ગાજરનાં પરોઠા (Carrot Paratha Recipe In Gujarati)

સ્ટફ પરોઠા અમારા ઘરમાં બધાના સૌથી વધારે ફેવરેટ છે. અમારી ઘરે, ગાજરનાં, મૂળા ના, કોબી ના, પાલખનાં, પનીરનાં, પાલક પનીર નાં, બટાકાના, બીટ નાં, પાપડના આવા પરોઠા અવાર નવાર બનતાં હોય છે. આ બધામાં ગાજરનાં પરોંઠા બધા ના સૌથી વધુ વધારે ફેવરેટ છે.
ગાજરનાં પરોઠા બનાવવા માં પણ ખુબ સહેલાં છે, અને ફટાફટ ઘરમાં જ હોય એવા સામાન માથી બની જતાં હોય છે. આ પરોઠા સ્કુલ નાં લંચ બોક્ષ માં આપો, નાસ્તાં મા ખાવ કે પછી ડીનર માં ખાવ. બેસ્ટ ઓપ્સન છે.
મારી મોમ આ બધાં પરોઠા ખુબ જ સરસ બનાવે છે. એટલે હું હંમેશા એમના રીત થી જ બનાવું છું. તમે પણ આ રીત થી ગાજરનાં પરેઠા બનાવી જોવો. તમને પણ ખુબ જ ભાવસે. જરુર થી જણાવજો કે તમને કેવા લાગ્યાં આ ગાજરનાં પરોઠા!!
ગાજરનાં પરોઠા (Carrot Paratha Recipe In Gujarati)
સ્ટફ પરોઠા અમારા ઘરમાં બધાના સૌથી વધારે ફેવરેટ છે. અમારી ઘરે, ગાજરનાં, મૂળા ના, કોબી ના, પાલખનાં, પનીરનાં, પાલક પનીર નાં, બટાકાના, બીટ નાં, પાપડના આવા પરોઠા અવાર નવાર બનતાં હોય છે. આ બધામાં ગાજરનાં પરોંઠા બધા ના સૌથી વધુ વધારે ફેવરેટ છે.
ગાજરનાં પરોઠા બનાવવા માં પણ ખુબ સહેલાં છે, અને ફટાફટ ઘરમાં જ હોય એવા સામાન માથી બની જતાં હોય છે. આ પરોઠા સ્કુલ નાં લંચ બોક્ષ માં આપો, નાસ્તાં મા ખાવ કે પછી ડીનર માં ખાવ. બેસ્ટ ઓપ્સન છે.
મારી મોમ આ બધાં પરોઠા ખુબ જ સરસ બનાવે છે. એટલે હું હંમેશા એમના રીત થી જ બનાવું છું. તમે પણ આ રીત થી ગાજરનાં પરેઠા બનાવી જોવો. તમને પણ ખુબ જ ભાવસે. જરુર થી જણાવજો કે તમને કેવા લાગ્યાં આ ગાજરનાં પરોઠા!!
રાંધવાની સૂચનાઓ
- 1
ગાજર ને સરસ રીતે ધોઈ ને કોરા કરી લો. ઉપર ની છાલ કાઢી લો. અને છીણી થી છીણ પાડી લો. મને બહુ જ જાડું ઝીણ નથી ગમતું એટલે મીડયમ સાઇઝ નું છીણ કર્યું છે.
- 2
હવે એ છીણ માં, લીબું નો રસ, મીઠું ઉમેરી બરોબર મીક્ષ કરી ૫ મીનીટ માટે રાખો.
- 3
હવે, તેમાં પાણી વળી ગયું હશે. હાથ માં થોડું થોડું છીણ લઈ બંને હાથ થી ખુબ દબાવી બધું પાણી નીચવી લો.
- 4
છીણેલું ગાજર સરસ કોરું પડી જશે. આવું કરી ને પરોઠા બનાવશો તો ખુબ જ સરસ બનશે.પાણી બધું નીકળી ગયું હોવાથી પરોઠા વણવામાં પણ બહુ ઈઝી પડસે.
- 5
હવે એક પેન માં તેલ લો. તેલ જરા ગરમ થાય એટલે એમાં હીંગ, હળદર, અને લીલાં મરચાં ઉમેરો. બધું સરસ હલાવી લો. હવે તેમાં તલ,ગાજરનું છીણ, જીરું પાઉડર ઉમેરો. બધું મીક્ષ કરી ગરમ મસાલો ઉમેરો.
- 6
હવે તેમાં સેકેલો ચણાનો લોટ ઉમેરો. મીઠું જરુર લાગે તો થોડું ઉમેરો. સરસ હલાવી લો. બહુ વાર ગેસ પર નથી રાખવાનું. ૧ મીનીટ જેવું રાખી ગેસ બંધ કરી લો.ઝીણી સમારેલી કોથમીર ભભરાવો. એને બરોબર મીક્ષ કરી બીજા એક બાઉલમાં કાઠી લો. અને હવે એને ઠંડું પડવા દો.
- 7
પુરણ ઠંડું પડે ત્યાં સુધી લોટ બાંધી લો. એક બાઉલમાં ઘઉંનો લોટ લો. તેમાં, મીઠું, ઘી નું મોવન, સફેદ મરચું પાઉડર અને જરા અજમો ઉમેરો. બધું સરસ મીક્ષ કરી થોડું થોડું પાણી નાંખી રોટલી નો લોટ હોય એવો લોટ બાંધો. લોટ ને ૧૫ મીનીટ ઠાંકી ને રાખો.
- 8
હવે, લોટ નાં લુઆ કરી લો, અને ગાજરનાં છીણ નાં પણ નાના લાડુ વાળી લો. લોટ ની નાની રોટલી જેવું વણો, વચ્ચે પુરણ મુકો અને ચારે બાજુ થી ખુલે ના અ રીતે પુરણ ને એમાં હલકા હાથ થી અંદરની બાજુ ભરી ને બંધ કરી લો.
- 9
હવે, હલકા હાથ થી પરોઠું વણી લો.
- 10
ગરમ કરેલી લોઢી પર મુકી બંને બાજુ સરસ રીતે સેકી લો. મેં સેકવામાં ઘી યુઝ કર્યું છે. તેનાંથી પરેઠા નો ટેસ્ટ ખુબ જ સરસ આવે એને. જો તમને ગમે તો તમે તેલ તે બટર પણ યુઝ કરી સકો છો.
- 11
સરસ ગુલાબી પરેઠું સેકી લો. અને ગરમ ગરમ પરેઠું પીરસો.
- 12
આ પરોઠું દહીં જોડે, અથાણાં જોડે, કોથમીર ની ચટણી જોડે કે પછી એકલું ખાવ. ખુબ જ સરસ લાગે છે. આજે મે પરોઠું અથાણાં જોડે પીરસ્યું છે. જોડે એકદમ સોફ્ટ મોં મા ઓગળી જાય એવી સરસ સુખડી..... ચાલો જમવા!!
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજીટેબલ સેન્ડવીચ (vegetable Sandwich recipe in Gujarati)
#GA4#Week3#sandwichસેન્ડવિચ તમે નાસ્તાં માં ખાવ, લંચ માં કે ડીનર માં ખાવ, ટા્વેંલીગ કરતાં હોય તો જોડે લઈ જાવ, છોકરાઓને સ્કુલ ના લંચ બોક્ષમાં આપો કે પછી પીકનીક પર લઈ જાવ. ગમે તે સમયે ખાઈ સકાય છે. બધા પોતાના ટેસ્ટ અને જરુરીયાત મુજબ અલગ પ્રકારની સેન્ડવીચ બનાવતાં હોય છે.અમારી ઘરે, કોથમીરની લીલી ચટણી અને બહુ બધા વેજીટેબલ્સ મુકી ને બનાવેલી સેન્ડવીચ બધાને સૌથી વધારે ભાવે છે. વડોદરા માં અલકાપુરી વિસ્તારમાં એક બોમ્બે સેન્ડવીચ લારી વાળો ઊભો રહે છે. બહુ જ સરસ મીક્ષ વેજીટેબલ્સ વાળી ચટણી સેન્ડવીચ બનાવે છે. મારી તો એ ખુબ જ ફેવરેટ છે, એટલે ઘરે પણ હું હંમેશા એમના જેવી સેન્ડવીચ બનાવું છું. આ સેન્ડવીચ માંલીલી ચટણી નો મેઈન ટેસ્ટ હોય છે. ચટણી એકદમ તીખી ચટાકેદાર બની હોય તોજ સેન્ડવીચ ની મઝા આવે છે. સેન્ડવીચ કેચઅપ અને પોટેટો ચીપ્સ સાથે પીરસવામાં આવે છે.તમને કેવી સેન્ડવીચ ભાવે છે એ જરુર થી જણાવજો, અને મારી આ રીતે બનાવેલી સેન્ડવીચ પણ જરુર થી ટા્ય કરજો! તમે મારી જેમ આ સેન્ડવીચ બનાવી ફોટા પાડવામાં બહુ સમય ના કરસો.... ફટાફટ બનાવો અને મસ્ત ટેસ્ટી સેન્ડવીચ એન્જોય કરો.#cookpad#Cookpadgujarati#Cookpadindia Suchi Shah -
મેંદુવડા (Medu Vada Recipe in Gujarati)
#trendWeek1મારી Daughter નું સૌથી ફેવરેટ ફુડ. એને હું પૂછું કે શું ખાવું છે? કશું સ્પેશિયલ બનાવું તારા માટે, તો સૌથી પહેલા એ મેંદુવડા જ કહેશે. એને મેંદુવડા ખુબ જ ભાવે છે.મેંદુવડા બનાવવાની પણ બધા ની અલગ રીત હોય છે. બધા પોતાની જરુરીયાત અને ટેસ્ટ મુજબ બનાવતાં હોય છે. હું અડદની દાળ ને ૫-૬ કલાક માટે પલારી, એકદમ ઓછું ૨-૩ ચમચી પાણી નાંખી પીસી એમાં જરાક ચોખાનો લોટ, પોડી મસાલો, ખમણેલો કાંદો, લીલાં મરચાં, લીમડાંના પાન, આદુ અને મીઠું નાંખી ને બનાવું છું. પોડી મસાલાથી એનો ટેસ્ટ ખુબ જ સરસ આવે છે. મારી Daughter એ એકલાં જ ખાતી હોય છે, પણ સાઉથ માં લોકો મોટે ભાગે એને રસમ, ચટણી કે સાંભાર જોડે ખાતા હોય છે.આજે મેં મેંદુવડા ટોમેટો ચટણી અને પોડી મસાલા જોડે પીરસ્યાં છે. ચાલો ગરમા ગરમ મેંદુવડા ખાવા!! જો તમને ગમે તો મારી રેસિપી જરુર થી ટા્ય કરજો....ચાલો તો આપડે મારી રીતે મ્ંદુવડા બનાવીએ...#cookpad#cookpadgujarati#cookpadindia Suchi Shah -
રવાનો શીરો (Rava no Shiro recipe in Gujarati)
શીરા નું નામ આવતા જ બધાના મોં મા પાણી આવી જાય છે!સાચું કીધું ને!!! 😋😋🥰😊રવાનો શીરો એક ઝડપી, સરળ અને સ્વાદિષ્ટ વાનગી છે. શીરો (હલવો ), જે મોટાભાગે બધાં ભારતીય ઘરોમાં અવાક નવાર બનતો જ હોય છે. અમારા ઘરે મારી મમ્મી એ ખુબ જ સરસ બનાવે છે. આ શીરો બનાવવા માં શૌથી સારી વસ્તુ એ છે કે તમારે કોઈ પૂર્વ તૈયારીઓ કરવાની જરૂર હોતી નથી, અને ઘરનાં જ હોય તેવા સામાનથી ફટાફટ સ્વાદિષ્ટ શીરો બની જાય છે.રવા નાં આ શીરા માં રવો(સોજી), ઘી, ખાંડ અને દૂધ/પાણી એ મેઈન ઘટકો ની જરુર પડે છે. તમે ઇચ્છો તો, બદામ, પિસ્તા,ચારોળી, ઇલાયચી, કેસર એ બધું નાંખી શકો છો. લગભગ ૧૫ મિનિટમાં (થોડો બનાવવા નો હેય તો) તેને બનાવી શકાય છે.શુદ્ધ દેશી ઘી સાથે જો એને તૈયાર કરવામાં આવે તો તેનો સ્વાદ પણ ખુબ જ સરસ આવે છે. હું તેને વધુ સારા સ્વાદ માટે પાણીની જગ્યાએ દૂધનો ઉપયોગ કરીને તૈયાર કરવાની સલાહ આપું છું.પરંપરાગત રીતે રવા ના શીરા સાથે પૂરી અને કોઈ રસાવાળું શાક સરસ લાગે છે. પણ તમે તેને ગમે તેની જોડે પીરસી શકો છો. બપોરના જમવામાં, નાસ્તામાં,રાત્રિભોજન માં કે પછી ડેઝર્ટ તરીકે પીરસી શકે છો.ચાલે તો આપડે મારી મ્મમી ની રીત થી શીરો બનાવીશું. તમે પણ આ રીતે બનાવી જોવો અને જરુર થી જણાવો કે તમને કેવો લાગ્યો!!#માઇઇબુક#Cookpad#Cookpadindia#Cookpadgujarati Suchi Shah -
લીલા કાંદા ના પરોઠા (Green Onion Paratha Recipe In Gujarati)
આ એક શિયાળુ વાનગી છે અને બહુ જ ઓછી સામગ્રી વાપરી ને આ પરોઠા બનાવાય છે . ક્રંન્ચી લીલા કાંદા નો ટેસ્ટ આ પરોઠા માં બહુજ સરસ લાગે છે. બધી ઉમર ના લોકો ને બ્રેકફાસ્ટ માં આ પરોઠા ખુબ જ ભાવશે. હરે પ્યાજ કે પરાઠે Bina Samir Telivala -
કાજુ કરી (Kaju Curry recipe in Gujarati)
#MW2#કાજુકરીગુજરાતી ઓ આપડે ખાવાના બહુ શોખીન! ગુજરાતી ફુડ ની જોડે બીજા રાજ્યો નું ફુડ પણ ખુબ જ પ્રેમ થી ખાઈએ છે, જેમકે પંજાબી ફુડ. જાત જાતની પંજાબી શબ્જી હોય છે, બહાર હોટલમાં ખવાય કે પછી ઘરે બનાવી ને!! આ બધી પંજાબી સબ્જીમાં થી આજે મેં કાજુ કરી બનાવ્યું બહુ જ સરસ એકદમ ટેસ્ટી બહાર રેસ્ટોરન્ટ જેવું જ ક્રીમી બન્યું છે.કાજુ કરી સફેદ ગ્રેવી અને રેડ ગ્રેવી એમ બે અલગ અલગ રીતે બનતું હોય છે. મેં આજે રેડ ગ્રેવી માં બનાવ્યું છે.મેં એમાં કોઈ ક્રીમ કે મલાઈ નથી ઉમેરી, કેમકે કાજુ નાં લીધે એનો ટેસ્ટ ઓલરેડી બહુ જ સરસ ક્રીમી આવતો હોય છે. આ ખુબ જ ફટાફટ ખુબ જ ઓછા સામાનમાં બહુ સરસ એવું કાજુકરી ઘરમાં જ અવેલેબલ હોય એવા સામાનમાં થી કેવી રીતે બનાવવું એ તમે મારી રેસિપી પરથી જોજો, અને જરુર થી જણાવજો કે કેવું લાગ્યું તમને!!#Cookpad#Cookpadgujarati#Cookpadindia Suchi Shah -
મસાલા લચ્છા પરાઠા (Masala Lachha Paratha Recipe In Gujarati)
આ પરોઠા આમ તો મેંદા માં થી જ બને છે, પણ મેં અહીંયા ઘઉંના લોટ માં થી બનાવ્યા છે જે વધારે પોષ્ટીક છે.આ પરોઠા એટલા નરમ છે કે મોઢા માં ઓગળી જાય છે.હેલ્થી મસાલા લછા પરોઠા Bina Samir Telivala -
રાજગરાના આલુ પરોઠા
આ એક ફરાળમાં ખાઈ શકાય એવા અલગ અલગ રીત થી પરાઠા બનાવ્યા છે જો તમે મારી આ રેસીપી ફોલો કરીને આવી રીતે પરોઠા બનાવશો ઘરમાં બધાને ખૂબ જ ભાવશે Rita Gajjar -
પૌંઆ ની કટલેટ (Poha cutlets recipe in Gujarati)
#ફટાફટઆજે ઘરે નાસ્તાં માં બધાને કાંઈ નવું ખાવું હતું. પૌંઆ, ઉપમા, મસાલા ભાખરી એ બધા થી, ઘરે હવે બધાં થોડા કંટાળ્યાં હતાં. નાસ્તાં માં થોડી વેરાયટી હોય તો જ બધા ને મઝા આવે!!! સાચું કીધું ને?બટાકા પૌંઆ તો આપડે અવાર નવાર ઘરમાં ખાતા જ હોઈએ છીએ, પણ આજે મેં એ જાડા પૌંઆ યુઝ કરી ને એમાંથી કટલેટ બનાવીં. ખુબજ ટેસ્ટી બની હતી. બધાને ખુબ જ ભાવી. ગરમ ગરમ કટલેટ ફુદીના-કોથમીર ની ચટણી અને ટોમેટો કેચપ જોડે ખુબ જ સ્વાદિષ્ટ લાગી.આ પૌંઆ ની કટલેટ ઘરમાં જ અવેલેબલ હોય એવા જ સામાન માંથી ખુબ જ ઝડપથી બની જતી હોય છે. ટેસ્ટમાં પણ ખુબ સરસ લાગે છે. આજે મેં તેને તળી ને બનાવી હતી, પણ જો, તમારે હેલ્ધી ખાવું હોય તો એને એકદમ થોડા તેલમાં સેકી પણ સકાય છે.તમને પણ નાસ્તાં માં જો કાંઈ નવું ખાવું હોય તો, આ જરુર થી બનાવી જોજો. અને મને જરુર થી જણાવજો કે તમને કેવી લાગી?#cookpad#cookpadindia#cookpadgujarati Suchi Shah -
ચટપટી ચણાદાળ
અમારી ઘરે ચટપટી મસાલાં વાળી ચળા દાળ બધા ને ખુબ જ ભાવે છે. કાંઈ ટેસ્ટી ખાવાનું મન થાય તો દાળ નું ઓપ્સન બધા ને ખુબ જ ગમે છે. હું દાળ તળી ને હંમેશા રાખતી હોવું છું, એટલે જ્યારે પણ ખાવી હોય ઘરમાં અવેલેબલ હોય.ચટપટી ચણાદાળ બનાવવી ખુબ જ સહેલી છે. ઘરમાં જ હોય એવાં સામાન માં થી ફટાફટ બની જતી હોય છે. તળેલી દાળ ને તમે ૧૫ દિવસ સુધી આરામ થી સ્ટોર કરી સકો છો.ચણાદાળ બનાવવા નું ખુબ જ સહેલું છે, તમે પણ મારી આ રીત થી એકદમ બજાર જેવી ટેસ્ટી નમકીન ચણાદાળ ઘરે બનાવો, અને મને જરુર થી જણાવજો કે તમને કેવી લાગી દાળ!!!#cookpad#cookpadgujarati#cookpadindia Suchi Shah -
મીક્ષ ભજીયાં અને દહીંવડા(Mix Bhajiya and dahivada recipe in gujarati)
ચાલો કોણ કોણ આવો છો ભજીયાં ને દહીંવડા ખાવા!!!!😋😋વરસાદ પડતો હોય, અને ગરમ ભજીયા ન ખાધા હોય તો તેને ચોમાસુ કહેવાય ખરું???આજે બહાર સરસ રીમઝીમ વરસાદ પડતો હતો, એટલે મેં ઘરમાં બધાને પૂછ્યું કે ભજીયાં બનાવું??? બધાની અલગ અલગ ફરમાઈશ આવી. હવે શું કરવું!!! તો મેં બધાને ભાવતાં અલગ અલગ ભજીયાં અને દહીંવડા બનાવ્યાં. પતિ નાં ફેવરેટ પાલક ગોટાં અને મકાઈ નાં ભજીયાં, મારી પુત્રી નાં ફેવરેટ બટકાની પીત્તી નાં અને કાંદા નાં ભજીયાં, મારા ફેવરેટ મગની દાળ- કાંદા નાં અને ચટપટાં દહીંવડાં. મસ્ત ગરમા ગરમ ભજીયાં અને દહીંવડા ખાવાની ખુબ જ મઝા આવી.વરસાદ અને ભજીયાં અને જોડે મસ્ત આદું-મસાલાં વાળી ચા.... બશ બીજું શું જોઈએ!!!! 😋😍આ બધાનું શું જોરદાર પરફ્કેટ કોમ્બીનેશન હોય છે!!! શું કહેવું છે તમારું?😊😊😍🥰તમને પણ ફોટો જોઈને જો ખાવાનું મન થયું હોય તો, તો તમે પણ મારી આ રેશીપી જોઈને બનાવો ફટાફટ અને આનંદ લો. અને મને જરુર થી જણાવજો કે તમારા ફેવરેટ ભજીયાં કયા છે???#સુપરશેફ3#મોન્સૂન_સ્પેશ્યલ#માઇઇબુક#cookpad#cookpadindia#cookpadgujarati Suchi Shah -
વાઈટ સોસ પાસ્તા (White Sauce Pasta recipe in Gujarati)
*Fettuccine Alfredo*ફેટેચીની આલફે્ડો મારી Daughter ના સૌથી ફેવરેટ પાસ્તા છે.આમ તો આ પાસ્તા માં બહુ બધી ચીઝ નાંખી ને વાઈટ સોસ બનાવવા માં આવે છે. મને એટલી બધી ચીઝ નાંખી ને પાસ્તા બનાવવાનું યોગ્ય નથી લાગતું, એટલે મેં જરા અલગ રીતે વાઈટ સોસ બનાવ્યો છે. આ રીતે બનાવેલ પાસ્તા ટેસ્ટ માં ખુબ જ સરસ લાગે છે. ઘરમાં બધાને ખુબ જ ભાવે છે.તમે પણ મારી આ રીત થી વાઈટ સોસ પાસ્તા બનાવી જોજો. અને જરુર થી જણાવજો કે તમને કેવાં લાગ્યાં?? Suchi Shah -
પાલક મીની ઢોકળા કેક(Spinach Dhokla recipe in Gujarati)
#GA4#Week2#Spinach#Post1આપડા ગુજરાતી ઓ ની ઘરે ઘણી બધી અલગ અલગ જાતનાં ઢોકળાં બનતી હોય છે. અમારી ઘરે પણ વારંવાર વિવિધ પ્રકારનાં ઢોકળા બનતાં રહેતાં હોય છે. જો ઘરમાં ઢોકળાં નો લોટ ના હોય, કે ઢોકળાં નું ખીરું પીસ્યુ ના હોય અને સરસ ઢોકળા ખાવા હોય તો ચણાનો કકરો લોટ (લાડુ બેસન) અને રવા માંથી પણ ફટાફટ એકદમ ટેસ્ટી ઢોકળાં બનાવી સકાય છે.અમારી ઘરે મારા આ લાડુબેસન અને રવા માંથી બનાવેલા ઢોકળી મારા સૌથી વધારે ફેવરેટ ઢોકળાં છે. એકતો, જલદી બની જાય અને ટેસ્ટ મા પણ એકદમ સ્વાદિષ્ટ બને છે. એકલા તેલ જોડે ખાવ, કોથમીરની ચટણી જોડે ખાવ, ટોમેટો કેચપ જોડે ખાવ કે પછી એને વઘારી ને ખાવ. બધી જ રીતે એ ખુબ જ સરસ લાગે છે.હું અવાર નવાર આ ઢોકળાંમાં વેરિયેસન કરતી હોવું છું, એટલે ખાવામાં પણ મઝા આવે અને એકનું એક ના લાગે. આજે મેં આ ઢોકળાં પાલખની ભાજી નાંખી બનાવ્યાં છે અને નાના કેક નાં મોલ્ડમાં મુકી બનાવ્યાં છે. ટેસ્ટ માં તો ખુબ જ સરસ લાગે છે, પાલખની ભાજી ને લીધે હેલ્ધી પણ બની ગયા અને જોડે જોડે લુક માં પણ એકદમ ફેન્સી લાગે છે, એટલે જોઈ ને જ ખાવાનું મન પણ બધાને થઈ જાય છે.તમે પણ મારી આ રીત થી બનાવી ને જોજો અને જરુર થી જણાવજો કે તમને કેવાં લાગ્યાં આ મીની પાલક કેક ઢોકળા!!!!#Cookpad#Cookpadindia#Cookpadgujarati Suchi Shah -
ગુલાબજાંબુ કેક (Gulab Jamun Cake recipe in Gujarati)
#trending#GulabJamunCakeગુલાબજાંબુ અને કેક એ બંને મારી દિકરી નાં ખુબ જ ફેવરેટ છે. ઘણાં સમય થી હું ગુલાબજાંબુ કેક બધાને બનાવતાં જોઈ રહી છું. મને પણ બનાવવાનું ખુબ મન થઈ ગયું હતું. પણ કોઈ વાર બનાવી ન હતી એટલે મન થોડું પાછું પડી જતું હતું... કે કેવો લાગતો હસે એ બંને નો ટેસ્ટ જોડે, અને સારી બનશે કે કેમ આ એક અલગ જ જાત ની કેક!!!ગુલાબજાંબુ અને કેક એ બંને અલગ અલગ તો અવાર નવાર વાર-તહેવારે ઘરે બનતાં જ હોય છે, પણ આજે તો નક્કી કરી જ લીધું કે આ ગુલાબજાંબુ કેક બનાવવાનો હું પ્રયત્ન જરુર કરીસ. ઘરમાં ગુલાબજાંબુ નું પેકેટ તો હતું જ, અને કેક નો બધો સામાન. બસ, પછી તો બનાવી દીધી ગુલાબજાંબુ કેક. ખુબ જ સરળ છે. બંને ને અલગ થી બનાવી જોડે અસ્મ્બલ કરી, આઈસીંગ લગાવ્યું અને જરા ડેકોર. એકદમ ટેસ્ટી કેક તૈયાર થઈ ગઈ.ગુલાબજાંબુ કેક ખુબ જ સરસ બની છે. ટેસ્ટ માં પણ ખુબ જ સરસ લાગી. અમારી ઘરે તો બધાને ખુબ જ ભાવી. કાંઈ નવું બનાવવાની મને મઝા પણ પણ આવી. અને ઘરે બધાં ને એક નવી વસ્તુ ખાવાનો મોકો મળ્યો. જો તમે ગુલાબજાંબુ કેક બનાવી ના હોય તો, જરુર થી બનાવજો. અને જરુર થી જણાવજો કે તમને આ કેક કેવી લાગી!!!#Cookpad#Cookpadgujarati#Cookpadindia Suchi Shah -
આલુ પરોઠા(Aloo paratha recipe in Gujarati)
આલુ પરોઠા એ બાળકો અને વડીલો દરેકને મનગમતી વાનગી છે.બાફેલા બટેટામાં બધા જ મનપસંદ મસાલા ઉમેરી સ્ટફિંગ બનાવી અને તેના આલુ પરોઠા બનાવવામાં આવે છે. આલુ પરોઠા એ બ્રેકફાસ્ટ કે ડીનર માટેનું પર્ફેક્ટ ઓપ્શન છે. તેને દહીં, સૂપ કે અથાણા સાથે પીરસવામાં આવે છે. ઉત્તર ભારતમાં સવારના નાસ્તામાં આ વાનગી અચૂક જોવા મળે છે. Riddhi Dholakia -
પરોઠા (Paratha Recipe In Gujarati)
પરોઠા સવાર ના નાસ્તા માં પંજાબી શાક અને અથાણું કે દહીં સાથે સર્વ કરી શકાય છે. પરોઠા બધા ના ઘરમાં બનતા જ હોય છે. Sonal Modha -
આલુ મટર સમોસા પરોઠા (Aloo Matar Samosa Paratha Recipe In Gujarati)
#આલુ_મટર_પંજાબી_સમોસા_પરોઠા#CookpadTurns6 #HappyBirthdayCookpad#પંજાબી_સમોસા #સમોસા_પરોઠા #આલુ_મટર#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge💐 #હેપીબર્થડેકુકપેડ 💐 🚩 #My400thRecipes 🚩આવો ડબ્બલ સેલિબ્રેશન ની પાર્ટી કરીએ.સમોસા બધાંના ફેવરેટ હોય છે. કોઈપણ પાર્ટી સમોસા વગર અધૂરી લાગે. મારા મન માં વિચાર આવ્યો કે સમોસા તળવા કે બેક નથી કરવા, શેકી ને બનાવું તો ? તો આજે મેં સમોસા પરોઠા બનાવ્યા. સ્વાદ સમોસા નો અને સ્વરૂપ પરોઠા નું .. 2 ઈન 1... ફરક માત્ર એક જ - સમોસા તળવા નાં અને પરોઠા શેકવા નાં ... નાનાં મોટાં બધાં ને ભાવે એવા સમોસા પરોઠા ખાવાનો આનંદ ચા, ચટણી અને સોસ સાથે માણો. Manisha Sampat -
મીક્ષ લોટ નાં ખીચડી નાં મુઠીયાં(mix lot khichdi muthiya recipe in Gujarati)
મુઠીયાં ઘણી બધી વસ્તું નાં બને છે. દૂધીનાં, ભાજીના, કોબીનાં, ખીચડીનાં, વધેલા ભાતનાં, સાદા મુઠીયાં... અને બીજા અનેક જાતનાં. આ બધામાં મને મારી મમ્મી ની રીત થી બનાવેલાં ખીચડીનાં મુઠીયાં ખુબજ ભાવે છે.અમે નાનાં હતા ત્યારે તો મારી મમ્મી ખીચડી બનાવે, અને થોડી બચી હોય તો તેમાં થી મુઠીયાં કે ખીચડીનાં થેપલાં બનાવે. ઘરમાં બધાને તે હજુ પણ ખુબ જ ભાવે છે.મને આ મુઠીયાં ખુબ જ ભાવે છે; એટલે હવે હું મારી ઘરે ખીચડી બનાવું તો, થોડી વધારેજ કરું. જેથી બીજા દિવસે મુઠીયાં બનાવી શકુ. મારી ઘરે પણ બધાને તે ખુબજ ભાવે છે. ખુબજ જલદી થી ઘરમાં હોય તેવા જ સામાન થી ટેસ્ટી મુઠીયાં બની જતાં હોય છે.જો તમને મારી રેશીપી ગમે તો તમે પણ બનાવી જોવો. અને જરુર થી જણાવજો કે કેવાં લાગ્યાં?#માઇઇબુક#cookpad#cookpadindia#cookpadgujarati Suchi Shah -
કોથમીર ના પરોઠા (Kothmir Paratha Recipe In Gujarati)
આ લીલાછમ પરોઠા અમારા ઘર માં વર્ષો થી બનતા આવ્યા છે. ટીફીન માટે બેસ્ટ ઓપ્શન છે. કોથમીર આંખો માટે બહુ સારી છે એટલે એનો વપરાશ રેગ્યુલર રસોઈ માં કરવો જ જોઈએ.#RC4#Week4 Bina Samir Telivala -
મસાલા બિસ્કીટ ભાખરી (Masala Biscuit Bhakri recipe in Gujarati)
અમારી ઘરે અલગ- અલગ થેપલાં, મસાલાં ની સાદી ભાખરી, ફુલાવેલી જાડી ભાખરી, મસાલાં બિસ્કીટ ભાખરી એ બધું ખુબ જ બને. મને સવારનાં નાસ્તાં માં ચા કે કોફી જોડે એ જ ખાવાં નું ગમે. બીજાં બધા તળેલાં નાસ્તાં કરતાં આ મને ખુબ સારું ઓપ્સન લાગે. આ બધાં માં બિસ્કીટ ભાખરી મારી ખુબજ ફેવરેટ. કશે ટા્વેલ કરતાં હોય તો પણ થેપલાં ની જોડે એ તો જોડે હોય જ.આમાં સૌથી સારી વસ્તું એ કે, બનાવ્યાં પછી એ જલદી બગડતી નથી. ૮-૧૦ દીવસ તો આરામ થી રહી શકે છે.ટેસ્ટમાં પણ એ ખુબ જ સરસ લાગે છે. ચા-કોફી જોડે ખાવ કે પછી અથાણાં જોડે કે પછી એકલી ખાવ. ખુબ જ સરસ લાગે છે.બજારમાં માં પણ આ ભાખરી મળતી હોય છે, મેં ઘરે રવો એન ચણાનો લોટ મીક્ષ કરી ને થોડી હેલ્ધી બનાવી છે. ચણાંનો લોટ ઉમેર્યો છે, એટલે મોવન ઓછું હોવાં છતાં સરસ બિસ્કીટ જેવી બની છે. તમે પણ મારી આ રીત થી બનાવી જોજો. અને જરુર થી જણાવજો કે તમને કેવી લાગી?#cookpad#cookpadindia#cookpadgujarati Suchi Shah -
ગાજરનો સંભારો(gajar no sambharo recipe in gujarati)
#સાઇડતમે બધા જાણતા જ હશો કે ગાજર એ એક શ્રેષ્ઠ સુપરફૂડ છે. તે ખાવા નાં ઘણા બધા ફાયદા છે, તેમાં બહુ બધાં પોષક તત્ત્વો હોય છે. અને સૌથી સારી વસ્તું એ છે કે મુખ્યત્વે તે દરેક જગ્યાએ ઉપલબ્ધ હોય છે. અને બીજી સૌથી સારી વસ્તુ એ છે કે તમે એને બહુ બધી રીતે તમારા ખાવા માં ઉપયોગ માં લઈ શકો છો.તમે તેને કાચાં ખાવ, કુક કરી ને ખાવ ( પરોઠા, સંભારો, અથાણું...) સલાડ કે સૂપમાં ઉમેરીને ખાવ કે પછી તેની મીઠાઈ (હલવો) બનાવીને ખાવ. ગમે તે સ્વરૂપ માં ખાવ, તે સ્વાદિષ્ટ જ લાગે છે.મારી ઘરે ગાજરનો વપરાશ હું ખુબ જ કરું છું. અમને બધાને તેનો સંભારો ખુબ જ ભાવે છે. જમવામાં ગમે તે શાક હોય,તો જોડે સારો લાગે. અને શાક ના પણ હોય તો પણ એ રોટલી કે પરોઠા જોડે સરસ લાગે છે. હું એનું થોડું પાણી નીચવી ને બનાવું છું, જેથી ૨-૩ દિવસ સુધી એ બગડતો નથી. તમે ચાહો તો પાણી કાઢ્યા વગર પણ બનાવી શકો છો.આ સંભારો બહુ બધી અલગ અલગ રીતે બનતો હોય છે, પણ તમે મારી આ રેશીપી થી તે બનાવવા નો જરુર થી ટા્ય કરજો અને જણાવજો કે તમને આ ગાજરનો સંભારો કેવો લાગ્યો?#માઇઇબુક#cookpad#cookpadindia#cookpadgujarati Suchi Shah -
કોબીજ નો સંભારો (Cabbage Sambharo recipe in Gujarati)
#GA4#Week14કોબી નો સંભારો એ એક પરંપરાગત ગુજરાતી સાઇડ ડિશ કચુંબર છે. જેને મોટે ભાગે ગુજરાતી થાળી ના ભોજન સાથે પીરસવામાં આવે છે. આ ખુબ જ ઝડપથી બની જતી ટેસ્ટી વસ્તુ છે.આમાં કોબીજ ને પાતળી લાંબી ઉભી પટ્ટી જેવું સમારવા માં આવે છે. તેમાં લાલ કે લીલા કેપ્સીકમ, ગાજર, લીલા મરચા, લીમડાનાં પાન નાંખી ને એકદમ ચટાકેદાર બનાવવા માં આવે છે. જરા લીંબુ નો રસ એને વધારે ટેસ્ટી બનાવે છે. આ ને એકદમ ચડાવવામાં નથી આવતું, અધકચરું કાચું- પાકું બનાવવામાં આવે છે.આ સંભારો બધા પોતાના ટેસ્ટ મુજબ અલગ અલગ રીતે બનાવતાં હોય છે. ઘણાં લોકો લીંબુ નો રસ કે હળદર નથી ઉમેરતાં. તમે એને તમારા ટેસ્ટ મુજબ ફેરફાર કરી ને બનાવી સકો છો. ખુબ જ ઓછી વસ્તુ ઓ માંથી એક ચટાકેદાર ટેસ્ટી સંભારો(કચુંબર) બને છે.હું એમાં થોડો સુકું કોપરાનું ખમણ અને દાડમનાં દાણાં ઉમેરું છું. એના થી એ વધારે ટેસ્ટી બને છે. અમારી ઘરે તો આ કોબીજ નો સંભારો બધાનો ખુબ જ ફેવરેટ છે. તમે પણ અને આ રીતે બનાવી ને જરુર થી જોજો.#Cabbage#Cookpad#Cookpadindia#Cookpadgujarati Suchi Shah -
કેસર પીસ્તા કાજુ કતલી ( Kesar Pista Kaju Katli recipe in Gujarati
કાજુ કતરી કે કાજુ કતલી બહુ ફેમસ કાજુ માં થી બનાવવામાં આવતી મીઠાઈ છે. આ મીઠાઈ મોટે ભાગે બધા તહેવારો માં બધાની ઘરે ખવાતી જ હોય છે. કાજુ કતરી સાદી, કેસર વાળી કે કેસર પીસ્તા વાળી કે બીજી અનેક ફ્લેવરમાં મળતી હોય છે.આમ તો કાજુ કતરી માં ખાંડ ની એક તાર ની ચાસણી કરી એમાં કાજુ નો ભુકો નાંખી એને બનાવવા માં આવે છે. એટલે, ઘણી વાર બધાને એ ઘરે બનાવવી ગમતી હોતી નથી. આજે હું એક ખુબ જ એકદમ સરળ ગેસ નો ઉપયોગ કર્યાં વગર કાજુ કતરી કેવી રીતે બનાવવી એ રેસિપી તમારી જોડે સેર કરવા માંગું છું. ફક્ત ૧૫ મીનીટ માં એકદમ બજર જેવી સરસ કાજુ કતરી બને છે. મેં કેસર પીસ્તા ફ્લેવર ની બનાવી છે, તમે ચાહો તો સાદી કે એકલા કેસર ફ્લેવર ની પણ બનાવી સકો છો. ખુબ જ સરળ રેસિપી છે. એકદમ ઝટપટ સ્વાદિષ્ટ બજાર જેવી જ ઘરે બને છે.આ કાજુ કતરી ઘરમાં જ હોય એવાં સામાન નો વપરાશ કરી ને બનાવી છે. તમને જો કન્ડેન્સ મીલ્ક ના યુઝ કરવું હોય તો તમે દળેલી ખાંડ વાપરી સકો છો. તમે આ રીતે બનાવી ને જરુર થી જોજો અને જણાવજો કે કેવી લાગી તમને આ કાજુ કતલી!!!#trend4#KajuKatli#કાજુકતલી#Cookpad#Cookpadgujarati#Cookpadindia Suchi Shah -
મસાલા પરોઠા (Masala Paratha Recipe In Gujarati)
ઊનાળામાં હળવું ખાવાનું આપણ ને ગમતું હોય છે. મસાલા પરોઠા સાંજે ડીનર મા કે સવારે બેકફાસટ મા મઝા આવે છે.ઊનાળામાં એમ પણ રસોડામાં બહુ ટાઈમ કાઢવાનો આપણ ને ગમતો નથી તો આ પરોઠા ઝડપથી થઈ જાય છે. #cookpadgujarati #cookpadindia #breakfast #dinner #paratha #masalaparatha. Bela Doshi -
કેપ્સીકમ બેસન મસાલાં (Shimla Mirch Besan Sabji recipe in Gujarati)
આપડે ગુજરાતીઓ બધા ખાવા નાં ખુબ શોખીન. સાચું કીધું ને?? રોજ આપડે અલગ-અલગ ખાવાનું હોય. રસોઈ બનાવીએ તેમાં પણ વેરાયટી હોય. દાળ, મગ, કઢી અને એની જોડે જુદા-જુદા શાક હોય. મગ ની જોડે અમુક જ શાક સારા લાગે. અમારી ઘરે, મગની જોડે ફણસી, કોલી ફ્લાવર કેપ્સીકમ નું શાક, પરવળ એવા શાક બંને. એ બધામાં કેપ્સીકમ નું ચણાનાં લોટ વાળું મારું બધા થી વધારે ફેવરેટ.આમ તો આ કેપ્સીકમ બેસનનું શાક બનાવતાં ખુબ વાર લાગે. પહેલાં ચણાનો લોટ શેકવો પડે, પછી કેપ્સીકમ ને શાંતળો, ચડતા કોઈ વાર બહુ વાર પણ લાગે. અને પછી બધો મસાલો કરી શાક બનાવો. પણ હું તો એ શાક મારી મોમ ની જેમ કુકર માં જ બનાવું. ખુબ જ ફટાફટ બની જાય, લોટ પણ નાં સેકવો પડે, બસ, બધું ભેગું કરી ૨-૩ સીટી મારો ને, તેલ મુકી વઘાર કરી મીક્ષ કરો એટલે, તમારું મસ્ત શાક તૈયાર.તમે પણ મારી આ ખુબ જ ઈઝી રીત થી બનાવવા નો ટા્ય જરુર કરજો, અને જણાવજો કે કેવું લાગ્યું તમને આ કેપ્સીકમ બેસન મસાલા?#માઇઇબુક#cookpad#cookpadindia#cookpadgujarati Suchi Shah -
જેસલમેરી કાળા ચણા કઢી(Jaisalmeri Kala Chana Kadhi Recipe In Gujarati)
#GA4#Week25#Rajasthani#JaisalmeriChanaજેસલમેરી કાળા ચણા ની વાનગી રાજસ્થાનના જેસલમેરની એક ખુબ જ આસાન રીતે બનતી એક પરંપરાગત વાનગી છે. જેમાં કાળા ચણા માં મસાલા અને દહીં નાંખી બનાવવામાં આવે છે. સાદી ભાષા માં કહીએ તો કાળા ચણાં ની એક રસાવાળી કરી. આ ખુબ જ સરસ અને બહુ જ ઝડપથી બની જતી એક સ્વાદિષ્ટ રાજસ્થાની વાનગી છે.રાજસ્થાન માં વરસાદ ખુબ જ ઓછો હોય છે, એટલે ત્યાં લીલી શાકભાજી ખુબ જ ઓછા પ્રમાણ માં મળે છે. ત્યાં નાં લોકો રોજબરોજ ના જમવામાં શાક ના વપરાશ વગર ની વાનગી ઓ વધુ બનાવે છે. મોટાભાગની શાકાહારી રાજસ્થાની વાનગીઓ માં ચણાના લોટ, કઠોળ અને બટાકાની મદદથી વાનગી ઓ બનાવવાં આવે છે. જેસલમેરી ચણા પણ એમાં ની જ એક બહુ ટેસ્ટી વાનગી છે.જેસલમેરી કાળા ચણા ને જેસલમેરી કાલા ચણા કઢી તરીકે પણ ઓળખવામાં અભાવે છે. અમારી ઘરે બધાને ચણા માંથી બનાવેલી બધી જ વસ્તુ ઓ ખુબ જ ભાવે છે. ચણાચાટ, પાણીપુરી, ચણાચોર ગરમ અને જેસલમેરી ચણા. એમાં જેસલમેરી ચણાં તો અવાર નવાર ઘરે બનતા જ હોય છે. તે પરોઠા, રોટલી કે પછી રાઈસ જોડે પણ બહુ જ સરસ લાગે છે. શાક ઘરમાં ના હોય તો આ એક બહુ જ સરસ ઓપ્સન છે. જલદી થી ઘરમાં જ અવેલેબલ હોય એવા સામાન માંથી બનતી સ્વાદિષ્ટ વાનગી છે. તમે પણ મારી આ રીતે જેસલમેરી ચણા બનાવી ને જરુર થી જોજો#Cookpad#Cookpadgujarati#CookpadIndia Suchi Shah -
થેપલા અને થેપલા બાઈટ્સ (Thepla & Thepla Bites recipe in Gujarati)
#GA4#Week20#Theplaથેપલા એટલે આપડા ગુજરાતી ઓની ઓળખ. બધા ની ઘરે એ અલગ અલગ જાતનાં બનતાં જ હોય છે. સવારનાં નાસ્તામાં હોય કે, ટા્વેલીંગમાં જોડે લઈ જતાં હોવ, સ્કુલ લંચ બોક્ષ માં અપાય, સાંજ ના જમવામાં ખાવ, કે પછી પીકીનીક પર જતાં જોડે લઈ જાવ. થેપલા તો જોડે હોય જ. થેપલા બહુ બધાં જાતનાં અલગ રીતનાં બનતાં હોય છે. બધાં પોતાની અનુકુળતા અને ટેસ્ટ અને જરુરીયાત મુજબ બનાવતાં હોય છે.અમારી ઘરે મેથી ની ભાજી નાં, પાલખનાં, દૂધીનાં, આવોકાડો નાં થેપલાં ઘઉનાં લોટમાં મોટે ભાગે રુટીનમાં અને શિયાળામાં બાજરીનાં મેથી ની ભાજી વાળા ઢેબરાં બનતાં હોય છે. આજે મેં પાલખનાં ઘઉંના લોટ માંથી થેપલાં બનાવ્યાં છે, અને એજ લોટ માં જરા સોડા, ઘી અને બેકીંગ પાઉડર ઉમેરી નાનાં નાનાં થેપલાં બાઈટ્સ બનાવ્યા છે. એ મેં પહેલી વાર બનાવ્યા. બહુ જ સરસ થયા છે. ઘરે બધાને ખુબ જ ભાવ્યા. એને બનાવવા પણ ખુબ જ ઈઝી છે, અને એકદમ ટેસ્ટ બાઈટ્સ બને છે. આ થેપલાં બાઈટ્સ એકદમ ઠંડા થાય પછી એર ટાઈટ ડબ્બા માં ભરી લો. ૧૦ દિવસ સુધી એકદમ સરસ રહેસે. મારે ૨ કપ લોટ માંથી નાનાં નાનાં ૬૫ જેવાં બાઈટ્સ બન્યાં છે. અને ૮ મોટા કુકી સેપનાં કર્યાંછે. ચા- કોફી જોડે ખાવ કે પછી એકલા!!!તમે પણ મારી આ રેસિપી થી બનાવી ને જરુર થી જોજો. બહુ જ સ્વાદિષ્ટ લાગે છે. બનાવો અને જરુર થી જણાવો કે કેવાં લાગ્યા!!#Cookpad#CookpadGujarati#CookpadIndia#થેપલા#થેપલાબાઈટ્સ#TheplaBites Suchi Shah -
પાસ્તા (Pasta in Red Sauce Recipe in Gujarati)
#GA4#Week5#Italianપાસ્તા એમ નામ જ સાંભળીને બધાના મોં મા પાણી આવી જાય છે. પાસ્તા એ વલ્ડ ફેમસ ઈટાલીયન ફુડ છે, અને હવે એ બધાની ઘરે બનતું નાના મોટા બધાનું ફેવરેટ ફુડ છે. પાસ્તા બહુ જ બધી અલગ જાતનાં હોય છે, અને બહુ બધી અલગ રીતે બનતાં હોય છે. અમારી ઘરે, પેને પાસ્તા, મેકો્ની પાસ્તા, રીગાટોની પાસ્તા અને વાઈટ સોસ માં બનતાં ફેટચીની પાસ્તા બીજા બધાં પાસ્તા કરતાં વધારે બનતાં હોય છે.આજે આપડે બેસીક રેડ સોસમાં બનતાં પાસ્તા બનાવસું. પાસ્તા સોસ બનાવવો પણ ખુબ જ ઈઝ છે, પણ આજે મેં તૈયાર સોસ યુઝ કર્યો છે. આમતો મોટે ભાગે બધાં મેંદા માંથી બનાવેલા પાસ્તા યુઝ કરતાં હોય છે, આજે મેં હોલ વ્હીટ માંથી બનેલાં પાસ્તા યુઝ કર્યાં છે. જે મેંદા કરતાં પચવામાં પણ હલકા હોય છે.મેં બે અલગ પાસ્તા બનાવ્યાં છે, પેને પાસ્તા અને રીગાટોની પાસ્તા. બંને માં બધું સેમ જ કર્યું છે, ખાલી એક ને ઓવનમાં જરા વાર બેક્ડ કર્યાં છે , અને બીજા ને ખાલી તાવડીમાં બધું ઉમેરી બનાવ્યાં છે. મારી Daughter ને બેક્ડ કરેલાં વધારે ચીઝ વાળાં ભાવે છે, અને Husband ને ઓછી ચીઝ વાળાં સાદા પીસ્તા ભાવે છે.તમે પણ આ રીતે પાસ્તા બનાવી જોજો. અને જરુર થી જણાવજો કે તમને કેવાં લાગ્યાં અને કયા પાસ્તા વધારે ભાવે છે!!!!#Cookpad#Cookpadgujarati#Cookpadindia Suchi Shah -
મીક્ષ વેજીટેબલ સુપ (Mix Vegetables Soup Recipe In Gujarati)
સુપ!!! આપડે બધા બહુ બધી જાતનાં અલગ અલગ સુપ પીતાં હોઈએ છીએ. ટોમેટો નો સુપ, ઈટાલીયન સુપ, ચાઈનીઝ સુપ,મેક્સીકન સુપ કે પછી મીક્ષ વેજીટેબલ નો સુપ. જ્યારે, બીજું કશું કાંઈ ખાસ ખાવાની ઈચ્છા ના હોય તો સુપ એ એકદમ બેસ્ટ અને એકદમ હેલ્ધી ઓપ્સન છે.મારી દીકરી ને બહુ બધા વેજીટેબલ ભાવતાં નથી, પણ સુપ માં હું ગમે તેટલાં વેજીટેબલ નાંખું, કોઈ પણ માથાકૂટ વગર પે્મ થી પી લેતી હોય છે. એટલે હું અવાર નવાર સુપ બનાવતી જ હોવું છું આજે, મેં મીક્ષ વેજ સુપ બનાવ્યો છે. તેમાં તમે તમને ગમતાં બધાં વેજીટેબ્સ નાંખી શકો છો.આ મીક્ષ વેજીટેબલ સુપ માં, ગાજર, ટામેટા અને કેપ્સીકમ તો હોય જ, પણ જોડે પાલક, તો કોઈવાર દૂધી પણ નાંખી ને બનાવી સકાય છે. બધું મીક્ષ કરી ને તમે એક ખુબજ હેલ્ધી વાયટામીન થી ભરપૂર એવો સુપ બનાવી શકો છો. હું આ સુપ માં એક સફરજન પણ નાંખું છું, તેનાં થી સુપ ની થીકનેસ આવી જશે અને બધા વેજીટેબલ જોડે એ ટેસ્ટ પણ બેલેન્સ કરી લેશે.તમે પણ મારી આ રીત થી એકદમ હેલ્ધી પણ એકદમ ટેસ્ટી સુપ બનાવી જોજો. અને જરુર થી જણાવજો કે તમે બીજાં કયા વેજીટેબલ યુઝ ક્યાઁ અને સુપ કેવો બન્યો હતો??#માઇઇબુક#cookpad#cookpadgujarati#cookpadindia Suchi Shah -
રગડા પેટીસ (Ragda Pattice recipe in Gujarati)
#trend2Week2રાગડા પેટીસ એ મહારાષ્ટ્ર અને ગુજરાતનું લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે. તેમાં બટાટાની પેટીસ જોડે ચટાકેદાર પીળા વટાણાં નો રગડો ચટણીઓ, કાંદા અને સેવ સાથે પીરસવામાં આવે છે. જોઈ ને ખાવાનું મન થાય એવું ટેસ્ટી ફુડ છે.રાગડા પેટીસ નાં બે મેઈન ઘટકો, એક તો વટાણાંનો ચટાકેદાર રગડો એ વટાણાને પલારી બાફીને મસાલાં કરી ને બનાવવા માં આવે છે. આ રગડો એકલાં પાંવ જોડે અને એમાં સેવ અને ચટણી નાંખીને પણ ખાઈ સકાય છે.બીજું મહત્વનું ઘટક આમાં એની બટાકાની પેટીસ હોય છે. બાફેલા બટાકાં માં બહુ ઓછા મસાલા કરી એને બનાવવામાં આવે છે.અમારી ઘરે તો આ રગડા-પેટીસ બધાને ખુબ જ ભાવે છે. ઘરમાં જ હોય એવા સામાંનમાંથી બની જતી ખુબજ ઈઝી અને ટેસ્ટી વસ્તુ છે. તમે પણ મારી આ રીત થી બનાવી ચટાકેદાર ટેસ્ટી રગડા-પેટીસ નો આનંદ માણો.#RagdaPattish#cookpad#cookpadgujarati#cookpadindia Suchi Shah -
કેસર-પિસ્તા રોલ (Kesar-Pista Roll recipe in Gujarati)
કેસર-પિસ્તા રોલ મારા પતિ નાં ખુબ જ ફેવરેટ છે. જ્યારે પણ ખાવાનું મન થાય અમે અત્યાર સુધી બહારથી જ લાવતાં હતાં. આ વખતે કરોના ને લીધે છેલ્લા ૪-૫ મહિનાથી બહારનું બધું ખાવીનું જ બંધ કરી લીધું છે; એટલે આ વખતે રક્ષાબંધન પર મેં કેસર-પિસ્તા ના રોલ ઘરે જ બનાવવા નું નકકી કર્યું.અમે જ્યારે બહારથી લાવતા હતાં ત્યારે લાગતું હતું કે બહુ અઘરું હશે તેને બનાવવાનું...પણ આજે મેં જ્યારે બનાવ્યાં ત્યારે જ ખબર પડી કે આ તો બનાવવા ખુબ જ સહેલાં છે. બહુ સમય પણ નથી લાગતો અને ખુબજ સરસ ટેસ્ટી કેસર-પિસ્તા રોલ ઘરે ખુબ જ ઓછા સામાનથી આસાનીથી બનાવી સકાય છે.કેસર-પિસ્તા રોલ બહુ બધી રીતે બનાવાય છે. ઘણાં લોકો એને ચાસણી બનાવી ને બનાવે છે. મેં એને ખુબ જ સરળ રીતે, ચાસણી ની ઝંઝટ માં પડ્યા વગર એકદમ ફટાફટ બની જાય એવી રીતે બનાવ્યાં છે. અને એકદમ બજાર જેવાં બન્યાં છે. કદાચ બજાર કરતાં પણ વધારે સારા!! મારી ઘરે તો બધાને ખુબ જ ભાવ્યા. 😊🥰😍શું બનાવવા ના છો તમે આ રક્ષાબંધન પર!!! તમે પણ મારી આ રેશીપી થી કેસર-પિસ્તા રોલ જરુર બનાવજો, અને જણાવજો કે તમને કેવા લાગ્યા??#માઇઇબુક#cookpad#cookpadindia#cookpadgujarati Suchi Shah
More Recipes
- ભરેલા બટાકા નું શાક (Stuffed Potato Sabji Recipe In Gujarati)
- ગુજરાતી ખાટા ઢોકળા(Gujarati khatta dhokla recipe in gujarati)
- પનીર ભૂરજી વિથ મસાલા લચ્છા પરાઠા (Paneer Bhurji with Masala Laccha Paratha Recipe In Gujarati)
- દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
- ચોકલેટ લોડેડ કેક(chocolate Loaded Cake Recipe In Gujarati)
ટિપ્પણીઓ (10)