પનીર કોર્ન ચીલા(Paneer Corn Chilla Recipe In Gujarati)

Pina Mandaliya
Pina Mandaliya @cook_25713246

પનીર કોર્ન ચીલા(Paneer Corn Chilla Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. બાફેલી મકાઈ ના દાણા
  2. ૧ વાટકો ચણા નો લોટ
  3. ૧ ટે સ્પૂનલાલ કાશ્મીર મસાલો
  4. ૧ ટે સ્પૂનહળદર
  5. ૧ ટે ચમચી આદુ મરચાની પેસ્ટ
  6. સ્વાદ અનુસારમીઠું
  7. જરૂર મુજબ કોથમરી
  8. જરૂર મુજબ તેલ
  9. ૧ કપ પનીર નું છીણ
  10. ૧ ટે સ્પૂનચોખા નો લોટ
  11. ૧ ટે સ્પૂનકોર્ન ફ્લોર
  12. જરૂર મુજબ પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બાફેલી મકાઈ ના દાણા કાઢી મિક્સર જારમાં ક્રશ કરી લો પછી એક બાઉલ મા ચણા નો લોટ ચોખા નો લોટ ને કોર્ન ફ્લોર મિક્સ કરો

  2. 2

    પછી તેમાં પેલા મીઠું, હળદર,લાલ કાશ્મીર મસાલો,,ઝીણી સમારેલી કોથમીર, પનીર નું છીણ નાખો પછી તેમાં બાફેલી મકાઈ નો ક્રશ નાખી દો

  3. 3

    પછી બધું બરાબર મિક્સ કરી લો જરૂર પડે તો જ પાણી નાખો ને પાતળું પણ નહિ ને જાડું પણ નહિ એવું બેટર તૈયાર કરો

  4. 4

    પછી નોનસ્ટિક પેનમાં બેટર ને પાથરો ને ઉપર કોથમરી ને પનીર નું છીણ ભભરાવો

  5. 5

    પછી એક સાઈડ પૂડલો થઈ જાય પછી બીજી સાઈડ તેને ધીમા તાપે થવા દો આછો ગુલાબી થાય ત્યાં સુધી થવા દો

  6. 6

    પછી નીચે ઉતરી ગરમા ગરમ ટોમેટો સોસ કે ખજૂર આમલીની ચટણી સાથે પીરસો ખુબ જ સરસ લાગે છે

  7. 7

    તો તૈયાર છે સ્વાદિષ્ટ પનીર કોર્ન ચીલા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pina Mandaliya
Pina Mandaliya @cook_25713246
પર

Similar Recipes