મેથી સક્કરપારા(Methi Shakkarpar Recipe in Gujarati)

AnsuyaBa Chauhan @cook_25770565
મેથી સક્કરપારા(Methi Shakkarpar Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક વાસણ માં લોટ લઇ એમાં બધા મસાલા, મેથી અને તેલ નાખી લોટ બાંધી લેવો.બહુ ઢીલો પણ નહિ અને બહુ કઠણ પણ નઈ એવો લોટ બાંધવો.
- 2
પછી લોટને ઢાંકી10મિનિટ રેવા દેવો. 10મિનિટ પછી લોટ ને લઇ મસળી લેવો. એક વાટકી માં ઘી અને લોટ મિક્સ કરી સાટો બનાવવો.
- 3
હવે લોટ ના લુવા કરો તમારે જેટલાં લેયર કરવા હોય, 3, 4 કે 5એટલી રોટલી વણવી. રોટલી વણાય જાય પછી એક રોટલી લઇ એના પર સાટો લગાવી લોટ ભભરાવો.
- 4
હવે એ રોટલી પર બીજી રોટલી મૂકી એજ રીતે સાટો અને લોટ ભભરાવો એવી રીતે બધી રોટલી ને કરો. હવે બધી રોટલી ના લેયર થઇ જાય પછી એને લોટ લઇ વણી લો.
- 5
પછી એને વાળી લો. અને એ રોલ ને પણ વણી લો.
- 6
પછી ચાકુ થી કટ કરી ધીમા તાપે બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો. પછી સર્વ કરો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13697238















ટિપ્પણીઓ (4)