મૈસૂરી ઢોસા (Maysour Dosa Recipe In Gujarati)

Binal Meghani
Binal Meghani @cook_24776332
Junagdh

મૈસૂરી ઢોસા (Maysour Dosa Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૫ લોકો
  1. ઢોસાના ખીરા માટે
  2. ૩ કપચોખા
  3. ૧ કપઅડદની દાળ
  4. ૧/૨ ચમચીમેથીના દાણા
  5. મૈસૂરી ના મસાલા માટે
  6. ૩ચમચી તેલ
  7. ૧/૨ ચમચી રાઈ
  8. ૧/૨ ચમચી જીરુ
  9. ૧/૨ ચમચી હિંગ
  10. ૬ થી ૭ નંગ મીઠો લીમડો
  11. ૨ નંગ મોટા રીંગણા
  12. ૧/૨ કપ દુધી
  13. ૩ નંગ મીડિયમ સાઇઝના બટાકા
  14. ૨ નંગ મીડિયમ સાઇઝના ટામેટાં
  15. ૩ નંગ મોટી ડુંગળી
  16. ૬-૭ કળી લસણ (ઓપ્શનલ)
  17. ૧ ચમચીહળદર
  18. ૩/૨ ચમચી ધાણા-જીરુ
  19. ૩ ચમચીલાલ મરચુ પાઉડર
  20. ૧/૨ ચમચીગરમ મસાલો
  21. સ્વાદાનુસાર મીઠું
  22. સાંભાર માટે
  23. ૩ ચમચીતેલ
  24. ૧ વાડકીતુવેરની દાળ
  25. ૧ નંગ લીલું મરચું
  26. ૧ નંગ નાનો ટુકડો આદુ
  27. ૧/૨ ચમચીહળદર
  28. ૧/૨ ચમચી ધાણા-જીરુ
  29. ૧/૨ ચમચી લાલ મરચું પાઉડર
  30. ૧ ચમચીગરમ મસાલો
  31. ૪ ચમચીસંભાર મસાલો
  32. સ્વાદાનુસારમીઠું
  33. ૧ નંગ તજ
  34. ૨ નંગ લવિંગ
  35. ૧ નંગ બાદીયા
  36. ૬-૭ પાન મીઠો લીમડો
  37. દાળિયા અને કોપરા ની ચટણી માટે
  38. ૧૦૦ ગ્રામ મસાલા વગરના દાળિયા
  39. ૧/૨ વાટકી લીલું કોપરું ખમણેલું
  40. સ્વાદાનુસારમીઠું
  41. ૧ ચમચી તેલ
  42. ૧/૨ ચમચી રાઈ
  43. ૧/૨ ચમચી જીરુ
  44. ૬-૭ દાણા અડદની દાળ

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    સરસ મૈસૂરી ઢોસો બનાવવા માટે સૌપ્રથમ ચોખા અને અડદની દાળ ને આખી રાત પલાળી રાખો અને મેથી ને અલગથી પલાળી રાખો. ત્યારબાદ બીજે દિવસે સવારે પાણી કાઢી લો અને ત્રણેયને ક્રશ કરી લો.

  2. 2

    હવે મૈસૂરી નો મસાલો બનાવવા માટે એક કુકરમાં તેલ લો તેને થોડું ગરમ થવા દો ત્યારબાદ તેમાં રાઈ, જીરુ, મીઠો લીમડો, લીલું મરચું અને આદુ નાખી ત્યારબાદ તેમાં બટાકા, રીંગણા, દુધી, ટામેટા, ડુંગળી નાખી તેમાં હળદર, લાલ મરચું પાઉડર, ધાણા-જીરુ, ગરમ મસાલો, મીઠું નાખી થોડું પાણી નાખી તેને ૪ સીટી વાગે ત્યાં સુધી ચડવા દો. ત્યારબાદ તેને ક્રશ કરી લો.

  3. 3

    ત્યારબાદ સાંભાર માટે સૌપ્રથમ એક પેન માં તેલ ગરમ કરો તેમાં રાઈ, જીરુ, હિંગ, મીઠો લીમડો, આદુ- મરચા ની પેસ્ટ નાખો ત્યારબાદ તેમાં જેરેલી દાળ નાખો અને ત્યારબાદ તેમાં હળદર, લાલ મરચું પાઉડર, ગરમ મસાલો, મીઠું, સાંભાર મસાલો નાખો અને બરાબર હલાવો અને તેને ચઢવા દો.

  4. 4

    લાજવાબ ચટણી બનાવવા માટે કોપરા અને દાળિયા ને અલગ - અલગ ક્રશ કરી લો. ત્યારબાદ એક પેન માં તેલ ગરમ કરવા મુકો પછી તેમાં રાઈ, અડદ ની દાળ, જીરુ અને મીઠો લીમડો નાખો ત્યારબાદ તેમાં દહીં નો વઘાર કરો ત્યારબાદ તેમાં દાળિયા અને કોપરું ક્રશ કરેલું છે એ તેમાં ઉમેરો. અને તમારી ચટણી તૈયાર છે.

  5. 5

    હવે તમે તમારો મૈસૂરી ઢોસો સર્વ કરવા માટે તૈયાર છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Binal Meghani
Binal Meghani @cook_24776332
પર
Junagdh

Similar Recipes