ઉકડીચે મોદક (Ukadiche Modak Recipe In Gujarati)

#GCR
'ઉકડીચે મોદક' એ મહારાષ્ટ્રીયન લોકો ની રેસિપિ છે. જે ખાસ ગણપતિ બાપ્પા ને ધરવામાં આવે છે. દરેક મરાઠીઓ ના ઘર માં ગણપતિ બેસાડવા માં આવે છે. અને આ ' ઉકડીચે મોદક' અચૂક બનાવવામાં આવે છે. હવે બધા લોકો પણ આ મોદક બનાવે છે. આજે મેં પણ બનાવ્યાં છે. તો ચાલો રેસિપિ જોઈ લઈએ. 😍
ઉકડીચે મોદક (Ukadiche Modak Recipe In Gujarati)
#GCR
'ઉકડીચે મોદક' એ મહારાષ્ટ્રીયન લોકો ની રેસિપિ છે. જે ખાસ ગણપતિ બાપ્પા ને ધરવામાં આવે છે. દરેક મરાઠીઓ ના ઘર માં ગણપતિ બેસાડવા માં આવે છે. અને આ ' ઉકડીચે મોદક' અચૂક બનાવવામાં આવે છે. હવે બધા લોકો પણ આ મોદક બનાવે છે. આજે મેં પણ બનાવ્યાં છે. તો ચાલો રેસિપિ જોઈ લઈએ. 😍
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ નારિયેળ ને છીણી થી છીણી લેવું. (અહીં તમે સૂકું કે લીલું કોઈ પણ નારિયેળ લઇ શકો છો.) પણ ઉકડીચે મોદક માં લીલું નારિયેળ લેવાય છે. તો એને છીણી લેવું. સૂકા મેવા ને જીણો સમારી લેવો. અહીં મેં આ વખતે થોડાં ચેન્જ માટે, સુકામેવાનો પાઉડર કરી ને લીધો છે. તમે ટુકડાં લેજો.
- 2
ગેસ પર કડાઈ માં 1. 5 ચમચી ઘી નાખવું. ઘી પીગળે એટલે એમાં નારિયેળ નું કિસ નાંખી, તેને સૉટે કરવું. હવે તેમાં સમારેલો ગોળ ઉમેરવો. સારી રીતે હલાવી ને મિક્સ થવા દેવું. ગોળ અને નારિયેળ સરસ એકરસ થઇ જાય.
- 3
- 4
હવે તેમાં ડ્રાયફ્રૂટ્સ પાઉડર / સમારેલાં ઉમેરવાં. હલાવીને તેને સરસ મિક્સ કરવું. મિશ્રણ ઘાટ્ટુ થાય, એટલે ગેસ બંધ કરવો. પછી તેમાં જાયફળ અને ઈલાયચી પાઉડર ઉમેરવો, મિક્સ કરવો. અને ઠંડુ થવા દેવું.
- 5
હવે ગેસ પર કડાઈ મૂકી તેમાં ઘી, 1 કપ દૂધ અને સવા કપ પાણી ઉમેરવું. સાથે ચપટી મીઠું એડ કરવું. બંને ને ઉકાળવું. સરસ ઉકળે એટલે તેમાં થોડો - થોડો કરીને લોટ ઉમેરતાં જવું, સાથે મિક્સ કરતાં જવું. બધો લોટ આ રીતે મિક્સ કરવો. ઢાંકીને 5 મિનિટ ધીમા તાપે બાફવાં દેવો. ગેસ બંધ કરીને, 10 મિનિટ ઢાંકીનેજ રાખવો, જેથી સ્ટીમ માં રહે.
- 6
હવે થાળી માં કાઢવું. અને હાથ માં જરીક ઘી લઈને લોટ ને સરસ રીતે મસળવો. જેથી લોટ મુલાયમ થઇ જાય. હવે એક નાની વાટકી માં 8-10 કેસર ના તાંતણા ને થોડાંક પાણી માં પલળવા મૂકવું. જેથી કેસર નો સરસ એવો રંગ પાણી માં મિક્સ થાય.
- 7
હવે ગેસ પર સ્ટીમર માં પાણી નાંખી, પાણી ને ઉકાળવું. એક પ્લેટ કે ચારણી ને તેલ થી સારી રીતે ગ્રીસ કરી લેવું. અથવા તો તમે ચાહો તો, કેળ નું પણ લઈને, તેને ગ્રીસ કરીને, લઇ શકો છો, મોદક મૂકવાં.
- 8
મોદક ના મોલ્ડ ને ઘી થી ગ્રીસ કરવું. તેમાં મસળેલો થોડોક લોટ મુકવો. લોટ ને આંગળી થી અંદર મોલ્ડ માં દબાવવું. હવે તેમાં તૈયાર કરેલું, થોડું મિશ્રણ (ગોળ, નારિયેળ, સુકામેવા) એડ કરી દબાવવું. અને પછી ઉપરથી થોડો લોટ મૂકી, કવર કરવું. મોલ્ડ ને સાવધાનીથી ખોલવું. અને ગ્રીસ કરેલી ચારણી કે પ્લેટ માં મૂકતું જવું. આ રીતે બધાજ મોદક તૈયાર કરવાં. ઉપરથી કેસર વાળું પાણી આંગળી થી મૂકવું, સાથે કેસર ના તાંતણા પણ મૂકવાં કે ચોટાડવાં.
- 9
- 10
હવે મોદક વાળી ચારણી કે પ્લેટ ને ઉકળતા પાણી પર મૂકવી. ઢાંકણ ને કપડાં થી કવર કરવું. જેથી મોદક પર પાણી ના પડે. જેથી તેનો આકાર જળવાઈ રહે. મોદક ને 10-15મિનિટ વરાળે બાફવાં દેવાં. 10-15 મીનીટ પછી બહાર કાઢી લેવાં. ફરી પાછું કેસર વાળું પાણી આંગળી થી સહેજ લગાવવું. અને ઠંડા થવા દેવાં.
- 11
ઠંડા થાય, એટલે ગણપતિ બાપ્પા ને ભોગ ધરવો. બધાંને પ્રસાદ આપવી. તો તૈયાર છે, ગણપતિ ને પ્રિય એવા, અને મહારાષ્ટ્રીયન સ્ટાઇલ માં બનાવેલ.....
"ઉકડીચે - મોદક" 😍
************************
Similar Recipes
-
રસમલાઈ મોદક (Rasmalai Modak Recipe in Gujarati)
#GCR#ગણેશચતુર્થી_21#cookpadgujarati ગણપતિ બાપ્પા મોરિયા 🙏 મોદક નું નામ આવે એટલે સૌપ્રથમ સૌને ગણપતિ બાપ્પા જરૂરથી યાદ આવે છે. ભાદરવા મહિનાની ચોથના દિવસે આપણે ગણેશ ચતુર્થી ઉજવીએ છીએ. આપણે ગણપતિ બાપ્પા નો તહેવાર ઉજવતા હોઈએ અને એમને પ્રિય એવા મોદક ન બનાવીએ તો કેમ ચાલે તો આજે મેં ગણપતિ બાપ્પા ને અતિપ્રિય એવા રસમલાઈ મોદક બનાવ્યા છે. જે એકદમ સરળતાથી ઘર માં જ રહેલી સામગ્રી માંથી સહેલાઈ થી આ મોદક બનાવી સકાય છે. અને ગણપતિ બાપ્પા ને પ્રસાદ માં ભોગ તરીકે ચઢાવી શકાય છે. Daxa Parmar -
ઉકડીચે મોદક (Ukadiche Modak Recipe In Gujarati)
#GCRઉકડીચે મોદક મહારાષ્ટ્ર ની વાનગી છે ગણપતિ ને બહુ પ્રિય છે મેં આજે પહેલી વાર બનાવી પણ બહુજ સરસ બનીછે. Shilpa Shah -
ડ્રાયફ્રૂટ મોદક (Dryfruit Modak Recipe In Gujarati)
#SGCગણપતિ બાપ્પા મોરિયાગણપતિ બાપ્પા ના પ્રીય મોદક Jigna Patel -
રાજભોગ મોદક (Rajbhog Modak Recipe In Gujarati)
#GCકઈક નવા મોદક બનાવવા હતાં તો વિચાર્યું કે પનીર પડયું છે અને મિલ્ક મેડ પણ છે તો એ બનેં ને એડ કરી મોદક બનાવ્યાં અને તેને સરસ કલર આપવા માટે તેમાં કેસર ને એડ કર્યું છે. આ મોદક ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે.મેં પહેલી વાર આ મોદક બનાવ્યાં પણ ટેસ્ટ માં ખૂબ જ સરસ બન્યાં અને મારા ઘર માં બધાને ખૂબ જ ભાવ્યા. Avani Parmar -
ઉકડીચે મોદક (Ukdiche Modak Recipe In Gujarati)
ઉકડીચે મોદક ટ્રેડિશનલ મોદક નો પ્રકાર છે જે મરાઠી લોકો ગણેશ ચતુર્થી દરમ્યાન બનાવે છે. નારિયેળ અને ગોળનું ફીલિંગ બનાવીને એને ચોખાના લોટના પડથી કવર કરવામાં આવે છે. ત્યારબાદ મોદક ને સ્ટીમ કરવામાં આવે છે. આ મોદક ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. ટ્રેડિશનલી કિનારીઓ પર ચપટી લઈને મોદક બનાવવામાં આવે છે પરંતુ એના માટે ઘણી બધી પ્રેક્ટિસની જરૂર પડે છે તો જ એકદમ પરફેક્ટ સરસ મોદક બની શકે. મોદક ના મોલ્ડ નો ઉપયોગ કરીને પણ આ મોદક બનાવી શકાય.#SGC#ATW2#TheChefStory#cookpadindia#cookpad_gu spicequeen -
ચૂરમા મોદક (Churma Modak Recipe In Gujarati)
#GCRચૂરમા મોદકગણપતિ બાપ્પા મોર્યા..મંગલમૂર્તી મોર્યા...મૂળ ગુજરાત નાં ચૂરમા લાડુ ને મોદક નાં મોલ્ડ માં ભરી ને , મોદક નો શેપ આપીને , ચૂરમા મોદક બનાવ્યા છે. Manisha Sampat -
બીટરુટ માવા મોદક(beetroot mawa modak recipe in Gujarati)
#GCગણપતિ બાપ્પા ના પ્રિય એવા મોદક ઘણી બધી રીતે બને છે.અને લાડવા અને મોદક એમના પ્રિય છે.તો આજે મેં બીટરુટ માવા મોદક બનાવ્યા છે જે ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
બીટ ના મોદક (Beetroot Modak Recipe In Gujarati)
#GCRગણપતિ બાપ્પા ને મોદક ખૂબ જ પ્રિય છે..તો બાપ્પા નાં થાળ માટે મેં બીટ નો ઉપયોગ કર્યો.બીટ દરેક બાળક ને નથી ભાવતું.. એટલે એને ખવડાવવા માટે.. મોદક બેસ્ટ ઓપ્શન છે.. બીટ લોહીમાં હિમોગ્લોબીન વધારે છે અને.. ખૂબ શક્તિ આપે છે..તો બાપ્પા ની સાથે બાળકો પણ ખુશ.. Sunita Vaghela -
મોદક(Modak Recipe In Gujarati)
#GCગણપતિ બાપ્પા માટે આ મોદક બનાવ્યા મારા સાસુ ગણપતિ મંદિરે ૧૦૦૮ મોદક નો ભોગ ધરાવતા હોય છે. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને આ એક ટ્રેડીશનલ મોદક છે. Sachi Sanket Naik -
ફ્લાવરશેપ ઉકડીનાં મોદક (FlowerShape Ukadi Modak Recipe In Guja
આપણા સૌના ગમતા ભગવાન ગણપતિ બાપ્પાનો ઉત્સવ ચાલી રહ્યો છે ત્યારે આપણે ઘરે ગણપતિને લાડુ અને મોદકનો ભોગ તો ચોક્કસ ધરાવીએ જ છીએ. આ સ્ટીમ્ડ મોદકને ઉકડીના મોદક તરીકે પણ ઓળખાય છે. ઉકડીચે મરાઠી શબ્દ છે, જેનો અર્થ થાય છે 'બાફેલા'. આ પરંપરાગત અને ક્લાસિક મહારાષ્ટ્રિયન રેસીપી છે જે સામાન્ય રીતે ગણેશ ચતુર્થીના તહેવારના પ્રથમ દિવસે ભગવાન ગણેશને અર્પણ (પ્રસાદ) તરીકે બનાવવામાં આવે છે. મોદક મીઠી વાનગી છે અને મોદક બનાવવાની ઘણી અલગ અલગ રીતો છે. આ વખતે મોદક તળીને કે માવામાંથી નહીં પણ મહારાષ્ટ્રીયન સ્ટાઇલના વરાળથી સ્ટીમ કરેલા મોદક બનાવ્યા છે. જાસૂદનું ફૂલ ગણપતિને ચડાવવામાં આવે છે. તેથી આ મોદકને જાસૂદનો આકાર અને રંગ આપીને તેને અલગ લૂક આપ્યો છે.#GCR#modak#steamedmodak#ukadichemodak#prasad#nomnom#sweet#homechef#flowershapemodak#cookpadgujrati#cookpadindia Mamta Pandya -
માવા ડ્રાય ફ્રુટ મોદક (Mawa dryfruit modak recipe in gujarati)
#GCબાપ્પા ના પ્રસાદ માટે હેલ્ધી ખાંડ ફ્રી ન્યુટ્રીશન થી ભરપુર ઇન્સ્ટન્ટ માવા મોદક. Harita Mendha -
કોકોનટ મોદક(coconut modak recipe in Gujarati)
#GCગણપતિ દાદા ના આગમન ની સૌ કોઈ રાહ જોતું જ હોઈ છે. મારા ઘરે ગણપતિ સ્થાપના હોવાથી દાદા ને ભાવતી અને મારા ઘર માં પણ ભાવતા એવા ઇન્સ્ટન્ટ કોકોનટ મોદક ની રેસીપી જોઈએ. હવે તો મોદક માં પણ અનેક ફ્લેવર બનાવામાં આવે છે. તો આજે બનાવ્યા છે પ્રસાદ માં ગણેશ પ્રિય કોકોનટ મોદક... Krishna Kholiya -
-
સ્ટફ માવા કેસર મોદક(stuff mava modak recipe in gujarati)
#Gc (મારાં આંગણે છેલ્લા લગભગ 22 વર્ષ થી ધામ ધૂમ થી ગણપતિ કરવા માં આવે છે પણ આ વર્ષે સંજોગો ને અનુલક્ષી ને ઘર માં નાના મજાના ગણપતિ લાવ્યા છીએ એના ભોગ માટે મેં આજે સ્ટફ માવા કેસર મોદક બનાવ્યા છે ) Dhara Raychura Vithlani -
મોદક (modak recipe in Gujarati)
#GCR#foodfirlife1527#cookpad મોદક (ઉકાડીચે મોદક) ઓથેન્ટીક ક્લાસિક મહારાષ્ટ્રીયન મીઠાઈ જે ભગવાન ગણપતિને ઉત્સવના પ્રથમ દિવસે એટલે કે ગણેશ ચતુર્થીના દિવસે પ્રસાદના રુપે ધરવામાં આવે છે. ઓથેન્ટીક મોદક ગોળ, કોકોનટ અને ચોખાના લોટમાંથી બને છે. આજે મે કોઇપણ જાતના ઇનોવેશન વગર પ્યોર રેસીપી ટ્રાય કરી. પ્રસાદ હોય એટલે સરસ જ બને. Sonal Suva -
અંજીર ખજૂર મોદક (Anjeer Khajoor Modak Recipe In Gujarati)
#GCRઆજે બાપ્પા માટે અંજીર ખજૂર મોદક બનાવ્યા Deepa Patel -
મીઠા પુડલા (Sweet Pudala Recipe in Gujarati) (Jain)
#FFC8#week8#મીઠા_પુડલા#sweet#traditional#wheatflour#jaggery#Ghee#milk મારા દાદી ની આ પ્રિય વાનગી હતી. જ્યારે પણ તેમને ગળ્યું ખાવાનું મન થાય ત્યારે મીઠા પુડલા યાદ આવી જતા કારણ કે આ વાનગી ઘરમાં પડેલી સામગ્રીથી બધું જાય છે. તે ખુબ ઓછા સમયમાં ફટાફટ તૈયાર થઇ જાય છે અને તે ગરમાગરમ ખાવાની તો મજા આવે છે. Shweta Shah -
ચોખા ના લોટ ના મોદક (Rice Flour Modak Recipe In Gujarati)
આજે ધરો આઠમ છે,આજે રાધાષ્ટમી છે,અને ગણપતિ બાપ્પા પણ બિરાજમાન છે..તો એ નિમિત્તે ચોખાના લોટ ના મોદકબનાવ્યા છે..🙏🌹એકદમ ટ્રેડિશનલ રીત થી બનાવ્યા છે.. Sangita Vyas -
ઓરિઓ મોદક (Oreo Modak Recipe In Gujarati)
#GCR ગણેશચતુર્થી નો તહેવાર આખા દેશ માં ઉજવાય રહ્યો છે તેમાં ગણેશજી ના પ્રિય મોદક ઘરે ઘર બને છે.. બધા અલગ અલગ વેરાઈટી ના મોદક નો પ્રસાદ બનાવે છે મેં આજે ગેસ ની મદદ કર્યા વગર મોદક બનાવ્યા છે જે ખૂબ જ ઓછા સમય માં અને ઓછી સામગ્રી થી બની જાય છે. Aanal Avashiya Chhaya -
ચોકલેટ સ્ટફ કોકોનટ મોદક (Chocolate Stuffed Coconut Modak Recipe In Gujarati)
#GCRગણપતિજીને મોદક અતિ પ્રિય છે.આજે મે ચોકલેટ સ્ટફ કોકોનટ મોદક બનાવ્યા છે.આ મોદક નાના બાળકો થી લઈને મોટા લોકો સુધી બધા ને ભાવશે.આ મોદક ના ભોગ થી બાપ્પા પણ બહુ ખુશ થઈ જશે. megha sheth -
સ્ટફ મોદક (stuff Modak Recipe In Gujarati)
#GCઆ મહારાષ્ટ્રની પરંપરાગત વાનગી છે મહારાષ્ટ્રમાં બધાના ઘરે આ મોદક ખાસ બનાવવામાં આવે છે(ઉકડે ચે મોદક) Dipti Patel -
મોદક (Modak Recipe In Gujarati)
#GC ગણપતિ બાપા ને પ્રિય એવા મોદક , પ્રસાદ માટે ઘરે જલ્દી બની જાય ખૂબ જ ઓછી સામગ્રી માં થી ત્યાર થતાં મોદક Khushbu Sonpal -
ખજૂર સ્ટફ મોદક(khajur stuff modak recipe in gujarati)
#GCચોખા ના લોટ માંથી અને સ્ટીમ વગર બનતા આં મોદક ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે. Bindiya Prajapati -
-
કેસર માવા મોદક (Kesar Mava Modak Recipe In Gujarati)
#GCRઅત્યારે બધા ના ઘરો માં અલગ અલગ વેરાયટી ના મોદક બનતા હોય છે. હું પણ મારા ઘરે આ એક વેરાયટી ના કરી છું પ્રસાદ માટે. Kunti Naik -
ચુરમા લાડુ અને ઉકડી મોદક (Churma Ladoo Ukadi Modak Recipe In Gujarati)
#GCR#Cookpadindia#Cookpadgujarati ગણેશ ચતુર્થી કે ગણેશ ચોથનો તહેવાર વિક્રમ સંવતની ભાદરવા સુદ ચોથનાં રોજ મનાવવામાં આવે છે.આ શુભ દિવસે ગણેશજીનો જન્મદિવસ મનાવવામાં આવે છે.આ તહેવાર 10 દિવસ મનાવવામાં આવે છે. જે અનંત ચતુર્થીનાં દિવસે પુર્ણ થાય છે.આ 10 દિવસ દરમ્યાન બાપાને અલગ અલગ પ્રકારની મિઠાઈ બનાવી પ્રસાદ રૂપે ચઢાવવામાં આવે છે. આજે મેં પણ અહીં ટ્રેડિશનલ ચુરમા લાડુ અને ઉકડી મોદક બનાવી ગણપતિ બાપાની થાળી તૈયાર કરી છે. ચુરમા લાડુ અને ઉકડી મોદક સાથે ગણપતિ બાપાની થાળી(Traditionaldish) Vaishali Thaker -
સુજી નાળિયેર ના મોદક (Sooji Nariyal Modak Recipe In Gujarati)
#SGCબાપ્પા માટે નીત નવા મોદક અને લાડુ ધરાવાય છે..એમાં મેં આજે સુજી નાળિયેર ના મોદક બનાવીનેબાપ્પા ને રીઝવવાનો પૂરા ભક્તિભાવ પૂર્વક પ્રયાસ કર્યો છે..🙏🙏 Sangita Vyas -
ઉકડીચે મોદક (Ukdiche Modak Recipe In Gujarati)
#SGC ગણેશ ચતુર્થી રેસીપી આજે મે પહેલી વાર ઉકડીચે મોદક બનાવ્યા છે. આ માપ થી પહેલી વાર માં જ પરફેક્ટ મોદક બન્યા છે. ચોખા નાં લોટ નું ખીચુ બનાવી મસાલો ભરીને વરાળ માં બાફી ને બનાવવામાં આવે છે. તો ચાલો સહેલાઇ થી બની જતા સ્વાદિષ્ટ મોદક બનાવીએ. Dipika Bhalla -
વ્હાઈટ એન્ડ ડાર્ક ચોકલેટ ડ્રાયફ્રુટ મોદક (White Dark Chocolate Dryfruit Modak Recipe In Gujarati)
#SGC(ગણેશ ચતુર્થી આવી એટલે લોકો ગણપતિ બાપા ના લાડવા તો અચૂક બનાવતા હોય છે, પણ આ ગણેશ ચતુર્થી દરેક લોકો અલગ અલગ પ્રકારના મોદક બનાવી ગણપતિ બાપા ને પ્રસાદ માં મૂકે છે.) Rachana Sagala -
અંજીર વેઢમી (Anjeer Vedhmi Recipe In Gujarati)
#TT1#GCRબાપ્પા ને આજે મે અંજીર વેઢમી નો પ્રસાદ ધરાવ્યોગણપતિ બાપા મોરયા 🙏🏼🙏🏼 Deepa Patel
More Recipes
ટિપ્પણીઓ (6)