રાઇસ (Schezwan fried rice recipe in gujarati)

datta bhatt
datta bhatt @cook_25572577
Valoti

#ઓગસ્ટ

રાઇસ (Schezwan fried rice recipe in gujarati)

#ઓગસ્ટ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 300 ગ્રામબાસમતી ચોખા
  2. 1 નંગકાંદો
  3. ૧ નંગકેપ્સીકમ
  4. ૧ નંગલસણની કરી
  5. ૨ મોટી ચમચીસીઝવાન ફ્રાય રાઈસ મસાલો
  6. મીઠું
  7. પ્રવાહી
  8. તેલ
  9. પાણી
  10. સોયા સોસ
  11. રેડ ચીલી સોસ
  12. ગ્રીન ચીલી સોસ
  13. 1 મોટી ચમચીલીંબુનો રસ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    300 ગ્રામ બાસમતી ચોખા અને 30 મિનિટ સુધી પાણીમાં પલાડી રાખો

  2. 2

    ચોખા પડે ત્યાં સુધીમાં આપણે કાંદા, કેપ્સિકમ અને લસણ ના બારીક ટુકડા કરી લઈશું

  3. 3

    ૩૦ મિનિટ બાદ ચોખા માંથી પાણી બહાર કાઢી લઈશું અને એને થોડા સૂકવવા મૂકી દઈશું.

  4. 4

    પછી ગેસ ચાલુ કરીને ધીમી આંચ ઉપર એક તપેલીમાં
    600 એમ એલ પાણી ગરમ કરવા મૂકી દેશું.

  5. 5

    પાણી ગરમ થાય એટલે એની અંદર એક ચમચી લીંબુનો રસ અને એક ચમચી મીઠું ઉમેરી દઈશું.

  6. 6

    પાણીમાં બબલ્સ આવવા માંડે એટલે એની અંદર બાસમતી ચોખા ઉમેરી દઈશું.

  7. 7

    ૫ થી ૭ મિનિટ બાસમતી ને ઢાંકણ ઢાંકીને થવા દઈશું.

  8. 8

    પછી ઢાંકણ ખોલીને બે ત્રણ જણા બાસમતી કરી ને જરાક દબાવીને ચેક કરી લઈશું. જો બાસમતી ના દાણા તૂટી જશે તો એને બીજી ૨ મિનિટ થવા દઈશું અને જો દબાઈ જશે તો ગેમ્સ બંધ કરી દઈશું.

  9. 9

    ગેસ બંધ કર્યા પછી તપેલી માંથી બાસમતી ચોખાનો પાણી માંથી કડી લેવા અને ચોખાને એક થાળીમાં છૂટા કરીને ઠંડા થવા મૂકી દેવા.

  10. 10

    બાસમતી ચોખા ઠંડા થાય ત્યાં સુધીમાં એક મોટી સાઈઝનુ લોયુ ગરમ કરવા મુકો.

  11. 11

    લોયુ ગરમ થાય એટલે એની અંદર ૩ મોટી ચમચી તેલ ઉમેરો

  12. 12

    તેલ ગરમ થાય એટલે એની અંદર પહેલા લસણ ની કટકી પછી કાંદા ની કટકી પછી અને પછી કેપ્સિકમ ની કટકી ઉમેરો.

  13. 13

    બે મિનિટ સુધી બધું સરખું મિક્સ કરી લો. ગેસ ની ફેમ લો રાખો.

  14. 14

    હવે એની અંદર પહેલા સોયા સોસ પછી રેડ ચીલી સોસ અને પછી ગ્રીન ચીલી સોસ ઉમેરો અને સરખું મિક્સ કરી લો.

  15. 15

    હવે એની અંદર ઠંડા થયેલા બાસમતી ચોખા ઉમેરી દો અને સરખા મિક્સ કરી લો.

  16. 16

    બાસમતી ચોખા તૂટી ન જાય તેનું ધ્યાન રાખજો હવે સ્વાદ પ્રમાણે અંદર મીઠું ઉમેરી દો અને સીઝન ફ્રાઈડ રાઈસ મસાલો ઉમેરી દો.

  17. 17

    બે મિનિટ થવા દો પછી ગેસ બંધ કરી દો.

  18. 18

    સીઝન fried rice તૈયાર છે હવે એને સર્વ કરવા માટે એક બાઉલમાં કાઢો એની અંદર કોથમીર અને છીણેલું ચીઝ ઉમેરો. રેડ ચીલી સોસ અને ગ્રીન ચીલી સોસ મૂકી સવ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
datta bhatt
datta bhatt @cook_25572577
પર
Valoti
દેશી રસોઇ ખાવી છે? તો દત્તા ને ફોલો કરો
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes