કાશ્મીરી રાજમા ચાવલ (Kashmiri Rajma Chawal Recipe In Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

#કાશ્મીરી રાજમા ચાવલ
#નોર્થ
બરસો રે મેઘા મેઘા..🌧. બરસો રે મેઘા મેઘા...🌦
બરસો મેઘા⛈ બરસો...
ખાના રે... ખાના... રે
કાશ્મીરી રાજમા ચાવલ ખાનારે...
નન્ના રે.. નન્ના રે ... નન્ના રે હા હા રે...💃
તો.... આનંદો...💃 આનંદો...💃
કાશ્મીરી રાજમા સુંદર, ચમકદાર, ઘેરા લાલ રંગના હોય છે જે રાંધ્યા પછી પણ એવા જ સુંદર દેખાય છે.તે અન્ય રાજમા કરતા થોડા નાના અને સ્વાદ મા થોડા મીઠા હોય છે. કશ્મીરી રાજમા પણ કાશ્મીરી મરચાંની જેમ વખણાય છે.તે સ્વાદિષ્ટ અને ઝડપથી ચડી જાય છે. એમાં પ્રચુર માત્રામાં પ્રોટીન, થીયામીન, વિટામિન બી ૧, ફોસ્ફરસ, આર્યન, કોપર, મેંગ્નેશિયમ અને પોટેશિયમ છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧કલાક
૪ વ્યક્તિ
  1. ૧ કપરાજમા ૮કલાક પલાળી ને પ્રેશર કુકર મા ૫ સીટી બોલાવેલા
  2. ૧ કપટામેટા ની પ્યુરી
  3. ૧ કપ ડુંગળી ઝીણી સમારેલી
  4. ૪-૫ ટેબલ સ્પૂનદહીં વલોવેલુ
  5. ૨ ટેબલ સ્પૂનરાઇ નુ તેલ
  6. ૧ નંગ તેજપત્તા
  7. ૧ ટી સ્પૂનહીંગ
  8. ૧ ટી સ્પૂનજીરુ
  9. ૧ ટી સ્પૂનસૂંઠ
  10. ૨ નંગ આદુ વાટેલું
  11. ૧ ટેબલ સ્પૂનધાણાજીરુ
  12. ૧ ટેબલ સ્પૂનકાશ્મીરી લાલ મરચું
  13. ૧/૨ ટી સ્પૂનગરમ મસાલો
  14. જરૂર મુજબ કોથમીર ઝીણી સમારેલી
  15. સ્વાદ પ્રમાણેમીઠું

રાંધવાની સૂચનાઓ

૧કલાક
  1. 1

    ૧ પહોળી કઢાઈ મા તેલ બરાબર ગરમ થાય ત્યારે જીરું અને હીંગ નાખો

  2. 2

    જીરું તતડે એટલે ડુંગળી ઝીણી સમારેલી નાખો

  3. 3

    ડુંગળી ગુલાબી થવા આવે ત્યારે આદુ વાટેલું અને સુંઠ પાઉડર નાંખો

  4. 4

    હવે ટામેટા ની પ્યુરી નાંખો અને ૭ થી૮ મિનિટ થવા દો

  5. 5

    હવે વલોવેલુ દહીં નાંખો અને સતત હલાવતા રહો

  6. 6

    હવે કાશ્મીરી મરચાં, ધાણા જીરુ, કાપેલું લીલું મરચું અને મીઠું નાખો

  7. 7

    થોડા રાજમા મસળીને નાખો

  8. 8

    ૩ મિનિટ પછી બાકીના રાજમા પાણી સાથે જ નાખો

  9. 9

    ૧૫ મિનિટ થવા દો અને ગરમ મસાલો નાખો

  10. 10

    ૫ મિનિટ થવા દો અને ગેસ બંધ કરી દો

  11. 11

    આ રાજમા સાથે બાસમતી જીરા રાઇસ સામાન્ય રીતે ખવાય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

Similar Recipes