મસાલેદાર ફૂલવડી(Masaledar Fulvadi Recipe In Gujarati)

Varsha Chavda
Varsha Chavda @cook_25685474
Baroda

મસાલેદાર ફૂલવડી(Masaledar Fulvadi Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

3કલાક
૫ લોકો
  1. 250 ગ્રામચણાનો લોટ
  2. 25 ગ્રામઘઉંનો જાડો લોટ
  3. 100 ગ્રામખાટુ દહીં
  4. 1 ચમચીઆખા ધાણા
  5. 10 નંગઆખા મરી
  6. 1 ચમચીસાજીના ફૂલ
  7. તળવા માટે તેલ
  8. સ્વાદ અનુસારમીઠું
  9. 1/2 ચમચી હળદર
  10. 1 ચમચીખાંડ
  11. 50 ગ્રામતેલ
  12. 2 ચમચીતલ
  13. 1 ચમચીવરિયાળી

રાંધવાની સૂચનાઓ

3કલાક
  1. 1

    ફુલવડી બનાવવા માટે સૌ પ્રથમ એક બાઉલમાં દહીં લઈ તેમાં મરચું મીઠું હળદર ખાંડ તેલ નું મોણ અને સાજીના ફૂલ ઉમેરીને મિશ્રણને ખૂબ જ ફીણવું બે મિનિટ સુધી મિક્સ કરતા રહેવું,50 ગ્રામ તેલ ઉમેરતું જવું હવે મિશ્રણમાં ઘઉંનો લોટ અને ચણાનો લોટ ધીમે ધીમે એડ કરવો,મિશ્રણમાં ગઠ્ઠા ન પડે તેનું ધ્યાન રાખવું બરાબર મિક્સ થયા પછી તેમાં ધાણા અને આખા મરી નાખી હલાવવું,હવે આ મિશ્રણને બે કલાક માટે ઢાંકીને મૂકી દેવું

  2. 2

    બે કલાક બાદ થોડીવાર મિશ્રણ હલાવી લેવું હવે ફૂલવડી પાડવાના ઝારા પર અથવા સેવ પાડવાના સંચામાં આ મિશ્રણ ભરીન ગરમ મીડીયમ ગેસ ઉપર ઝારાની મદદથી તળી લેવી. તેલમાં ફૂલવડી થોડી બ્રાઉન કલરની થાય ત્યાં સુધી તળવી. તો તૈયાર છે આપણી એકદમ ચટપટી અને ક્રિસ્પી એવી ફૂલવડી ખાવા માટે રેડી છે તમે દસ દિવસ સુધી સ્ટોર કરી શકો છો એર ટાઈટ ડબ્બામાં રાખીને મૂકી શકો છો ગરમ ગરમ ચા અને નાસ્તા સાથે સર્વ કરી શકાય

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Varsha Chavda
Varsha Chavda @cook_25685474
પર
Baroda

Similar Recipes