ઢોસા વિથ સાંભર ને ચટણી (Dosa Sambhar & chutney Recipe In Gujarati)

Usha Bhatt
Usha Bhatt @cook_17479854

ચોખા ભાત ની રેસીપી છે એટલે ચોખા તો હોય જ ને સાઉથઈંડિયન તો લગભગ બધાને ભાવતી જ હોય તો તે ને મેં મારી રીતે ને મારા ઘરના ટેસ્ટ ની બનાવી છે તો તેની રીત પણ જાણી લો

ઢોસા વિથ સાંભર ને ચટણી (Dosa Sambhar & chutney Recipe In Gujarati)

3 કમેન્ટ્સ કરેલ છે

ચોખા ભાત ની રેસીપી છે એટલે ચોખા તો હોય જ ને સાઉથઈંડિયન તો લગભગ બધાને ભાવતી જ હોય તો તે ને મેં મારી રીતે ને મારા ઘરના ટેસ્ટ ની બનાવી છે તો તેની રીત પણ જાણી લો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 3 વાટકીચોખા
  2. 1 વાટકીઅડદની દાળ
  3. સાંભાર માટે
  4. 1 કપતુવેરની દાળ
  5. ટુકડોઆદુ નાનો
  6. 3મરચાં
  7. 1 ચમચીહરદર
  8. 1 ચમચીધાણાજીરું
  9. 1 ચમચીસાંભાર મશાલો
  10. નમક સ્વાદ મુજબ
  11. વઘાર માટે
  12. 1 ચમચીતેલ
  13. 1 ચમચીરાઈ
  14. 1 ચમચીજીરું
  15. 3-4મીઠો લીમડાના પાન
  16. ચપટીહિંગ
  17. 1સૂકું લાલ મરચું
  18. ચટણી માટે
  19. 2 ચમચીચના ની ને અડદની દાળ
  20. 2 ચમચીદાળિયા ની દાળ
  21. 2 ચમચીસૂકું કોપરું છીણેલું
  22. ચટણી ના વઘાર માટે
  23. 1 ચમચીતેલ
  24. 1 ચમચીજીરું
  25. 3-4મીઠા લીમડા ના પાન
  26. 1 ચમચીમરચું પાવડર
  27. 1સૂકું લાલ મરચું
  28. નમક સ્વાદ મુજબ
  29. 1 કપદહીં
  30. ઢોસા ના મશાલો બનાવા માટે
  31. 3-4મીડીયમ બટેટા
  32. 3લીલા મરચા
  33. નાનો ટુકડો આદુ નો
  34. 1 ચમચીહરદર
  35. સ્વાદ મુજબ નમક
  36. 1 ચમચીજીરું
  37. 1 ચમચીરાઈ
  38. 1 ચમચીસાંભાર મશાલો
  39. 1 ચમચીધાણાજીરું
  40. 2 ચમચીતેલ વઘાર માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચોખા ને લઈને બરાબર ધોવા ને અડદની દાળ પણ ધોવી તેને 7 થી 8 કલાક પલાડવા

  2. 2

    આ રીતે પલળવા તે પલળી જાય પછી તેને મિક્ષી જારમાં લઈને તેમાં થોડી ખાટી છાસ નાખવી

  3. 3

    પછી તેને પીસી ને ઢોસા નું બેટર બનાવવું તેને જો સવારે કરવા હોય તો રાતે આથો આવે એ રીતે પીસી ને તૈયાર કરવા ને રાત્રે બનાવા હોય તો સવારે પીસી ને બેટર તૈયાર કરવું ને તેને 7 થી 8 કલાક માટે રાખવું જેથી તેમાં આથો બરાબર આવશે ને ઢોસા કે ઈડલી પણ સારા બનશે

  4. 4

    આરીતે આથો આવી જાય પછી તેમાં સ્વાદ મુજબ નમક ને બેકિંગ સોડા નાખી ને ચમચાથી હલાવવું તે ને થોડી વાર રેસ્ટ આપવો ત્યાં સુધીમાં તુવેરની દાળ ને ધોઈને પ્રેસર કૂકરમાં મૂકી ગેસ ચાલુ કરીને તેની 4 વહીશલ કરવી

  5. 5

    તે ઠરે પછી તેમાં બ્લેન્ડર ફેરવી ને તેમાં મશાલા કરવા હરદર ધાણાજીરું નમક સ્વાદ મુજબ આદુ મરચાંની પેસ્ટ નાખી ને ફરી તેને ગેસ ઉપર ગરમ કરવા ઉકળવા મુકવી તેમાં સાંભાર મસાલો પણ નાખી ને હલાવી મિક્સ કરવો

  6. 6

    હવે તેમાં વઘાર માટે એક વાસણમાં કે વઘરયામાં તેલ કે ઘી લઈને તે ગરમ થાય ત્યારે તેમાં રાઈ જીરું સૂકું મરચું ને લીમડો નાખી ને તે સતડાઈ પછી તેમાં હિંગ નાખી ને વઘાર કરવો તો તૈયાર છે સાંભાર ત્યારબાદ ઢોસા ના મશાલા માટે બટેટા લઈને ધોવા

  7. 7

    તેને પણ કૂકરમાં કુક કરવા ને સમારી ને તૈયાર કરવા ત્યારબાદ તેને એક પેનમાં એક ચમચો તેલ લઈને ગેસ ઉપર ગરમ થાય ત્યારે તેમાં રાઈ જીરું નાખી સાંતડવા

  8. 8

    તે સતડાઈ પછી તેમાં આદુ મરચાંની પેસ્ટ નાખી સાંતડવી તેમાં જીણા સમારેલાં ટમેટાં નાખી સાંતડવા

  9. 9

    ત્યારબાદ તેમાં સમારેલાં બટેટા નાખીને મશાલા કરવા તેમાં હરદર ધાણાજીરું સ્વાદમૂજબ નમક નાખી મિક્સ કરવા તેમાં ઘણા લોકો અડદની દાળ પણ વઘારમાં મૂકે છે પણ મેં નથી મૂકી મારા ગજમાં એ રીતની દાળ નથી ભાવતી તો મેં તેમાં શેકીને પાવડર કરીને અડદની દાળ નાંખી છે તેનો ટેસ્ટ સારો લાગે છે ને ડુંગળી પણ નથી નાખી તો આરીતે ઢોસા નું સ્ટફિંગ તૈયાર છે ને હવે તેની સાથે ચટણી પણ જોઈએ તો મેં અહીં દહીં લઈને તેને વલોવી લેવું

  10. 10

    તેમાં મેં બે દાળ શેકીને પાવડર બનાવ્યો છે અડદની ને ચણાની તે નાખી મિક્સ કરવું તેમાં સ્વાદ મુજબ નમક નાખવું સાથે દાળિયા પણ પીસી ને પાવડર બનાવી ને લીધો છે તેમાં કોકોનટ પાવડર પણ નાખી મોક્ષ કરવું પછી તેમાં વઘરયામાં તેલ લઈને તે ગરમ થાય ત્યારે તેમાં જીરું નાખી સતડાઈ પછી હિંગ નાખી મરચું પાવડર નાખી ને ચટણીમાં વઘાર ઉપરથી રેડવો ને હલાવી મિક્સ કરવી તો રેડી છે ચટણી

  11. 11

    ત્યારબાદ નોનસ્ટિક લોઢી ને ગેસ ઉપર ગરમ થાય પછી તેમાં થોડું પાણી છા ટીને કપડાથી લૂછી ને ચમચી જેટલું તેલ લગાવી ને તેમાં ઢોસા નું બેટર પાથરવું તે ને ફરતી કિનારી એ તેલ લગાવું તે એક બાજુ થઈ જાય ઓછી બીજી બાજુ ફેરવી ને શેકવું ને તલ મૂકી ને શેકવું તરત જ ફેરવી ને ઉપર બટેટા નો મશાલો મૂકી ને કવર કરી ને ડીશમાં લઈને ગરમ સર્વ કરવો

  12. 12

    આ રીતે મશાલા ઢોસા સાથે સાંભાર ને ચટણી સાથે સર્વ કરવા તો તૈયાર છે સાઉથ ઈંડિયન ડીશ

  13. 13
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Usha Bhatt
Usha Bhatt @cook_17479854
પર

ટિપ્પણીઓ (3)

Similar Recipes