ઓટ્સ વેજીટેબલ પૂડલા (Vegetable Oats Pudla Recipe In Gujarati)

Rupal Shah
Rupal Shah @gurudevdutt1

ઓટ્સ વેજીટેબલ પૂડલા (Vegetable Oats Pudla Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
૬ પૂડલા
  1. ૧ કપ ક્વિક ઓટ્સ (મિક્સર મા ક્રસ કરી લેવા)
  2. ૨ ટેબલ ચમચી ચોખા નો લોટ
  3. ૨ ટેબલ ચમચી બેસન
  4. ૧/૨ કપ ઝીણેલ ગાજર
  5. ૧/૨ કપ ઝીણેલ ઝુકીની
  6. ૧ ટેબલ ચમચી આદુ-મરચા-લસણ ઝીણા સમારેલ
  7. ૧/૪ કપ દહીં
  8. જરૂર મુજબ થોડા સમારેલ લીલા ધાણા
  9. સ્વાદાનુસાર મીઠુ
  10. ૧/૨ ટી ચમચી હળદર
  11. ૧ ટી ચમચી ધાણા-જીરૂ પાઉડર
  12. ૧ ટી ચમચી વાલ મરચુ પાઉડર
  13. ૧ ચપટી અજમો
  14. ૧ અને ૧/૨ કપ પાણી
  15. જરૂર મુજબ તેલ
  16. ૧/૪ કપ ઝીણી સમારેલ ડુંગળી

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    એક બાઉલ મા ક્રસ કરેલ ઓટ્સ, ચોખા નો લોટ, બેસન, ઝીણેલ ગાજર, ઝુકીની, ડુંગળી, આદુ, મરચા, લસણ, લીલા ધાણા, દહીં, મીઠુ, લાલ મરચુ, ધાણા-જીરુ, અજમો, હળદર, બધુ નાંખી બરાબર મિક્સ કરી લો. પાણી ઉમેરી ખીરૂ તૈયાર કરો.

  2. 2

    તવો ગરમ કરી તેને પાણી વાળા ટીસ્યુ થી લુછી એક કડછી ભરેલ ખીરું લઇ પાથરી લો.

  3. 3

    થોડું તેલ ચારેકોર લગાવી લઇ એક સાઇડ સેકાય પછી પલટાવી દો. બીજી બાજુ પણ થોડું તેલ લગાવી સેકાવા દો.

  4. 4

    ગરમા ગરમ ઓટ્સ વેજીટેબલ પૂડલા લીલી ચટણી કે ટોમેટો સોસ જોડે પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rupal Shah
Rupal Shah @gurudevdutt1
પર

Similar Recipes