ખજૂર સ્ટફ મોદક(khajur stuff modak recipe in gujarati)

Bindiya Prajapati
Bindiya Prajapati @nirbindu

#GC
ચોખા ના લોટ માંથી અને સ્ટીમ વગર બનતા આં મોદક ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે.

ખજૂર સ્ટફ મોદક(khajur stuff modak recipe in gujarati)

#GC
ચોખા ના લોટ માંથી અને સ્ટીમ વગર બનતા આં મોદક ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. સ્ટફ્ફિંગ માટે
  2. ૨૫૦ ગ્રામ ખજૂર
  3. ૧/૪ કપબદામ કતરણ
  4. ૧/૪ કપકાજુ કતરણ
  5. 3/4 કપગરમ દૂધ
  6. ૨-૩ ચમચી ગોળ
  7. ૧/૨ કપનારિયેળની છીણ
  8. ૩ ચમચીઘી
  9. બહાર ના લેયર માટે
  10. ૧/૨ કપચોખા નો લોટ
  11. ૨-૩ ચમચી ગોળ
  12. ૩ ચમચીનારિયેળ ની છીણ
  13. ૧.૧/૨ કપ દૂધ
  14. ૨ ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ સ્ટફ્ફિંગ માટે ખજૂર ને ગરમ દૂધ માં ૨ કલાક પલાળી ને રાખવું.હવે તેને મીક્સેર માં ક્રશ કરી લેવું.ત્યાર બાદ ગેસ પર પેન લઈ ઘી નાખી તે મિક્સરને તેમાં નાખી ને મિક્સ કરી લેવું હવે તેમાં નારિયેળ નું છીણ,બદામ કાજુ,અને ગોળ નાખી ને બરાબર મિક્સ કરી લેવું. મિક્સર પેન છોડવા લાગે ત્યારે તેને બીજા વાસણ માં કાઢી ને ઠંડુ થવા દેવું.

  2. 2

    હવે ચોખા ના લોટ ને ૩-૪ મીનીટ ગેસ પર પેન લઈ શેકી લેવો.બીજા વાસણ માં કાઢી તે પેન માં દૂધ ગરમ કરવા મૂકવું તેમાં એક ઉભરો આવે એટલે નારિયેળ નું છીણ અને ગોળ અને ઘી ઉમેરવા.

  3. 3

    થોડી વાર હલાવવું હવે તેમાં ધીમે ધીમે કરતાં ચોખા નો લોટ નાખવો સતત હલાવતા રહેવું તેમાં ગાંઠો ના પાડી જાય તેની ધ્યાન રાખવું.થોડી વાર હલાવસો એટલે એ ગાઢું થવા લાગશે હવે જ્યારે તે પેન છોડવા લાગે એટલે તેને ઉતારી ને ઠંડુ થવા દેવુ.

  4. 4

    હવે મોદક નું મોલ્ડ લઈ પહેલા ચોખાના માંથી બનાવેલો લોટ લઈ તેનું ઉપર નું લેયર બનાવવું અને પછી તેમાં જગ્યા કરી ને ખજૂર મિક્સર નાખી ને મોદક બનાવી લેવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bindiya Prajapati
પર

Similar Recipes