ઢોસા (Dosa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
અડદની દાળ,,ચોખા અને મેથીને રાત્રે પલાળી દો આખી રાત પલાળી ગયા બાદ સવારે તેનું મિક્સર કરો મિક્સરમાં જ આપણે એક ચપટી ખાંડ મિક્ષસર કરવામાં જ નાખવાની છે હવે તેને આપણે સાંજ સુધી નો રેસ્ટ આથો આવવા માટે દો.
- 2
લીલું શ્રીફળ વધેરીને કાચલી કાઢીને તેને ફ્રીઝરમાં રાખી દો અડધા દિવસ પછી તેને કાઢીને તેને પાણીમાં બોળી દેશો પછી ચાકુ વડે છાલ ઉતારવી સહેલી પડશે. શ્રીફળ ના ટુકડા લીલા મરચા, ખાંડ, મીઠું નાખીને મિક્સર કરીને ચટણી બનાવો. દાળિયા ની દાળ નાખતા પહેલા આપણે તેને અલગથી પાઉડર બનાવીને પછી એમાં નાખવાની છે જેથી ચટણી સારી બને સ્વાદ અનુસાર નમક ઉમેરી.. રાઈ જીરૂ મીઠો લીમડો હિંગ મૂકીને વઘાર કરો.
- 3
આ તમારી ચટણી તૈયાર હવે કુકરમાં ૧ વાટકી તુવેરદાળ બાફી લો અને બ્લેન્ડર ફેરવી લો. ગેસ પર જરૂરિયાત મુજબ ખાંડ અને નમક નાખીને ઉકળવા દો
- 4
હવે,ટમેટુ સમારી લો, દુધી ખમણી લો, કોબી ખમણી લો, બટેટુ અને ડુંગળી અને આદુ નો ખમણી લો.લીલા મરચાં વગેરે ઝીણાં ઝીણાં સમારી લો એક લોયામાં 2 ચમચા તેલ મૂકી તેમાં રાઈ,જીરુ,લવિંગ,બાદીયા,તજ, હિંગ મૂકી,શાક્ભાજી સાંતળી લો
- 5
હવે શાકભાજીને ઢાંકીને દસ મિનિટ માટે ચઢવા દો પછી તેમાં લાલ મરચું, હળદર,ધાણાજીરું,નાખી સરખી રીતે હલાવી લો.
- 6
દસ મિનિટ પછી ઉકળતી દાળમાં આ ગ્રેવી નાખી દો. સરખી રીતે સાંભાર ઉકળી જાય એટલે તેમાં લીંબુ નીચોવી સાંભાર મસાલા નાખી. પાંચ મિનિટ માટે ઊકળવા દો સાંભાર તૈયાર. એક ચમચી સુધારેલી કોથમીરથી ડેકોરેટ કરો
- 7
(ઓનિયન કટર) ત્રણ ડુંગળી, પાંચ બટેટા કટ કરી લો. એક લોયામાં ૨ ચમચા તેલ મૂકી જીરું લીમડો, હિંગ, આદું ખમણ, મરચા ની કટકી,નાખીને બટેટા વઘાર કરી લો. હળદર અને મીઠું પણ ઉમેરી દો દસ મિનિટ ઢાંકીને ચડવા દો ત્યારબાદ તેમાં ટામેટા અને લાલ મરચું પાઉડર, ખાંડ, એક ચમચી પાવભાજીનો મસાલો, ખાંડ એક ચમચી સમારેલી કોથમીર સાથે અડધું લીંબુ નાખીને સરખી રીતે હલાવી ૫ મિનિટ માટે ચઢવા દો. આ ઢોસાનો મસાલો તૈયાર
- 8
સવારે ખીરું તૈયાર કર્યું છે તે લઈને તેમાં એક ચપટી ખાવાનો સોડા, સ્વાદ અનુસાર નમક અને થોડું પાણી એડ કરી આપણે પુડલા નુ ખીરું હોય તેનાથી થોડું ઘટ્ટ ખીરું રાખવાનું છે હવે નોન સ્ટિક લોઢી ગેસ ઉપર ગરમ કરવા મૂકી દો. હવે એક ડોયો ખીરું લઇ તે લોઢી માં વચ્ચે મૂકી આપણે રાઉન્ડ ફેરવી ડોરા ની મદદ થી ઢોસો લોઢી ઉપર પાથરવાનો છે ગેસ ફુલ ફાસ્ટ જ રાખવાનો છે
- 9
સેજ બ્રાઉન થવા માંડે એટલે ઢોસા ઉપર થોડું પાણીનો છટકાવ કરવો આથી ઢોસો ક્રિસ્પી થાશે. હવે અંદર મસાલો ગોઠવી અને ફોલ્ડ કરી દો અને સર્વિસ પ્લેટમાં લઈ લો
- 10
આ તમારા ઢોસા તૈયાર છે ગરમ ગરમ સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ચોકલેટ ઢોસા (Chocolate Dosa Recipe In Gujarati)
#GA4#Week3આ ઢોસા બાળકો ને ખૂબ પ્રિય છે...., Vidhi Mankad -
-
ઇડલી (Idli Recipe in Gujarati)
મારી પહેલી રેસીપી એકદમ સ્વાદિષ્ટ નાના-મોટા બધાને ભાવે તેવી છે .તમને પણ પસંદ પડશે. Vimalc Bhuptani -
-
ઢોસા (Dosa recipe in gujrati)
#ચોખા#મોમ#goldenapron3#week16 #onion#goldenapron3#week21 Khyati Joshi Trivedi -
મસાલા ઢોસા (Masala dosa recipe in Gujarati)
#goldenapron3#week21#વિકમીલ૧#માઇઇબુક#પોસ્ટ-4 Helly Unadkat -
-
-
-
-
-
-
-
ઢોસા (Dosa Recipe In Gujarati)
ઢોસા એટલા બધા હેલ્ધી છે કે છોકરાઓને ઘરના ઢોસા ખૂબ જ ભાવે છે અને ક્રિસ્પી પણ બને છે #XS khush vithlani -
-
-
-
-
મસાલા ઢોસા(Masala Dosa Recipe in Gujarati)
પેહલી વાર મારી દીકરી ની ફરમાઈશ થી મસાલા ઢોસા બનાવ્યા ધાર્યા કરતાં ઘણા સરસ બનાવ્યા. Minaxi Rohit -
-
-
-
જિની ઢોસા (Gini Dosa Recipe In Gujarati)
#goldenapron3#week21#dosa#સ્નેકસ#માઇઇબુક#પોસ્ટ૨ Charmi Shah -
-
-
મસાલા ઢોસા (Masala Dosa Recipe In Gujarati)
#Famસાઉથ ઇન્ડિયન મસાલા ઢોસામસાલા ઢોસા મારા ઘરે બધાને ખૂબજ ભાવે છે. એમાં પાળવામાં આવતી દાળ અને ચોખા, પૌવા અને મેથીના દાણા ને લીધે ઢોસા એકદમ બહાર જેવા ક્રિસ્પી બને છે. @Darshcook_29046696Darshna Pandya -
More Recipes
ટિપ્પણીઓ (9)