ઉકડીચે (કણકી) મોદક (Ukdiche (kanki) Modak recipe in Gujarati)

#GC ગણપતિ ચોથ અને હમણા ના માહોલ ની રીતે ઘરે જ ગણપતિ બાપાની પૂજા સાથે ઘરે જ મોદક બનાવી લીધા અને પૂણેમાં તો આમ પણ ઘરે ઘરે ગણપતિબાપાની સ્થાપના થતી જ હોય છે, દોઢ દિવસ, પાંચ દિવસ માટે, અને ઘરમાં જ વિસજૅન પણ કરતા જ હોય છે, પૂણે મા જ ઉકડી ( કણકી ) ચોખા ના લોટ વડે આ મોદક બનાવવામાં આવે છે, ચોખા ના લોટમાંથી અને સ્ટફીગમા કોપરૂ, ગોળ અને ડ્રાયફ્રૂટ પાઉડર વડે પરંપરાગત રીતે સ્ટીમ કરી ને બનાવવામાં આવે છે, ઉપર થી ઘી રેડીને ધરાવવામાં આવે છે મને ખૂબ જ ભાવે છે, તો પહેલી વાર બનાવી જોયા મહેનત લાગે છે પણ સરસ લાગે એટલે બનાવ્યા
ઉકડીચે (કણકી) મોદક (Ukdiche (kanki) Modak recipe in Gujarati)
#GC ગણપતિ ચોથ અને હમણા ના માહોલ ની રીતે ઘરે જ ગણપતિ બાપાની પૂજા સાથે ઘરે જ મોદક બનાવી લીધા અને પૂણેમાં તો આમ પણ ઘરે ઘરે ગણપતિબાપાની સ્થાપના થતી જ હોય છે, દોઢ દિવસ, પાંચ દિવસ માટે, અને ઘરમાં જ વિસજૅન પણ કરતા જ હોય છે, પૂણે મા જ ઉકડી ( કણકી ) ચોખા ના લોટ વડે આ મોદક બનાવવામાં આવે છે, ચોખા ના લોટમાંથી અને સ્ટફીગમા કોપરૂ, ગોળ અને ડ્રાયફ્રૂટ પાઉડર વડે પરંપરાગત રીતે સ્ટીમ કરી ને બનાવવામાં આવે છે, ઉપર થી ઘી રેડીને ધરાવવામાં આવે છે મને ખૂબ જ ભાવે છે, તો પહેલી વાર બનાવી જોયા મહેનત લાગે છે પણ સરસ લાગે એટલે બનાવ્યા
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેનમાં 2 ચમચી ઘી લો, પછી કોપરુ સાતળો પછી બદામ કાજુને ક્રશ કરી લો અને એણે પણ ઉમેરો, ઇલાયચી પાઉડર ઉમેરો બરાબર મિક્સ કરો, પાંચ મિનિટ થવા દો પછી ગોળ ઉમેરો બરાબર હલાવીને મિક્સ કરો 5 મિનિટ ઢાંકણ ઢાંકી ને થવા દો પછી ગેસ બંધ કરી ને ઠંડુ પડવા દો
- 2
એક વાસણમાં પાણી લો,એમા 2 ચમચી ઘી ઉમેરો, પીગળી ને મિક્સ થાય એટલે ચોખા નો લોટ ઉમેરો બરાબર હલાવીને મિક્સ કરો, ધીમા તાપે હલાવતા રહો, લોટ મિક્સ થવા દો પછી ઢાંકણ ઢાંકી ને 10 મીનિટ રહેવા દો,પછી એણે એક ડીશ મા કાઢી લો હૂંફાળું થાય પછી ઘી અને પાણી ના હાથ કરીને બરાબર લોટ મસળી લો
- 3
પછી લુવા પાડો બરાબર મસળીને હથેળી વડે પૂરી તૈયાર કરો, એમા સ્ટફીગ ભરો વાળો મોદકનો આકાર આપો પછી કાકા વાળી ડીસમા કૂકરમા પાણી લઈને સ્ટીમ થવા દો। 10 મિનિટ પછી એના ઉપર ઘી રેડીને પ્રસાદી મા મુકો
- 4
ખાસ નોંધ :- ચોખાનો લોટ બાફતી વખતે મીઠું ઉમેરો તો ચાલે જો ઉમેરવું હોય તો, બીબા મા ભરીને બનાવો તો એક સરખો આકાર આવી શકે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઉકડીચે મોદક (Ukdiche Modak Recipe In Gujarati)
ઉકડીચે મોદક ટ્રેડિશનલ મોદક નો પ્રકાર છે જે મરાઠી લોકો ગણેશ ચતુર્થી દરમ્યાન બનાવે છે. નારિયેળ અને ગોળનું ફીલિંગ બનાવીને એને ચોખાના લોટના પડથી કવર કરવામાં આવે છે. ત્યારબાદ મોદક ને સ્ટીમ કરવામાં આવે છે. આ મોદક ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. ટ્રેડિશનલી કિનારીઓ પર ચપટી લઈને મોદક બનાવવામાં આવે છે પરંતુ એના માટે ઘણી બધી પ્રેક્ટિસની જરૂર પડે છે તો જ એકદમ પરફેક્ટ સરસ મોદક બની શકે. મોદક ના મોલ્ડ નો ઉપયોગ કરીને પણ આ મોદક બનાવી શકાય.#SGC#ATW2#TheChefStory#cookpadindia#cookpad_gu spicequeen -
ઉકડીચે મોદક (Ukadiche Modak Recipe In Gujarati)
#GCR 'ઉકડીચે મોદક' એ મહારાષ્ટ્રીયન લોકો ની રેસિપિ છે. જે ખાસ ગણપતિ બાપ્પા ને ધરવામાં આવે છે. દરેક મરાઠીઓ ના ઘર માં ગણપતિ બેસાડવા માં આવે છે. અને આ ' ઉકડીચે મોદક' અચૂક બનાવવામાં આવે છે. હવે બધા લોકો પણ આ મોદક બનાવે છે. આજે મેં પણ બનાવ્યાં છે. તો ચાલો રેસિપિ જોઈ લઈએ. 😍 Asha Galiyal -
ગુલકંદ મોદક અને ચોકલેટ મોદક(modak recipe in gujarati)
#GCગણપતિ બાપા ને તો કોઈ પણ ભોગ ધરાવીએ તો ગણપતિ બાપા ને તો પસંદ આવે જ છે પણ મોદક એમનો ફૅવરિટ હોય છે બે ટેસ્ટમાં બનાવવા પ્રયત્ન કર્યો અને ખુબ જ સરસ પ્રયત્ન રહ્યો Khushboo Vora -
સ્ટફ મોદક (stuff Modak Recipe In Gujarati)
#GCઆ મહારાષ્ટ્રની પરંપરાગત વાનગી છે મહારાષ્ટ્રમાં બધાના ઘરે આ મોદક ખાસ બનાવવામાં આવે છે(ઉકડે ચે મોદક) Dipti Patel -
મોદક (modak recipe in Gujarati)
#GCR#foodfirlife1527#cookpad મોદક (ઉકાડીચે મોદક) ઓથેન્ટીક ક્લાસિક મહારાષ્ટ્રીયન મીઠાઈ જે ભગવાન ગણપતિને ઉત્સવના પ્રથમ દિવસે એટલે કે ગણેશ ચતુર્થીના દિવસે પ્રસાદના રુપે ધરવામાં આવે છે. ઓથેન્ટીક મોદક ગોળ, કોકોનટ અને ચોખાના લોટમાંથી બને છે. આજે મે કોઇપણ જાતના ઇનોવેશન વગર પ્યોર રેસીપી ટ્રાય કરી. પ્રસાદ હોય એટલે સરસ જ બને. Sonal Suva -
બેસન ડ્રાયફ્રૂટ મોદક (Besan Dryfruit Modak Recipe In Gujarati)
#SGC #ATW2 #TheChefStory આ મોદક ચણા ના લોટ મા ડ્રાયફ્રૂટ પાઉડર અને મિલ્ક પાઉડર વડે બનાવેલ છે, આ ગણપતિ બાપાની પ્રિય વાનગી મોદક ઘણી બધી રીતે બનાવવામા આવે છે Nidhi Desai -
બીટરુટ માવા મોદક(beetroot mawa modak recipe in Gujarati)
#GCગણપતિ બાપ્પા ના પ્રિય એવા મોદક ઘણી બધી રીતે બને છે.અને લાડવા અને મોદક એમના પ્રિય છે.તો આજે મેં બીટરુટ માવા મોદક બનાવ્યા છે જે ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
ઉકઙીચે મોદક(ચોખાના લોટના મોદક)(modak recipe in gujarati)
#GC મહારાષ્ટ્રીયન લોકોની સ્પેશિયલ મોદક વાનગી એટલે ઉકઙીચે મોદક જે દરેક મહારાષ્ટ્રીયન લોકોના ધરે ગણેશ ચતુર્થીમા બનતા જ હોય છે અને ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે અને મરાઠી લોકોને નાનાથી મોટા બધાને જ ભાવે છે તો ચાલો વાનગીની પધ્દતી જોઇએ. Nikita Sane -
મોદક(Modak Recipe In Gujarati)
#GCગણપતિ બાપ્પા માટે આ મોદક બનાવ્યા મારા સાસુ ગણપતિ મંદિરે ૧૦૦૮ મોદક નો ભોગ ધરાવતા હોય છે. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને આ એક ટ્રેડીશનલ મોદક છે. Sachi Sanket Naik -
ખજૂર સ્ટફ મોદક(khajur stuff modak recipe in gujarati)
#GCચોખા ના લોટ માંથી અને સ્ટીમ વગર બનતા આં મોદક ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે. Bindiya Prajapati -
ઉકડીનાં મોદક (Ukdi Modak Recipe In Gujarati)
#RC2#Cookpadindia#Cookpadgujrati-steamed Modak Ganpati bappa prasad) યજુર્વેદમાં ગણેશજીને બ્રહમાંડનાં કર્તા-ધર્તા માનવામાં આવ્યા છે. તેમનાં હાથમાં મોદક બ્રહમાંડનું સ્વરુપ છે, જેને ગણેશજી એ ધારણ કર્યું છે. મોદક નો અર્થ આનંદ આપનાર. ગણપતિ બાપાને મોદક ખુબ પ્રિય છે. એટલે જ જયારે પણ ગણેશજી ને પ્રસાદ ધરાવાની વાત આવે ત્યારે મોદક નું નામ મોખરે હોય છે. ગણેશજી નાં એક હાથમાં મોદક ચોકક્સ દેખાય છે. આપણે જાણીએ છીએ કે ગણેશજી નો એક દાંત તૂટેલો છે, માટે તે એકદંત કહેવાય છે. મોદક ખાવામાં સોફ્ટ હોય છે, માટે દાંત તુટેલ હોવા છતાં તેને સરળતાથી ખાઈ શકે છે. આ કારણે ગણેશજી ને મોદક અત્યંત પસંદ છે. મોદકને શુધ્ધ લોટ,(ચોખા,ઘહું) ઘી,ગોળ અને કોકોનટ થી બનાવવામાં આવે છે. સ્વાસ્થ્ય માટે મોદક ઘણાં જ ગુણકારી હોયછે. આ જ કારણથી તેને અમૃતમુલ્ય માનવામાં આવેછે. Vaishali Thaker -
ફ્લાવરશેપ ઉકડીનાં મોદક (FlowerShape Ukadi Modak Recipe In Guja
આપણા સૌના ગમતા ભગવાન ગણપતિ બાપ્પાનો ઉત્સવ ચાલી રહ્યો છે ત્યારે આપણે ઘરે ગણપતિને લાડુ અને મોદકનો ભોગ તો ચોક્કસ ધરાવીએ જ છીએ. આ સ્ટીમ્ડ મોદકને ઉકડીના મોદક તરીકે પણ ઓળખાય છે. ઉકડીચે મરાઠી શબ્દ છે, જેનો અર્થ થાય છે 'બાફેલા'. આ પરંપરાગત અને ક્લાસિક મહારાષ્ટ્રિયન રેસીપી છે જે સામાન્ય રીતે ગણેશ ચતુર્થીના તહેવારના પ્રથમ દિવસે ભગવાન ગણેશને અર્પણ (પ્રસાદ) તરીકે બનાવવામાં આવે છે. મોદક મીઠી વાનગી છે અને મોદક બનાવવાની ઘણી અલગ અલગ રીતો છે. આ વખતે મોદક તળીને કે માવામાંથી નહીં પણ મહારાષ્ટ્રીયન સ્ટાઇલના વરાળથી સ્ટીમ કરેલા મોદક બનાવ્યા છે. જાસૂદનું ફૂલ ગણપતિને ચડાવવામાં આવે છે. તેથી આ મોદકને જાસૂદનો આકાર અને રંગ આપીને તેને અલગ લૂક આપ્યો છે.#GCR#modak#steamedmodak#ukadichemodak#prasad#nomnom#sweet#homechef#flowershapemodak#cookpadgujrati#cookpadindia Mamta Pandya -
ડ્રાયફ્રૂટ મોદક (Dryfruit Modak Recipe In Gujarati)
#SJRગણેશ ચતુર્થી સ્પેશ્યલ મોદકગણેશ ચતુર્થી હોય એટલે મારી ઘરે મોદક, ગોળ નાં લાડુ તો બને જ છે તો ચાલો... Arpita Shah -
ચુરમા લાડુ અને ઉકડી મોદક (Churma Ladoo Ukadi Modak Recipe In Gujarati)
#GCR#Cookpadindia#Cookpadgujarati ગણેશ ચતુર્થી કે ગણેશ ચોથનો તહેવાર વિક્રમ સંવતની ભાદરવા સુદ ચોથનાં રોજ મનાવવામાં આવે છે.આ શુભ દિવસે ગણેશજીનો જન્મદિવસ મનાવવામાં આવે છે.આ તહેવાર 10 દિવસ મનાવવામાં આવે છે. જે અનંત ચતુર્થીનાં દિવસે પુર્ણ થાય છે.આ 10 દિવસ દરમ્યાન બાપાને અલગ અલગ પ્રકારની મિઠાઈ બનાવી પ્રસાદ રૂપે ચઢાવવામાં આવે છે. આજે મેં પણ અહીં ટ્રેડિશનલ ચુરમા લાડુ અને ઉકડી મોદક બનાવી ગણપતિ બાપાની થાળી તૈયાર કરી છે. ચુરમા લાડુ અને ઉકડી મોદક સાથે ગણપતિ બાપાની થાળી(Traditionaldish) Vaishali Thaker -
ફરાળી કોકોનટ મોદક(farali coconut modak recipe in gujarati)
ફરાળી કોકોનટ મોદક#ઉપવાસ# આઇલવકુકિંગ#માઇઇબુક#સુપરશેફ૩#વિક૩કોપરાની બરફી એ નાના-મોટા લગભગ બધાની જ પ્રિય મીઠાઈ છે. આપણે ત્યાં પ્રસંગ હોય કે પૂજા, ભગવાનને ચડાવવા માટે કોપરા પાક અવારનવાર બને છે. તે ટેસ્ટી તો લાગે જ છે પણ સાથે સાથે બનાવવામાં પણ ઘણો સરળ છે. તમે કોપરા પાકમાં સૂકા નારિયેળનું છીણ વાપરી શકો છો, ફ્રેશ કોપરાનું છીણ પણ વાપરી શકાય. તમે જો છીણ ફ્રીઝ કરતા હોવ તો તે પણ મીઠાઈ બનાવવામાં વાપરી શકાય Nidhi Jay Vinda -
ઉકડીચે મોદક (Ukdiche Modak Recipe In Gujarati)
#SGC ગણેશ ચતુર્થી રેસીપી આજે મે પહેલી વાર ઉકડીચે મોદક બનાવ્યા છે. આ માપ થી પહેલી વાર માં જ પરફેક્ટ મોદક બન્યા છે. ચોખા નાં લોટ નું ખીચુ બનાવી મસાલો ભરીને વરાળ માં બાફી ને બનાવવામાં આવે છે. તો ચાલો સહેલાઇ થી બની જતા સ્વાદિષ્ટ મોદક બનાવીએ. Dipika Bhalla -
ડ્રાયફ્રુટ મોદક (Dryfruit Modak Recipe In Gujarati)
મોદક એ ગણેશ ચતુર્થી ના ઉત્સવ દરમિયાન બનાવવામાં આવતો એક પ્રસાદ નો પ્રકાર છે. પરંપરાગત રીતે નારિયેળ અને ગોળના ફિલિંગ નો ઉપયોગ કરીને ચોખાના લોટના પડમાં ભરીને પછી એને બાફીને મોદક બનાવવામાં આવે છે, પરંતુ હવે અલગ અલગ જાતના ઘણા પ્રકારના મોદક બનાવવામાં આવે છે. મેં અહીંયા ડ્રાયફ્રૂટ્સનો ઉપયોગ કરીને મોદક બનાવ્યા છે જેમાં બિલકુલ ખાંડ કે ગોળનો ઉપયોગ કર્યો નથી. આ મોદક ખાંડ વાળા લોકો અથવા તો ડાયટિંગ કરતા લોકો પણ આરામથી ખાઈ શકે છે. આ એક હેલ્ધી અને ટેસ્ટી મોદક નો પ્રકાર છે જે ખૂબ જ ઝડપથી અને સરળતાથી બની જાય છે.#SGC#ATW2#TheChefStory#cookpadindia#cookpad_gu spicequeen -
ડ્રાયફ્રૂટ મોદક (Dryfruit Modak Recipe In Gujarati)
#SGCગણપતિ બાપ્પા મોરિયાગણપતિ બાપ્પા ના પ્રીય મોદક Jigna Patel -
ઈન્સટન્ટ માવા મોદક (Instant Mawa Modak recipe in Gujarati)
#GC ગણપતિ ચોથમાં લાડુ, મોદક ધરાવવામાં આવે છે, આ વખતે તો બહાર જવાની શક્યતા ન હતી તો જાતે જ માવા વાળા મોદક જાતે જ ઘરે બનાવ્યા ઓછી સામગ્રી મા ઝડપથી તૈયાર થઈ ગયા આજની વાનગી ઈન્સટન્ટ માવા મોદક જે ઝડપથી બની સાથે યમી પણ બની . Nidhi Desai -
ઉકડીચે મોદક (Ukadiche Modak Recipe In Gujarati)
#GCRઉકડીચે મોદક મહારાષ્ટ્ર ની વાનગી છે ગણપતિ ને બહુ પ્રિય છે મેં આજે પહેલી વાર બનાવી પણ બહુજ સરસ બનીછે. Shilpa Shah -
કોકોનટ મોદક(coconut modak recipe in Gujarati)
#GCગણપતિ દાદા ના આગમન ની સૌ કોઈ રાહ જોતું જ હોઈ છે. મારા ઘરે ગણપતિ સ્થાપના હોવાથી દાદા ને ભાવતી અને મારા ઘર માં પણ ભાવતા એવા ઇન્સ્ટન્ટ કોકોનટ મોદક ની રેસીપી જોઈએ. હવે તો મોદક માં પણ અનેક ફ્લેવર બનાવામાં આવે છે. તો આજે બનાવ્યા છે પ્રસાદ માં ગણેશ પ્રિય કોકોનટ મોદક... Krishna Kholiya -
ચોકલેટ મોદક (Chocolate Modak Recipe In Gujarati)
#gc (આ ખૂબ જ સરળતાથી બનતા મોદક છે. આમ તો મોદક ચોખાના લોટ અને કોપરું ના બનાવવામાં આવે છે. અથવા માવા ના બને છે. પણ આજે મે એને ખુબજ સરળ રીતે બનાવ્યા છે જે નાના બાળકો પણ બનાવી શકે છે અને તેમાં પણ ચોકલેટ મોદક હોય તો બાળકોને પસંદ આવે જ છે .આ નોન કુક મોદક છે. આ મોદક બનાવવા મા સરળ અને ખાવામાં સરસ એવા મોદક છે. સમયનો અભાવ હોય તો માત્ર પાંચ જ મિનિટમાં બની જતા આ મોદક ફટાફટ બનાવી શ્રીજી ને ભોગ ધરો.) Vaidarbhi Umesh Parekh -
મોદક (Modak Recipe In Gujarati)
#GC ગણપતિ બાપા ને પ્રિય એવા મોદક , પ્રસાદ માટે ઘરે જલ્દી બની જાય ખૂબ જ ઓછી સામગ્રી માં થી ત્યાર થતાં મોદક Khushbu Sonpal -
મોદક(modak recipe in gujarati)
ભાખરી ચુરમા મોદક..#GC#cookwellchefઘણા ઘરોમાં આજ સુધી એવા રિવાજ હોય છે કે ગણેશ ચતુર્થીના દિવસે તો ભાખરીના જ લાડુ ધરાવાય છે તો આજે અહીં એટલે જ મેં ભાખરી ચુરમાના મોદક બનાવ્યા છે જે ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે ગણેશજીના પ્રિય છે Nidhi Jay Vinda -
ઓરિયો મોદક (Oreo Modak Recipe In Gujarati)
#GCR#Ganash chaturthi special ગણપતિ ના ભોગ પ્રસાદ મા વિવિધ પ્રકાર ના મોદક બનાવાય છે મેને ઓરિયો બિસ્કિટ થી મોદક બનાયા છે ,ઈન્ટેટ બની જાય છે અને લુક પણ સારા લાગે છે Saroj Shah -
ભાખરી ના મોદક (Bhakhari na Modak Recipe In Gujarati)
#GC ગણેશજી માટે જ્યારે પણ મોદક બનાવવાનું થાય તો સૌથી પહેલા આપણા ટ્રેડિશનલ સ્ટાઇલમાં મોદક યાદ આવે જેમ કે ઘઉંના લોટના મોદક, લીલા નાળિયેર ના મોદક, બુંદીના મોદક, બેસનના મોદક તો આજે મેં ભાખરી માથી ગણેશજી માટે મોદક બનાવેલ છે . !!! ગણપતિ બાપા મોરિયા 🙏!!! Bansi Kotecha -
-
વ્હાઈટ એન્ડ ડાર્ક ચોકલેટ ડ્રાયફ્રુટ મોદક (White Dark Chocolate Dryfruit Modak Recipe In Gujarati)
#SGC(ગણેશ ચતુર્થી આવી એટલે લોકો ગણપતિ બાપા ના લાડવા તો અચૂક બનાવતા હોય છે, પણ આ ગણેશ ચતુર્થી દરેક લોકો અલગ અલગ પ્રકારના મોદક બનાવી ગણપતિ બાપા ને પ્રસાદ માં મૂકે છે.) Rachana Sagala -
ચોખા ના લોટ ના મોદક (Rice Flour Modak Recipe In Gujarati)
આજે ધરો આઠમ છે,આજે રાધાષ્ટમી છે,અને ગણપતિ બાપ્પા પણ બિરાજમાન છે..તો એ નિમિત્તે ચોખાના લોટ ના મોદકબનાવ્યા છે..🙏🌹એકદમ ટ્રેડિશનલ રીત થી બનાવ્યા છે.. Sangita Vyas -
નારિયેળ મોદક (Coconut Modak Recipe In Gujarati)
ગણપતિ બાપાને રોજ જુદા-જુદા ફ્લેવરનાં મોદક ધરવા એવું નક્કી કર્યું છે. કુકપેડ માંથી નવી રેસિપી શીખીને ટ્રાય કરવાનો આનંદ પણ અનેરો છે. Dr. Pushpa Dixit
More Recipes
ટિપ્પણીઓ (2)