સેઝવાન ફ્રાઇડ રાઇસ (Schezwan Fried Rice Recipe In Gujarati)

Nirali Prajapati
Nirali Prajapati @Nir_Prajapati

#GA4
#Week18
Keyword: french beans

સેઝવાન ફ્રાઇડ રાઇસ (Schezwan Fried Rice Recipe In Gujarati)

#GA4
#Week18
Keyword: french beans

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
  1. ૩ કપસ્ટીમ બાસમતી રાઈસ
  2. ૩ ચમચીબટર/તેલ
  3. ૧ કપબારીક સમારેલી કોબીજ
  4. ૧ કપડુંગળી ઝીણી સમારેલી
  5. ૧ કપકેપ્સીકમ ઝીણા સમારેલા
  6. ૧/૨ કપફણસી ઝીણી સમારેલ
  7. ૨ ચમચીગાજર ઝીણા સમારેલા
  8. ૧/૨ કપલસણ, આદુ, મરચાં ક્રશ કરેલ
  9. ૧/૨ ચમચીજીરૂ
  10. સ્વાદ અનુસારમીઠું
  11. ૨ ચમચીરેડ ચીલી સોસ
  12. પેકેટ ચીંગ સેઝવાન ફ્રાઇડ રાઇસ મસાલો

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ફ્રાઇડ રાઇસ માટે સામગ્રી તૈયાર કરી લો.જેમ કે સ્ટીમ રાઇસ તૈયાર કરી લો. કોબીજ, ફણસી, ગાજર, ડુંગળી, કેપ્સીકમ ને ઝીણા સમારી લેવા.લસણ-આદુ, મરચાં ને કટર માં ક્રશ કરી લેવા.

  2. 2

    એક પેન માં બટર લઈ તેમાં જીરું ઉમેરો. જીરું સંતળાઈ જાય પછી તેમાં લસણ-આદુ-મરચા ક્રશ કરેલા અને બારીક સમારેલી ડુંગળી અને કેપ્સિકમ ઉમેરો. તેને પાંચ મિનિટ માટે સાંતળો.હવે તેમાં કોબીજ, ફણસી, ગાજર ઉમેરી મિક્સ કરી લો.

  3. 3

    હવે તેમાં સ્વાદાનુસાર મીઠું ઉમેરીને ૧૦ મિનિટ માટે ઢાંકીને ચડવા દેવું.પછી તેમાં રેડ ચીલી સોસ ઉમેરી મિક્સ કરી લો.હવે સ્ટીમ રાઈસ અને સેઝવાન મસાલો ઉમેરો.પછી તેને હળવા. હાથેથી મિક્સ કરી લો.તેને સ્લો ગેસ પર પાંચ મિનિટ માટે કૂક કરી લો.

  4. 4

    સેઝવાન ફ્રાઇડ રાઇસ તૈયાર છે.તેને મંચુરિયન ગ્રેવી સાથે સર્વ કરી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nirali Prajapati
Nirali Prajapati @Nir_Prajapati
પર
चाहे जो भी हो खाने से प्यार कभी कम ना हो 😅😎🙈❤️
વધુ વાંચો

Similar Recipes