ચેગોડીલું / રાઈસ રિંગ્સ (Chegodilu recipe in Gujarati)

ચેગોડીલું એ આન્ધ્ર પ્રદેશનો એક સૂકા નાસ્તા નો પ્રકાર છે. એને રાયસ રીંગ અથવા તો રીંગ મુરુક્કુ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ નાસ્તો ચોખાનો લોટ અને સુકા મસાલા ઉમેરીને બનાવવામાં આવે છે. ખૂબ જ સરળતાથી બની જતો આ નાસ્તો એકદમ લાઈટ અને ક્રિસ્પી બને છે. એને આગળથી બનાવીને સ્ટોર કરી શકાય. ચા કે કોફી સાથે સર્વ કરી શકાતો આ ક્રિસ્પી નાસ્તો બાળકોને ખુબ જ પસંદ આવે છે.
ચેગોડીલું / રાઈસ રિંગ્સ (Chegodilu recipe in Gujarati)
ચેગોડીલું એ આન્ધ્ર પ્રદેશનો એક સૂકા નાસ્તા નો પ્રકાર છે. એને રાયસ રીંગ અથવા તો રીંગ મુરુક્કુ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ નાસ્તો ચોખાનો લોટ અને સુકા મસાલા ઉમેરીને બનાવવામાં આવે છે. ખૂબ જ સરળતાથી બની જતો આ નાસ્તો એકદમ લાઈટ અને ક્રિસ્પી બને છે. એને આગળથી બનાવીને સ્ટોર કરી શકાય. ચા કે કોફી સાથે સર્વ કરી શકાતો આ ક્રિસ્પી નાસ્તો બાળકોને ખુબ જ પસંદ આવે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણમાં પાણી ગરમ કરવા માટે મૂકવું એમાં મગની દાળ, હળદર, લાલ મરચું, હિંગ, મીઠું, તલ, જીરું અને તેલ ઉમેરી હલાવી લેવું. હવે પાણી ઉકળે એટલે એમાં ચોખાનો લોટ ઉમેરી બરાબર હલાવી લેવું. બધું સરખી રીતે મિક્સ કરવું જેથી લોટ એક સમાન થઈ જાય. એમાં કોઈ ગઠ્ઠા ના રહે. હવે તેને ઢાંકીને ધીમા તાપે ચારથી પાંચ મિનિટ સુધી રહેવા દેવું.
- 2
ગરમ લોટને એક થાળીમાં લઈને એક ગ્લાસ અથવા તો વાડકીની મદદથી મસળવો. મસળી ને એને એકદમ મુલાયમ કરી દેવો.
- 3
હવે તૈયાર કરેલા લોટ માંથી એકદમ થોડો લોટ લઇ એને હથેળીની મદદથી લાંબો આકાર આપી પછી એમાંથી રિંગ બનાવી લેવી. આ રીતે બધી રીંગ બનાવીને તૈયાર કરી લેવી.
- 4
એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું. તૈયાર કરેલી બધી રિંગને થોડી થોડી કરીને મીડીયમ તાપ પર તળી લેવી. તાપ એકદમ ધીરા થી મીડીયમ રાખવાનો છે નહીંતર ચેગોડીલું એકદમ ઢીલા થઈ જશે અને ક્રિસ્પી નહીં બને.
- 5
તૈયાર થયેલી રીંગ ને એકદમ ઠંડી પાડી પછી જ એરટાઈટ કન્ટેનરમાં ભરવી નહીંતર એ એકદમ પોચી પડી જશે.
- 6
ચેગોડીલું ને ચા કે કોફી સાથે સર્વ કરી શકાય.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પોટ્ટુકડલાઈ મુરુક્કુ (Pottukadalai murukku recipe in Gujarati)
ચકરી નાનપણથી જ મને ખૂબ જ પ્રિય છે અને મારા બાળકોને પણ ચકરી ખૂબ જ ભાવે છે. ચકરી ને દક્ષિણ ભારતમાં મુરુક્કુ તરીકે ઓળખવામાં આવે છે. ચકરી અલગ-અલગ ઘણી રીતે બનાવી શકાય છે. મેં અહીં આજે પોટ્ટુકડલાઈ મુરુક્કુ બનાવી છે જે ચોખાનો લોટ અને દાળિયા ના પાવડર નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ ચકરી / મુરુક્કુ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને ખૂબ જ ઝડપથી અને સરળતાથી બની જાય છે.#CB4#CDY#cookpadindia#cookpad_gu spicequeen -
સર્વા પીંડી (Sarva pindi recipe in Gujarati)
સર્વા પીંડી તેલંગાના નો એક લોકપ્રિય નાસ્તા નો પ્રકાર છે. આ વાનગી પલાળેલી ચણાની દાળ, ચોખાનો લોટ અને એમાં નહીં જેવા મસાલા ઉમેરીને બનાવવામાં આવે છે. એકદમ સાદી રીતે બનતી આ વાનગી ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. ગરમાગરમ સર્વા પીંડી ને ચટણીની સાથે પીરસવામાં આવે છે.#સાઉથ#પોસ્ટ3 spicequeen -
મુરુક્કુ
#સાઉથમુરુક્કુ એ કડકડતો ચડ્ડીવાળો ક્રિસ્પી નાસ્તો છે દક્ષિણ ભારત મુરુક્કુ ખાસ ચોખાના લોટમાંથી બનાવવામાં આવે છે અને તેને ચા સાથે પીરસવામાં આવે છે Bharti Dhiraj Dand -
મૈસુર બોન્ડા (Mysore bonda recipe in Gujarati)
મૈસુર બોન્ડા એ કર્ણાટક અને આંધ્ર પ્રદેશ નો લોકપ્રિય નાસ્તો છે. મૈસુર બોન્ડા મિક્સ વેજીટેબલ ના સ્ટફિન્ગ સાથે અથવા તો પ્લેન પણ બનાવી શકાય. મેંદા અને ચોખાના લોટમાં થોડા મસાલા ઉમેરીને બનાવવામાં આવતા આ વડા ઉપરથી ક્રિસ્પી અને અંદરથી ખૂબ જ લાઈટ અને સોફ્ટ હોય છે. મૈસુર બોન્ડા ટોમેટો ચટણી, નાળિયેરની ચટણી અથવા તો કોઈ પણ ચટણી સાથે પીરસી શકાય. આ એક ખૂબ જ ઝડપથી અને સરળતાથી બની જતો ખૂબ જ સ્વાદિષ્ટ નાસ્તો છે.#સાઉથ#પોસ્ટ9 spicequeen -
નેટ રવા ઢોસા(Net Rava Dosa Recipe In Gujarati)
આ ઢોસા તરત જ બની જાય છે અને ટેસ્ટ માં પણ ખુબ સરસ લાગે છે Darshna Rajpara -
ક્રિસ્પી સેઝવાન ઓનીયન રિંગ્સ
#સ્ટાર્ટ આ ઓનીયન રિંગ્સ ખાવામાં ખુબ જ ટેસ્ટી અને ક્રિસ્પી લાગે છે અને સેઝવાન ચટણી ઉમેરવાથી વધુ સ્વાદિષ્ટ લાગે છે.... Kala Ramoliya -
મૈસુર બોન્ડા (Mysore Bonda Recipe In Gujarati)
#સાઉથ#CookpadIndiaમૈસુર બોન્ડા એ કર્ણાટક અને આંધ્ર પ્રદેશ નો લોકપ્રિય નાસ્તો છે. મૈસુર બોન્ડા મિક્સ વેજીટેબલ સાથે અથવા તો સાદા પણ બનાવી શકાય. મેંદા અને ચોખાના લોટમાં થોડા મસાલા ઉમેરીને બનાવવામાં આવતા આ વડા ઉપરથી ક્રિસ્પી અને અંદરથી ખૂબ જ લાઈટ અને સોફ્ટ હોય છે. મૈસુર બોન્ડા ટોમેટો ચટણી, નાળિયેરની ચટણી અથવા તો કોઈ પણ ચટણી સાથે પીરસી શકાય.મેં અહીં પીનટ ચટણી સાથે સર્વ કર્યા છે. આ એક ખૂબ જ ઝડપથી અને સરળતાથી બની જતો ખૂબ જ સ્વાદિષ્ટ નાસ્તો છે. કર્ણાટક અને આંધ્રના ટિફિન સેન્ટરોમાં પીરસવામાં આવતા લોકપ્રિય નાસ્તામાં નો એક છે. જેને મૈસુર ગોલી ભજ્જી પણ કહેવામાં આવે છે. Komal Khatwani -
ક્રિસ્પી જીરા પૂરી (Crispy Jeera Poori Recipe In Gujarati)
#FFC7#week7 આ જીરા પૂરી ખાસ કરી ને નાસ્તા માટે બનાવવામાં આવે છે જે ખૂબ જ અને સ્વાદિષ્ટ અને ક્રિસ્પી બને છે.અને લાંબો સમય સ્ટોર પણ કરી શકાય છે. Varsha Dave -
મિક્સ લોટ ની પાપડી
#સુપરશેફ3મેં ચાર લોટ મિક્સ કરીને પાપડી બનાવી છે આ ચાની સાથે, સાથે લીલી ચટણી સાથે, કે તેની ચાટ બનાવો બધા કામમાં લાગશે અને તમે એક મહિના સુધી પણ તેને સ્ટોર કરી શકો છો .આમાં ચોખાનો લોટ અને મકાઈનો લોટ ઉમેરવાથી સરસ કડક બને છેબહુ સારી લાગે છે.અને વરસાદના દિવસોમાં તો ચા અને કોફી સાથે પણ ખાવાનો આનંદ અલગ જ આવે છે. જરૂરથી બનાવજો Roopesh Kumar -
-
ઢેખરા (Dhekhra recipe in Gujarati)
ઢેખરા દક્ષિણ ગુજરાતની લોકપ્રિય વાનગી છે જે અનાવિલ બ્રાહ્મણ સમુદાયના લોકો દ્વારા વધારે બનાવવામાં આવે છે. ઢેખરા તુવેરના દાણા, ચોખાનો લોટ, બીજા લોટ અને મસાલાઓ સાથે બનાવવામાં આવે છે. આ એકદમ અલગ પ્રકારની વાનગી ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ છે. ઢેખરાને ચા અને કોફી સાથે નાસ્તા તરીકે પીરસવામાં આવે છે.#GA4#Week4 spicequeen -
-
રાજસ્થાની બેડા પૂરી (Rajasthani Beda Puri Recipe In Gujarati)
#GA4#Week25#RAJSTHANIએકદમ જલ્દીથી અને સરળતાથી બની જાય છે બહુ જ ટેસ્ટી લાગે છે Preity Dodia -
રસમ રાઈસ (Rasam Rice recipe in Gujarati)
#RB11#SR#cookpadgujarati#cookpadindia#cookpad રસમ રાઈસ એક સાઉથ ઇન્ડિયન વાનગી છે. સાઉથ ઇન્ડિયન રસમને રાઈસ ની સાથે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. રસમ અને રાઈસ બંને અલગ-અલગ બનાવીને સર્વ કરી શકાય છે. પરંતુ મેં આજે રસમ રાઈસને વન પોટ મીલ તરીકે બનાવ્યું છે જે ખૂબ જ ઝડપથી અને ઓછા સમયમાં બની જાય છે. રસમ રાઈસ સાંજના સમયે લાઇટ ડિનર તરીકે સર્વ કરી શકાય છે. Asmita Rupani -
ભાજણી ચકરી (Bhajani Chakli Recipe In Gujarati)
પરંપરાગત મહારાષ્ટ્રીયન ભાજણી ચકરી ચોખા અને દાળના ખાસ લોટથી બનાવવામાં આવે છે. ચોખા અને દાળને ધોઈને હવામાં સૂકવવામાં આવે છે અને પછી પૌંઆ, સાબુદાણા, જીરું અને ધાણા સાથે ધીમા તાપે શેકવામાં આવે છે. આ શેકવાની પ્રોસેસને ભાજણી કહેવાય છે. ત્યારપછી તેને ઠંડુ કરીને ઝીણો લોટ કરવામાં આવે છે અને પછી તેમાં મસાલા ઉમેરીને ચકરી બનાવવામાં આવે છે. આજે મેં અહીં એ જ પારંપરીક ભાજણી ચકરીની રેસિપી શેર કરી છે.#CB4#week4#ચકરી#chaklirecipe#bhajnichaklirecipe#maharashtriyanstyle#marathicusine#cookpadindia#cookpadgujarati#diwalifaral Mamta Pandya -
બાજરીની ખીચડી(Bajra khichdi recipe in Gujarati)
#શિયાળો સ્પેશિયલ આ ખીચડીમા આખા ડુંગળી ટામેટા અને રીંગણ ગેસ પર શેકી લેવાથી એકદમ સ્મોકી ફ્લેવર આવે છે આ ખીચડી માટીના વાસણમાં બનાવવાથી મીઠાશ આવે છે અને ખીચડી ખૂબ જ ટેસ્ટી લાગે છે Vaishali Prajapati -
વડા (Vada Recipe in Gujarati)
દેસાઈ લોકોની સ્પેશિયલ વાનગી જે શિયાળામાં દરેક ઘરમાં એકવાર તો બનતી જ હોય છે.શિયાળામાં તુવેર શીંગ સરસ મળી રહે છે એટલે એના દાણા, ચોખાનો લોટ, ગોળ અને આદુ મરચાં ઉમેરીને આ વાનગી બનાવવામાં આવે છે. જેનો તીખો અને ગળ્યો એમ બંને સ્વાદ આવે છે. Urmi Desai -
સેઝઝવાન રાઈસ સ્ટીક
આ રેશીપી ખુબજ સરસ છે તે એક સૂકા નાસ્તામાં આવેછે તે અત્યારનાં જનરેશનને ખૂબ જ પસન્દ છે તો આજે મેં સેઝવાન રાઈસ સ્ટીક બનાવી છે Usha Bhatt -
મેંદુ વડા (Medu Vada Recipe In Gujarati)
મેંદુ વડા એક સાઉથ ની રેસીપી છે જેને સંભાર અને ચટણી સાથે સર્વ કરવામાં આવે છે. Bhavana Radheshyam sharma -
હાંડવો (Handvo recipe in Gujarati)
હાંડવોએ ગુજરાતનો એક લોકપ્રીય નાસ્તો છે. ગુજરાતીઓ એને રાત ના જમવા મા લેવાનું પસંદ કરે છે. હાંડવાને સામાન્ય રીતે સીંગતેલ, અથાણાનો મસાલો, સોસ અથવા ચટણી સાથે પીરસી શકાય. ચોખા અને દાળ માંથી બનતો આ ખૂબ જ પૌષ્ટિક આહાર છે. પસંદગી મુજબના ઘણા બધા શાકભાજી ઉમેરીને એને સ્વાદિષ્ટ અને હેલ્ધી બનાવી શકાય. spicequeen -
મેથી પૂરી (Methi Puri Recipe in Gujarati)
#સાતમ#પોસ્ટ_1 સાતમ આઠમ આવી રહી છે. તો મે એના માટે મેથી પૂરી બનાવી છે. તહેવારો નાં સમયમાં તો ખાસ આ પૂરી બનાવવામાં આવે છે. આ પૂરીને તમે ચા-કોફી સાથે નાસ્તામાં ખાઈ શકો છો. ખાવામાં એકદમ ક્રિસ્પી અને ક્રંચી લાગે છે. આ પૂરી ને તમે પાંચ દિવસ સુધી સ્ટોર કરી સકો છો. મારા બાળકો ને તો આ મેથી પૂરી ખુબ જ ભાવી. Daxa Parmar -
ક્રિસ્પી મિક્સ ફ્લોર પકોડા(mix pakoda recipe in Gujarati)
#સુપરશેફ2ક્રિસ્પી મિક્સ ફ્લોર પકોડા સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વાનગી છે, જે વરસાદની ઋતુમાં ખાવાની ખૂબ જ મજા આવે. Nayna Nayak -
ગોલી ઈડલી (Goli Idli recipe in Gujarati)
#RC2#week2#cookpadgujarati#cookpadindia ગોલી ઈડલીને મસાલા રાઇસ બોલ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ એકદમ ઈઝી અને સિમ્પલ એવી હેલ્ધી બ્રેકફાસ્ટ રેસિપી છે. આ રેસિપીમાં ચોખાના લોટને વરાળમાં બાફી તેના બોલ્સ બનાવી ગોલી ઈડલી બનાવવામાં આવે છે. આ રાઇસ બોલ્સ એકદમ સોફટ બને છે. આ ઉપરાંત આ વાનગી ઇઝીલી અવેલેબલ હોય તેવા ઇંન્ગ્રીડિયન્સ માંથી જ બની જાય છે. બ્રેકફાસ્ટ ઉપરાંત બાળકોને લંચબોક્સમાં આપવા માટે પણ આ હેલ્ધી વાનગીનો ઉપયોગ કરી શકાય છે. Asmita Rupani -
મુરૂક્કૂ
#goldenapron2Week5Tamil Naduમુરૂક્કૂ એ તામિલનાડુનો એક ફેમસ નાસ્તો છે. જે ચોખાના લોટમાંથી બનાવવામાં આવે છે તામિલનાડુમાં લગ્ન પ્રસંગે અને તહેવારોમાં આ નાસ્તો અવશ્ય ખાવામાં આવે છે. મુરૂક્કૂ એ તમિલનાડુની એક ટ્રેડિશનલ રેસીપી છે. Khushi Trivedi -
ક્રિસ્પી પાત્રા (Crispy Patra Recipe In Gujarati)
અળવીના પાનમાંથી બનતા પાત્રા એ ગુજરાતી લોકોનું પ્રિય ફરસાણ છે અને ખૂબ જ પ્રખ્યાત છે. સામાન્ય રીતે આપણે પાત્રા બાફીને પછી તેને વધારીને અથવા તો શેલો ફ્રાય કરીને વાપરતા હોઈએ પરંતુ અહીંયા મેં આજે જે રેસીપી શેર કરી છે એમાં કાચા જ પાત્રા તળીને એકદમ ક્રિસ્પી પાત્રા બનાવ્યા છે. આ પાત્રા બારડોલીના ફેમસ પાત્રા જેવા બન્યા છે. ચા કે કોફી સાથે વરસાદ ના મોસમમાં માણવા જેવો આ એક પરફેક્ટ નાસ્તો છે.#MFF#cookpadindia#cookpad_gu spicequeen -
બટર ક્રિસ્પી ઢોસા(butter dosa recipe in Gujarati)
#સુપરશેફ2મેં ઘઉંનો લોટ ચોખાનો લોટ અને ચણાના લોટ મિક્સ કરીને હેલ્ધી ઢોસા બનાવ્યા છેજે એકદમ ક્રિસ્પી બને છે અને ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે અને ખાસ કરીને તો બને પણ ફટાફટ છેતેમને કોઈ પલાળવા ની ઝંઝટ મારી નહીં .ચોખાનો લોટ ઉમેરવાથી આ ઢોસા બહુ ક્રિસ્પી બને છે. જલ્દીથી બની જાય છે જરૂરથી બનાવજો Roopesh Kumar -
મેથી થાલીપીઠ (Methi thalipeeth recipe in Gujarati)
થાલીપીઠ મહારાષ્ટ્રીયન રેસીપી છે જે અલગ-અલગ લોટનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. થાલીપીઠ નાસ્તા તરીકે દહીં, અથાણું અને ઢેચા સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ રેસિપીનો લાઈટ મીલ તરીકે પણ ઉપયોગ કરી શકાય.#MAR#RB10#cookpadindia#cookpad_gu spicequeen -
પાત્રા (Patra Recipe in Gujarati)
#Fam અળવીના પાન ચોમાસામાં ખૂબ જ સારા મળે છે વરસાદના પાણીના અળવીના પાન ગળામાં ખૂચતા નથી'વરસતા વરસાદના આ પત્તરવેલી ના પાન ખાવાની ખૂબ મજા આવે છે તળેલા અને વઘારેલા બંને પતરવેલીયા ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે આ પતરવેલીયા ની રેસીપી મારી ફેમિલી સિક્રેટ રેસિપી છે અમે તેમાં નીચે ડાંડી આવે છે તેની છાલ કાઢી એને પણ આદુ મરચા સાથે મિક્સરમાં ક્રશ કરી ચણાના લોટના ખીરામાં નાખીએ છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
કોથમીર મરચા બિસ્કિટ ભાખરી (Biscuit bhakhri recipe in Gujarati)
ગુજરાતની બિસ્કીટ ભાખરી ખૂબ જ લોકપ્રિય અને પ્રખ્યાત છે. કરકરા લોટ અને વધારે મોણ માંથી બનતી આ ભાખરી બિસ્કિટ જેવી બને છે જેથી કરીને એને બિસ્કીટ ભાખરી કહેવામાં આવે છે. આ ભાખરી ચાર-પાંચ દિવસ સુધી રૂમ ટેમ્પરેચર પર સારી રહે છે અને પ્રવાસ દરમ્યાન બનાવીને સાથે પણ લઈ જઈ શકાય. બિસ્કીટ ભાખરી સાદી, જીરા વાળી, મસાલાવાળી, મેથી વાળી એમ અલગ અલગ ફ્લેવર ઉમેરીને બનાવવામાં આવે છે. મેં અહીંયા કોથમીર અને લીલા મરચાનો ઉપયોગ કરીને બિસ્કીટ ભાખરી બનાવી છે જે ખૂબ જ સ્વાદિષ્ટ અને ફ્લેવર ફુલ બને છે. આ ભાખરીને નાસ્તામાં અથાણા, ચા કે કોફી સાથે પીરસવામાં આવે છે.#FFC2#cookpadindia#cookpad_gu spicequeen -
ખીચું (Khichu Recipe In Gujarati)
મકાઈ અને ચોખાનો લોટ પચાવવામાં બહુ જ હલકો હોય છે અને તે ખૂબ જ સ્વાદિષ્ટ તેમજ હેલ્ધી હોય છે તેને ઘણા લોકો સવારના નાસ્તામાં અથવા તો સાંજે પણ નશામાં લેતા હોય છે અને તેનાથી papdi ત્યારથી તેને ઘણા લોકો સવારના નાસ્તામાં અથવા તો સાંજે પણ નશામાં લેતા હોય છે અને તેનાથી પાપડ, સેવ વગેરે વસ્તુઓ પણ બને છે #નોર્થ Varsha Monani
More Recipes
ટિપ્પણીઓ