મેથીની ભાજીના મુઠીયા (Fenugreek Leaves Muthiya Recipe in Gujarati)

Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
Vadodara, Gujarat, India

#GA4
#Week19
#post3
#methi
#મેથીની_ભાજીના_મુઠીયા ( Fenugreak Leaves Muthiya Recipe in Gujarati)
આ મુઠીયા ઊંધિયું સાથે અથવા વાલોર, પાપડી, રીંગણ કે તુવેર ના શાક માં ખૂબ જ ટેસ્ટી લાગે છે.. આ મુઠીયા ની ખરી લિજજત ગરમ ચા સાથે પણ માણી સકાય છે. આ મુઠીયા અંદર થી એકદમ સોફ્ટ ને બહાર થી એકદમ ક્રિસ્પી બન્યા છે. આ મુઠીયા માંથી ટામેટા મુઠીયા નું શાક પણ બનાવી સકાય છે.

મેથીની ભાજીના મુઠીયા (Fenugreek Leaves Muthiya Recipe in Gujarati)

#GA4
#Week19
#post3
#methi
#મેથીની_ભાજીના_મુઠીયા ( Fenugreak Leaves Muthiya Recipe in Gujarati)
આ મુઠીયા ઊંધિયું સાથે અથવા વાલોર, પાપડી, રીંગણ કે તુવેર ના શાક માં ખૂબ જ ટેસ્ટી લાગે છે.. આ મુઠીયા ની ખરી લિજજત ગરમ ચા સાથે પણ માણી સકાય છે. આ મુઠીયા અંદર થી એકદમ સોફ્ટ ને બહાર થી એકદમ ક્રિસ્પી બન્યા છે. આ મુઠીયા માંથી ટામેટા મુઠીયા નું શાક પણ બનાવી સકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫ મિનિટ
૪ વ્યક્તિ
  1. ૧ કપ લીલી મેથી ની ભાજી જીની સમારેલી
  2. ૧/૨ કપ લીલી કોથમીર જીની સમારેલી
  3. ૧/૩ કપ લીલું લસણ જીણું સમારેલું
  4. મીઠું સ્વાદ મુજબ
  5. ૧ & ૧/૨ કપ ઘઉંનો કરકરો લોટ અથવા ૧ કપ ઘઉંનો જીનો લોટ + ૧/૨ કપ રવો
  6. ૧/૪ કપ ચણા નો લોટ
  7. ૩ ટેબલ સ્પૂન સફેદ તલ
  8. ૧/૩ ટી સ્પૂન હિંગ
  9. ૧/૪ ટેબલ સ્પૂન હળદર પાઉડર
  10. ૧ ટેબલ સ્પૂન લાલ મરચું પાઉડર
  11. ૧ ટેબલ સ્પૂન ધાણા જીરું પાઉડર
  12. ૩ ટેબલ સ્પૂન ખાંડ
  13. ૧ ટી સ્પૂન ગરમ મસાલો
  14. ૧ ટેબલ સ્પૂન અથાણાં નો કોરો મસાલો
  15. ૨ ટેબલ સ્પૂન તેલ
  16. ૧/૪ ટી સ્પૂન બેકિંગ સોડા
  17. ૧ નંગ લીંબુ નો રસ
  18. ૧ નંગ લીંબુ નો રસ
  19. પાણી જરૂર મુજબ
  20. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ મેથી ની ભાજી અને લીલી કોથમીર ને જીની સમારી ને ધોઈ ને સાફ કરી લો. હવે એક મોટા કથરોટ માં જીની સમારેલી લીલી મેથી ની ભાજી, જીની સમારેલી લીલી કોથમીર, લીલુ લસણ અને મીઠું ઉમેરી હાથ થી મિક્સ કરી લો. હવે આ ભાજી ને 5 મિનિટ માટે રેસ્ટ આપો જેથી ભાજી ની જે કડવાશ હોય એ ઓછી થઇ જાય.

  2. 2

    હવે આ ભાજી માં ઘઉં નો કરકરો લોટ અથવા (1 કપ ઘઉં નો લોટ + 1/2 કપ રવો), ચણા નો લોટ, સફેદ તલ ઉમેરો.

  3. 3
  4. 4

    હવે આમાં હિંગ, હળદર પાઉડર, લાલ મરચું પાઉડર, ધાણા જીરું પાઉડર, ખાંડ, ગરમ મસાલો, અથાણાં નો કોરો મસાલો, તેલ, બેકિંગ સોડા અને લીંબુ નો રસ ઉમેરી હાથ થી પહેલા આ મિશ્રણ ને મિક્સ કરી લો.

  5. 5
  6. 6

    હવે આ મિશ્રણ માં થોડું થોડું જરૂર મુજબ પાણી ઉમેરતા જઈ સોફ્ટ લોટ બાંધી લો. હવે આ કણકમાંથી લંબગોળ કે ગોળ નાની સાઇઝ ના મુઠીયા વાળી લો. (તમે તમારા મનગમતા શેપ માં મુઠીયા બનાવી સકો છો, મેં અહી લંબગોળ અને ગોળ બંને આકાર માં મુઠીયા બનાવ્યા છે)

  7. 7

    હવે એક પેન મા જરૂર મુજબ તળવા મટે તેલ ગેસ ની મીડીયમ આંચ પર ગરમ કરો. તેલ ગરમ થાય એટલે પહેલા ગેસ ની તેજ આંચ પર મુઠીયા ઉમેરી થોડા મુઠીયા તળી ને ઉપર આવે એટલે ગેસ ની આંચ મીડીયમ કરી બધા મુઠીયા આ રીતે બંને બાજુ ગોલ્ડન તળી લો.

  8. 8
  9. 9

    હવે આપણા મેથી ની ભાજી ના મુઠીયા તૈયાર છે સર્વ કરવા માટે. આ મુઠીયા અંદર થી એકદમ સોફ્ટ ને બહાર થી એકદમ ક્રિસ્પી બન્યા છે. આ મુઠીયા ને એર ટાઈટ ડબ્બા માં ભરી 8 થી 10 દિવસ સુધી સ્ટોર કરી સકાય છે. ને આ મુઠીયા ઊંધિયું બનાવવામાં કે બીજી કોઈ સબ્જી બનાવવામાં ઉપયોગ કરી સકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
પર
Vadodara, Gujarat, India
I love cooking & cooking is my Passion..😍😘
વધુ વાંચો

Similar Recipes