ફુદીના આલું

Mona Acharya
Mona Acharya @cook_26232607

આ વાનગી કોઈપણ પાર્ટીમાં બનાવીએ તો મજા પડી જાય અમારે ત્યાં તો કીટી પાર્ટીમાં અવારનવાર બને છે, આ વાનગી નાનાથી મોટા બધાને પસંદ આવે એવી છે

ફુદીના આલું

આ વાનગી કોઈપણ પાર્ટીમાં બનાવીએ તો મજા પડી જાય અમારે ત્યાં તો કીટી પાર્ટીમાં અવારનવાર બને છે, આ વાનગી નાનાથી મોટા બધાને પસંદ આવે એવી છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

12 થી 15 મિનિટ
ચાર વ્યક્તિ
  1. લીલી ચટણી માટે:
  2. ફુદીનાનાં પાંદડાં ૧ કપ, લીલી કોથમરી ૧/૨ કપ, નાની ડુંગળી ૧નગ, લીંબુ ૧ નગ, ખાંડ ૧/૪ટી સ્પૂન, ૨ થી ૪ લીલા મરચા અને મીઠું સ્વાદપ્રમાણે
  3. બીજી વસ્તુઓ: બટેટા ઝીણા ૨ કપ, સંચળ ૧/૪ ટી સ્પૂન, બટર ૨ ટી સ્પૂન, મીઠું સ્વાદ પ્રમાણે, કોર્ન ફ્લોર ૧ ૧/૨ ટી સ્પૂન (૧ ટેબલ સ્પૂન પાણી મિક્સ કરવું કોર્ન ફ્લોર મા)

રાંધવાની સૂચનાઓ

12 થી 15 મિનિટ
  1. 1

    સર્વ પ્રથમ લીલી ચટણી માટેની બધી જ વસ્તુઓ ભેગી કરીને, તેમાં સાવ થોડું પાણી ઉમેરીને તેને મિક્સરમાં પેસ્ટ બનાવી લેવી

  2. 2

    ત્યારબાદ બટાકાને કાંટા ચમચી વડે કાણા પાડી, થોડું મીઠું નાખી બાફી લેવા

  3. 3

    બટેકા ઠંડા પડે એટલે છોડી લેવા, અને તેમાં બનાવે લીલી ચટણી ઉમેરી તેને સરસ રીતે મિક્સ કરી 15 મિનીટ સુધી મેરિનેટ થવા માટે એક્સાઇઝ મૂકી રાખો

  4. 4

    15 મિનિટ બાર એક નોન-સ્ટીક પેનમાં બટર નાખો, બટર બળી ન જાય તેનું ખાસ ધ્યાન રાખજો, બટર નાખી તરત જ બટાકા નાખી દેવાઅને તેની સાથે જ corn flour વાળું પાણી ઉમેરી દો

  5. 5

    બટાકાને ચારથી પાંચ મિનિટ મીડીયમ flame પર સોતે કરો, ગરમાગરમ પુદીના પોટેટો રેડી છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mona Acharya
Mona Acharya @cook_26232607
પર

Similar Recipes