નારિયેળ ની ચટણી (Coconut Chutney Recipe in gujarati)

Nidhi Desai
Nidhi Desai @nidhidesai_29

નારિયેળ ની ચટણી સાઉથ માં લગભગ બધી જ ડીશ જોડે સર્વ થાય છે. એ લોકો ઉપમા જોડે પણ આ ચટણી ખાય છે. બ્રેકફાસ્ટ માં તો ઈડલી ચટણી કે અપ્પમ ચટણી કે ઢોંસા ચટણી ખાય છે. એ આ જ ચટણી હોય છે. એકદમ વર્સેટાઇલ છે બધા જોડે કોમ્બિનેશન માં સરસ લાગે.
#સાઉથ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5 મિનિટ
1 કપ
  1. 2 કપછીણેલું નારિયેળ
  2. 1 નંગમોટું લીલું મરચું
  3. 2 ટેબલ સ્પૂનદાળિયા
  4. સ્વાદાનુસારમીઠું સ્વાદ મુજબ
  5. 1 ટેબલ સ્પૂનદહીં
  6. 1 નંગનાનો ટુકડો આદુ
  7. 1 ચમચીકોથમીર (ઓપ્શનલ)
  8. જરૂર મુજબપાણી
  9. વઘાર માટે
  10. 1 ટી સ્પૂનતેલ
  11. 1/2 ટી સ્પૂનરાઈ
  12. 1/2 ટી સ્પૂનજીરું
  13. 1/4 ટી સ્પૂનઅડદ ની દાળ
  14. 1/2 ટી સ્પૂનચણા ની દાળ
  15. 4-5 નંગલીમડા ના પાન
  16. 1 નંગલાલ મરચું

રાંધવાની સૂચનાઓ

5 મિનિટ
  1. 1

    ચટણી બનાવવા માટે ની બધી જ વસ્તુઓ 1 મિક્સર જાર માં લઈ લો. જરૂર મુજબ પાણી ઉમેરી ક્રશ કરી લો અને ચટણી બનાવી લો. એકદમ ફાઇન ક્રશ કરવું. ચટણી ને 1 વાટકા માં કાઢી લો.

  2. 2

    હવે આપણે ચટણી માટે વઘાર કરીશું. 1 નાના પેન માં તેલ લો. ગરમ થાય એટલે તેમાં રાઈ ઉમેરો. રાઈ તતળે એટલે જીરું, અડદ ની દાળ, ચણા ની દાળ, લીમડા ના પાન અને સૂકું લાલ મરચું ઉમેરો. દાળ શેકાઈ જાય એટલે વઘાર ચટણી પર રેડી દો. તૈયાર છે સાઉથ ઈન્ડિયન નારિયેળ ની ચટણી બધી જ સાઉથ ઈન્ડિયન ડીશ જોડે સર્વ કરવા માં આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nidhi Desai
Nidhi Desai @nidhidesai_29
પર

ટિપ્પણીઓ

Similar Recipes