીણી સુધારેલી કોથમીર
  29. 2ચમચા સરસો તેલ
  30. મીઠું સ્વાદાનુસાર
  31. કોથમીર લસણ ની ચટણી માટે:
  32. 1.5 કપસુધારેલી કોથમીર
  33. 4-5શેકેલું લસણ ની કળી
  34. 2લીલાં મરચાં
  35. 1સુધારેલી ડુંગળી
  36. 1 ચમચીજીરું
  37. 1 ચમચીલીંબુ નો રસ
  38. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    લિટ્ટી માટે સૌ પ્રથમ ઘઉં ના લોટ માં અજમો, ઘી અને મીઠું નાખી ચોળી લો અને પછી પાણી થી મધ્યમ કડક કણક તૈયાર કરો.

  2. 2

    લિટ્ટી ના પૂરણ માટે, સતુ માં બાકી ના ઘટકો નાખી સારી રીતે ચોળી ને ભેળવી લો અને થોડી વાર ઢાંકી ને રાખી દો.

  3. 3

    કણક ના એક સરખા ભાગ કરી લો. એક ભાગ હથેળી માં લઈને હાથ થી થેપી ને ફેલાવી લો, વચ્ચે તૈયાર કરેલું થોડું પૂરણ મૂકી ફરી થી સરખી રીતે કિનારી વચ્ચે લાવી બંધ કરી લો. આવી રીતે બધી લિટ્ટી તૈયાર કરી લો.

  4. 4

    લિટ્ટી ને તંદુર માં, સીધી આગ પર શેકાય છે પણ આપણે તેને ઓવન, ગેસ પર કરી શકીએ છીએ. ગેસ પર પાપડ સેકવાની જાળી રાખી,ધીમી આંચ પર લિટ્ટી ને સેકવી.(ચિત્ર જુવો)

  5. 5

    ચોખા માટે, મસડેલા બટેટા માં, બાકી ના ઘટકો નાખી સારી રીતે ભેળવી લો.

  6. 6

    ટમેટાં ની ચટણી માટે, ટમેટાં ને આગ પર સીધા સેકી શકાય, પણ મેં ઓવન માં કર્યા છે તે માટે ટમેટાં ને તેલ લગાવી થોડા કાણા કરી લો. પહેલા ગરમ કરેલા ઓવન માં 200℃ પર 25-30મિનિટ સુધી બેક કરી લેવા. સાથે મરચાં ને તેલ લગાવી રાખી દેવા. મેં કોથમીર ની ચટણી માટે નું લસણ પણ સાથે મૂકી દીધું હતું. મરચાં અને લસણ ને 10 મિનિટ પછી કાઢી લેવા જેથી બળી ના જાય.

  7. 7

    બેક થઈ જાય પછી, ઠંડા થાય એટલે ટામેટાં ની છાલ કાઢી, સુધારી લેવા, લીલાં મરચાં ને પણ સુધારી લેવાં. બાકી ના ઘટકો ઉમેરી સારી રીતે ભેળવી લેવું.

  8. 8

    કોથમીર- લસણ ની ચટણી ના બધાં ઘટકો ભેળવી, મિક્સર માં ગ્રાઇન્ડ કરી ચટણી તૈયાર કરી લેવી.

  9. 9

    લિટ્ટી ચોખા ને, ચટણીઓ, અને સલાડ સાથે પીરસો.

  10. 10

    લિટ્ટી ને ટુકડા કરી, ઘી, ચોખા અને ચટણીઓ નાખી ને આનંદ ઉઠાવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
પર
અમદાવાદ
સ્વાસ્થ્યપ્રદ રસોઈ એ મારું પેશન છે. આપણી જુની તથા અત્યાર ની વાનગી ના અમૂક ઘટકો માં ફેરફાર કરી વાનગી ને સ્વાસ્ત્યપ્રદ બનાવું છુ.
વધુ વાંચો

Similar Recipes