રાજમા ચાવલા(Rajma Chawal Recipe In Gujarati)

Sheetal Chovatiya
Sheetal Chovatiya @cook_1985
Ahmedabad

#ફટાફટ
#સુપરસેફ# પોસ્ટ_૪

રાજમા ને પ્રોટીન નું પાવર હાઉસ કહેવામાં આવે છે કેમકે એ પ્રોટીન થી ભરપૂર છે. રાજમા માં ફાયબર પણ વિપુલ માત્રા માં આવેલુ હોય છે. જેના ઉપયોગ થી બીજા પણ ઘણા ફાયદા છે.

રાજમા આપણને કોલેસ્ટ્રોલ ઓછું કરવામાં, ડાયાબિટીસ કન્ટ્રોલ કરવામાં, કિડની ના કાર્ય માટે, યાદશક્તિ માં વધારો કરવામાં, કબજિયાત દૂર કરવામાં, હાઇપર ટેન્શન માં, અને બોડી બિલ્ડીંગ માટે વગેરે ઘણી બધી રીતે ખૂબ જ મદદરૂપ છે.

ખાસ કરી ને બાળકો ને રેગ્યુલર આપવાથી એમના વિકાસ થવા માં પણ હેલ્પ કરે છે.

રાજમા અને ભાત એ સંપૂર્ણ આહાર છે .. ચોક્કસ થી તમારા ડાયેટ માં એને સ્થાન આપો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 200 ગ્રામ રાજમા
  2. 2 નંગ ટામેટા
  3. 1 નંગ જીણી સમારેલી ડુંગળી
  4. 1 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  5. 2 ચમચીમીઠું
  6. 2 ચમચીલાલ મરચું
  7. 1 ચમચીગરમ મસાલો
  8. 1/2 ચમચીલીંબુ રસ
  9. 2 ચમચીવઘાર માટે ઘી
  10. 1 નંગ સૂકું લાલ મરચું
  11. 1 નંગ તમાલપત્ર
  12. ભાત બનાવવા માટે:
  13. 1 વાટકો બાસમતી ચોખા
  14. 2 વાટકીપાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ રાજમા ને 4 કલાક પાણી માં પલાળી, બાફી લો. કૂકર ઠંડું પડે પછી ખોલો.ત્યાં સુધી ટામેટા, આદું, મરચા, લસણ ને મિક્સર માં ક્રશ કરી લો. ડુંગળી ને એક્દમ ઝીણી સમારી લો.

  2. 2

    એક કઢાઈ માં વઘાર માટે ઘી ગરમ કરો. ગરમ થાય એટ્લે તેમાં જીરું, હિંગ, લિમબડા નાં પાન, લાલ સૂકું મરચું, તમાલપત્ર નાખી, ડુંગળી સાંતળો. ડુંગળી સંતડાઇ જાય એટ્લે તેમાં મીઠું, લાલ મરચું નાખો, ત્યાર બાદ થોડી કેર હલાવી, તેમાં ક્રશ કરેલા ટામેટા ની ગ્રેવી નાખો. થોડી વાર ઉકાળો. બધો મસાલો કરો. ત્યાર બાદ તેમાં બાફેલા રાજમા નાખી થોડી વાર ચડવા દયો. થોડી વાર રઈને ગેસ બંધ કરો.

  3. 3

    ભાત બનાવવા માટે સૌ પ્રથમ ચોખા ને બરાબર ધોઈ, 10 મિનીટ પલાળી રાખો. ત્યાર બાદ માપ નું પાણી નાખી, કૂકર માં 4 સીટી વગ઼ાડો. કૂકર ઠંડું પડે પછી જ ખોલો. તૈયાર છે ગરમાગરમ રાજમા અને રાઈસ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sheetal Chovatiya
Sheetal Chovatiya @cook_1985
પર
Ahmedabad

Similar Recipes