કડાઈ પનીર (kadai paneer recipe in gujarati)

Nirali Dudhat
Nirali Dudhat @cook_19818473
Vadodra

#નોર્થ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1કલાક
3 વ્યક્તિ
  1. કૂલચા ના લોટ માટે
  2. 3 કપમેંદો
  3. ૩ ચમચીદહીં
  4. ૩ ચમચીતેલ
  5. 1/2 ચમચીમીઠું
  6. લોટ બાંધવા માટે જરૂર મુજબ પાણી
  7. સ્ટફિંગ માટે
  8. 4-5મોટા બાફેલા બટાકાનો માવો
  9. 1 ચમચીઆમચૂર પાઉડર
  10. 1 ચમચીગરમ મસાલો
  11. 1 ચમચીસૂકા ધાણા+1 ચમચી જીરૂ ને શેકીને અધકચરો ભૂકો
  12. 1 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  13. 1 ચમચીલસણની પેસ્ટ
  14. 2લીલા કાંદા ની કટકી
  15. સ્વાદ મુજબ મીઠું
  16. 1 ચમચીકલોંજી ના બી
  17. સબ્જી
  18. 1 કપપનીર
  19. 2કાંદાને સ્ક્વેર શેપમાં કટ કરેલ
  20. 1/2કેપ્સિકમને સ્ક્વેર શેપમાં કટ કરી લો
  21. ગ્રેવી
  22. 2 ચમચીઘી
  23. 2કાંદા ની સ્લાઈસ
  24. 2ટામેટાને કટ કરેલા
  25. 6કળી લસણની
  26. કડાઈ મસાલો
  27. 4લવિંગ
  28. 3-4નાના કટકા તજ ના
  29. 1 ચમચીસૂકા ધાણા
  30. 2નાના તેજ પત્તા
  31. 1/4 ચમચીમરી
  32. 2 ચમચીમલાઈ
  33. 1 ચમચીકાશ્મીરી લાલ મરચું પાઉડર
  34. 1 ચમચીલાલ મરચું પાઉડર

રાંધવાની સૂચનાઓ

1કલાક
  1. 1

    સૌ પ્રથમ મેદાના લોટની અંદર મીઠું તેલ અને દહીં એડ કરી પાણી વળી નરમ લોટ બાંધી લો અને તેને 20 મિનિટ માટે ઢાંકી દો.

  2. 2

    લોટને મેંદો છાંટીને આગળની મદદ દબાવીને મોટો રોટલો બનાવી લો અને તેની ઉપર ઘી અથવા બટર લગાવીતેની 3ઘડી કરીલો અને તેમાં પણ ઘી લગાવી લો.

  3. 3

    ફરીથી ઘી લગાવી રોલ બનાવી લો અને તેના એક સરખા ભાગ કરી લો

  4. 4

    દરેક ભાગના ગોળ લૂઆ બનાવી તેને દસ મિનિટ માટે રેસ્ટ આપો

  5. 5

    બાફેલા બટાકા ની અંદર બધો સ્ટફિંગ નો મસાલો એડ કરી મિક્સ કરી તેના એકસરખા બોલ બનાવી લો

  6. 6

    કુલચા નો લુવો લઇ તેની અંદર સ્ટફિંગ નો એક બોલ મૂકી આંગળી અને હાથની મદદથી કુલચા બનાવી લો

  7. 7

    કુલચા ની ઉપર લીલા કાંદા ની કટકી અને કલોંજી ના બી લગાવી લો અને બીજી બાજુ પાણી લગાવીને ગરમ લોઢીમાં ચીપકાવી દો

  8. 8

    બે મિનીટ રહીને લોટી ને ગેસ પર ઉંધી કરી કુલચા શેકી લો તૈયાર છે તંદુરી સ્ટાફ આલુ કુલ્ચા

  9. 9

    સૌપ્રથમ કડાઈમાં ચાર ચમચી ઘી ગરમ કરી તેની અંદર પનીર ને બંને બાજુ બ્રાઉન રંગનું થાય તેવું ફ્રાય કરી લો અને તેજ ઘી માં કેપ્સીકમ અને કાંદા ને સાંતળી લો

  10. 10

    તેજ કડાઈમાં કાંદા ની સ્લાઈસ ટમેટાંના ટુકડા અને લસણની કળી એડ કરી થોડીવાર સાંતળી લો અને તેને ઠંડું પડે એટલે ગ્રેવી બનાવી લો

  11. 11

    એક કડાઈમાં ઘી ગરમ કરી બનાવેલી ગ્રેવી એડ કરી તેની અંદર ગરમ મસાલો લાલ મરચું અને કડાઈ મસાલાને શેકીને બનાવેલો મસાલો એડ કરો.

  12. 12

    હવે આ ગ્રેવીમાં તળેલા સબ્જી પનીર અને બે ચમચી મલાઈ અને જરૂર મુજબ પાણી એડ કરીને પાંચ મિનિટ માટે ચડવા દો અને સબ્જી રેડી કરો

  13. 13
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nirali Dudhat
Nirali Dudhat @cook_19818473
પર
Vadodra

Similar Recipes