પાલક પનીર બટર નાન એન્ડ જીરા રાઈસ(Palak Paneer & Butter Naan & Jeera Rice Recipe In Gujarati)

પાલક પનીર બટર નાન એન્ડ જીરા રાઈસ(Palak Paneer & Butter Naan & Jeera Rice Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પાલક પનીર બનાવવા માટે સૌપ્રથમ આપણે પાલકને એક તપેલીમાં થોડો પાણી લઈને પાલકને બાફી લઈશું
- 2
ત્યાર પછી તેને મિક્ષ્ચર જારમાં ગ્રા ઈન્ડ કરી લઈશું પછી આપણે કડાઈ તેલ લઈને તેમાં ડુંગળી ટામેટાં આદુ મરચાં લસણની પેસ્ટ અને સુકા મરચા સાતળી લઈશું ત્યાર પછી તેમાં લાલ મરચું પાઉડર હળદર જીરુ અને મીઠું નાખીશું
- 3
ત્યાર પછી એક કડાઈમાં પનીર તળી લઈને તૈયાર થયેલ ડુંગળી ટામેટાની પેસ્ટ માં પાલકની પેસ્ટ નાખીશું આ બધા આ મિશ્રણને પાંચથી દસ મિનિટ ઉકાળો પછી તેમાં પનીર એડ કરો
- 4
આ બધા મિશ્રણને પાંચ મિનિટ હલાવો પછી તેના ઉપર ગરમ મસાલો અને કોથમીર નાખો બટર નાંખી ગાર્નિશ કરો
- 5
નાન બનાવવા માટે સૌપ્રથમ આપણે એક બાઉલમાં મેંદાનો લોટ લઈશું તેમાં દૂધ દહીં મીઠું બેકિંગ પાઉડર બેકિંગ સોડા અને ખાંડ નાખી લોટ ની બરાબર મિક્સ કરીશું ત્યાર પછી તેમાં બે ચમચી તેલ નાખી શું લોટમાં થોડું પાણી નાખી લોટ બાંધી લઈશું
- 6
. ત્યાર પછી લોટને આપણે એક બાઉલમાં કપડું ઢાંકીને એકથી બે કલાક માટે હૂંફાળી જગ્યામાં રાખી દઈશું
- 7
બે કલાક પછી લોટ પાંચ મિનિટ મિક્સ કરી લો ત્યાર પછી બે નાના નાના લૂઆ વાળી નાંન વણી લો
- 8
ત્યાર પછી નાનપર થોડું પાણી લગાવી તવી પર એકો પછી તવિને ઉંધી કરીને નાન સેકી લો બટર લગાવી સર્વ કરો
- 9
જીરા રાઈસ બનાવવા માટે સૌ પ્રથમ આપણે કુકરમાં એકથી દોઢ ગ્લાસ પાણી નાખી તેમાં રાઈસ મીઠું અને થોડું તેલ નાખી ત્રણથી ચાર સીટી કરી લઈશું પછી રાઈસને ઠંડા થવા દેશો ઠંડા થઇ ગયા પછી આપણે તેમાં જીરું નો વઘાર કરી શું જીરુનો વઘાર કરવા માટે એક નાના બાઉલમાં થોડુ તેલ લઇ તેલ ગરમ થવા દેવું તેલ ગરમ થઈ ગયા પછી એમાં જીરું નાખી જીરુ બ્રાઉન કલરનો થાય ત્યાં સુધી શેકાવા દો કોથમીર થી ગાર્નીશ કરી શકો
- 10
આમ આ રીતે આપણી ડીસ તૈયાર છે
Similar Recipes
More Recipes
























ટિપ્પણીઓ (14)