આલુ મટર બાસ્કેટ ફ્રાય પરોઠા ચાટ (Aloo Matar Basket Fry Parotha Chaat Recipe In Gujarat)

Hetal Soni
Hetal Soni @cook_24790559

#GA4
#week1
#paratha
#potato
#yogurt
#tamarid
#post1
ચાટ કોને ન ભાવે ચાટ નું નામ પડે એટલે તરત જ મો માં પાણી આવી જાય છે અને આલુ પરોઠા તો બધાને ભાવે કેટલી બધી જાત ની ચાટ બને છે તો આજે મે એક નવી ચાટ બનાવી ફ્રાય બાસ્કેટ પરોઠા ચાટ આમા મેં બટેટા સાથે વ્હાઇટ વટાણા લીધાં છે અને સ્ટફીન્ગ મા મસાલો ઓછો છે કેમકે આમા ખાટી,મીઠી,તીખી અને દહીં ની બધી જાત ની અલગ અલગ ચટણી નાખી ને સેવ ડુંગળી દાડમ આ બધાથી ખુબજ ટેસ્ટી અને ચટાકેદાર ચાટ બની જાય છે આ પરોઠા ક્રિસ્પી બને છે અને સાથે વટાણા નો crunch બવજ સરસ લાગછે

આલુ મટર બાસ્કેટ ફ્રાય પરોઠા ચાટ (Aloo Matar Basket Fry Parotha Chaat Recipe In Gujarat)

#GA4
#week1
#paratha
#potato
#yogurt
#tamarid
#post1
ચાટ કોને ન ભાવે ચાટ નું નામ પડે એટલે તરત જ મો માં પાણી આવી જાય છે અને આલુ પરોઠા તો બધાને ભાવે કેટલી બધી જાત ની ચાટ બને છે તો આજે મે એક નવી ચાટ બનાવી ફ્રાય બાસ્કેટ પરોઠા ચાટ આમા મેં બટેટા સાથે વ્હાઇટ વટાણા લીધાં છે અને સ્ટફીન્ગ મા મસાલો ઓછો છે કેમકે આમા ખાટી,મીઠી,તીખી અને દહીં ની બધી જાત ની અલગ અલગ ચટણી નાખી ને સેવ ડુંગળી દાડમ આ બધાથી ખુબજ ટેસ્ટી અને ચટાકેદાર ચાટ બની જાય છે આ પરોઠા ક્રિસ્પી બને છે અને સાથે વટાણા નો crunch બવજ સરસ લાગછે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

2 કલાક
4‐5 પ્લેટ
  1. પરોઠા માટે
  2. 2 કપ મેંદો
  3. સ્વાદ અનુસારમીઠું
  4. 1 ચમચી જીરા નો ભૂકો
  5. 1/2 ચમચી મરી પાઉડર
  6. 1 ચમચી તેલ મોણ માટે
  7. જરૂર મુજબ તેલ તળવા માટે
  8. સ્ટફિંગ માટે
  9. 1 કપ સફેદ વટાણા
  10. 4-5 નંગ મિડિયમ બટેટા
  11. 1 ચમચી કિચનકિંગ મસાલો
  12. સ્વાદ અનુસારમીઠું
  13. 1/2 ચમચી આમચુર પાઉડર
  14. 1/2 ચમચી ચાટ મસાલો
  15. 1 ચમચી આદૂ મરચા ની પેસ્ટ
  16. આંબલી ની ચટણી
  17. 1/2 કપઆંબલી
  18. 1 ચમચી ગોળ
  19. 1/2 ચમચી ખાંડ
  20. 1ચમચી તેલ
  21. સ્વાદ અનુસારમીઠું
  22. 1/4 ચમચી હિંગ
  23. 1/2 ચમચી સંચળ
  24. 1/2 ચમચી મરી પાઉડર
  25. 1/2 ચમચી શેકેલુ જીરું
  26. 1/2 ચમચી લાલ મરચું
  27. 1/2 ચમચીગરમ મસાલો
  28. ગ્રીન ચટણી માટે
  29. 1 કપ ધાણાભાજી
  30. 5 નંગ લીલા મરચા
  31. 1 નંગ આદૂ નો ટુકડો
  32. સ્વાદ અનુસારમીઠું
  33. ચપટીખાંડ
  34. તીખી ચટણી
  35. સ્વાદ અનુસારમીઠું
  36. 4-5 નંગ સુકા લાલ કાશ્મીરી મરચા
  37. 8-10લસણ ની કળી
  38. 1 ચમચીજીરુ
  39. 1/2 ચમચી લીંબુ
  40. 1 ચમચીલાલ મરચું પાઉડર
  41. મસાલા વાળુ દહીં
  42. 1 કપ દહીં
  43. સ્વાદ અનુસારમીઠું
  44. સ્વાદ અનુસારખાંડ
  45. 1 ચમચી જીરા નો ભૂકો
  46. 1/2 ચમચી મરી પાઉડર
  47. ગાર્નીશ માટે
  48. સમારેલી ડુંગળી
  49. ઝીણી સેવ
  50. દાંડમ ના દાણા
  51. ધાણાભાજી

રાંધવાની સૂચનાઓ

2 કલાક
  1. 1

    વટાણા ને 5થી 6કલાક પાણી મા પલાળવા આંબલી ધોઈ ને 1 કલાકપલાળવી અને સુકા લાલમરચાં ને ધોઈ બી કાઢી ને1 કલાક પલાળવા

  2. 2

    વટાણા ને મીઠું નાંખી બાફી લો અને બટેટા ને પણ બાફી લો

  3. 3

    વટાણાને બટેટા બફાઈ ત્યાંસુધીમાં પરોઠા નો લોટ બાંધી લેવો લોટ બાંધવા એક કઠરોટ માં મેંદો મીઠું સ્વાદ અનુસાર મરી પાઉડર જીરા નો ભૂકો અને તેલ નાખી લોટ બાંધવો

  4. 4

    લોટ ને 10 મિનિટ રેસ્ટ આપવો ત્યાંસુધીમાં ચટણી બનાવી

  5. 5

    આંબલી ને મિક્સર માં પિસવિ હવે એક કડાઈ મા તેલ મૂકી તેમા હિંગ અને જીરાનો વઘાર કરી આંબલી નો પલ્પ ગોળ,ખાંડ મીઠું સંચળ મરી પાઉડર અને લાલ મરચું એ બધુ મિક્સ કરી જરૂર મુજબ પાણી નાખી ઉકાળવુ ખાટી મીઠી આંબલી ને ગોળ ની ચટણી બનાવી

  6. 6

    ધાણાભાજી,મરચાં આદૂ મીઠું સ્વાદ અનુસાર અને ચપટી ખાંડ નાખી મિક્સર મા લીલી ચટણી બનાવી

  7. 7

    મરચા લસણની કળિ મીઠું સ્વાદ અનુસાર જીરું અને લીંબુ ને મિક્સર મા મિક્સ કરી તીખી લાલ ચટણી બનાવી

  8. 8

    દહીં(યોગર્ડ) ને બાઊલ મા કાઢી તેમા મીઠું સ્વાદ અનુસાર મરી પાઉડર જીરા નો ભૂકો અને ખાંડ નાખી મિક્સ કરવું ખાટું મીઠુ દહીં બનાવું તુટીફ્રુટી એડ કરવી હોઇ તો કરવી સરસ લાગછે

  9. 9

    હવે એક બાઊલ મા બટેટા ક્રશ કરી તેમા વટાણા મીઠું સ્વાદ અનુસાર ગરમ મસાલો કિચન કિંગ મસાલો ચાટ મસાલો આમચૂર પાઉડર જીરા નો ભૂકો મરી પાઉડર મિક્સ કરવો

  10. 10

    હવે લોટ ના લુઆ કરવા પછી તેની મોટી ઓવેલ શેપ મા રોટલી બનાવી તેને લંમચોરસ કટ કરી વચમાં સ્ટફીન્ગ ભરી એક બાજુ ઉભી પટ્ટીઓ કાપવી પછી તેને એક ની ઉપર બીજા ની નિચે એવી રીતે ગોઠવી બાસ્કેટ નો શેઇપ આપવો પછી પ્લેન પાર્ટ ની ચારે બાજુ પાણી લાગવું પછી સ્ટફીન્ગ ની ઉપર સિલ કરવું

  11. 11

    હવે ડિઝાઈન વળો પાર્ટ ઉપર લગાવો આ રીતે બધાં પરોઠા બનાવા

  12. 12

    હવે ગરમ તેલમાં તેને કાચાપાકા તળવા પછી પાછા બીજી વાર તળવા એટલે પરોઠા એક દમ ક્રિસ્પી બનશે

  13. 13

    હવે એક પ્લેટ મા પરોઠા મૂકી તેને કટ કરી તેની ઉપર તીખી ચટણી પછી ગ્રીન ચટણી પછી દહીં ની ચટણી પછી આંબલી ની ચટણી અને ડુંગળી સેવ ધાણાભાજી અને દાડમ ના દાણા થી ગાર્નીશ કરવું

  14. 14

    આ પરોઠા ખુબજ ટેસ્ટી અને ચટાકેદાર અને ખુબજ સ્વાદિષ્ટ ચાટ બને છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hetal Soni
Hetal Soni @cook_24790559
પર

Similar Recipes