મેથી મટર મલાઈ(Methi Mutter Malai Recipe in Gujarati)

Ruta Majithiya
Ruta Majithiya @Ruta_2886
Thane

મેથી મટર મલાઈ(Methi Mutter Malai Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 1/2 કપકસૂરી મેથી
  2. 1/2 કપવટાણા
  3. 1/2 કપ‌મલાઇ
  4. 1 કપદૂધ
  5. 1ચીઝ ક્યુબ
  6. 1/2 ચમચીગરમ મસાલો
  7. 1/4 ચમચીચાટ મસાલો
  8. 1 ચમચીસફેદ મરી પાઉડર
  9. 1 નાની ચમચીજાયફળ પાઉડર
  10. 1 ચમચીખાંડ
  11. 1/2 કપગરમ પાણી
  12. સ્વાદ પ્રમાણેમીઠું
  13. 4 ચમચીઘી
  14. 2 ચમચીતેલ
  15. ખડા મસાલા માટે
  16. 2 નંગતજ
  17. 4 નંગલવિંગ
  18. 4 નંગમરી
  19. 1 ટુકડોજાવંત્રી
  20. 1/2ચકરી ફુલ
  21. 2 ચમચીખાંડ
  22. કાજુની પેસ્ટ બનાવવા માટે
  23. 30-40કાજુ
  24. 4 નંગઇલાયચી દાણા
  25. 1/4 ચમચીમીઠું
  26. 1 ચમચીખાંડ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌપ્રથમ મેથી મટર મલાઈ બનાવવા માટે બધી સામગ્રી તૈયાર કરો.

  2. 2

    કસૂરી મેથી ને ગરમ પાણીમાં થોડીવાર પલાળી કાણા વાસણમાં કાઢી નીચોવી લેવી. હવે એક કડાઈમાં તેલ અને ઘી ગરમ કરવા મુકો.

  3. 3

    ત્યારબાદ તેમાં કસૂરી મેથી ઉમેરી સાંતળી લો હવે તેમાં બાફેલા વટાણા ઉમેરી થોડીવાર માટે સાંતળો.

  4. 4

    હવે તેમાં બનાવેલી કાજુની પેસ્ટ ઉમેરો ત્યારબાદ તેમાં અડધો કપ ગરમ દૂધ ઉમેરી બધું બરાબર મિક્સ કરવું.

  5. 5

    થોડું મિક્સ થાય પછી ફરી અડધો કપ દૂધ ઉમેરી તેમાં ખાંડ,મીઠું અને ચાટ મસાલો ઉમેરો અને હલાવી લેવું. ત્યારબાદ તેમાં મલાઈ અને ગરમ મસાલો ઉમેરી બધુ સરસ રીતે મિક્સ કરી થોડી વાર ચડવા દેવું.

  6. 6

    હવે તેમાં સફેદ મરી પાઉડર અને ચીઝ ખમણી ને નાખવું. અને ખડા મસાલા ક્રશ કરવા.

  7. 7

    ૨ નાની ચમચી ક્રશ કરેલ ખડા મસાલા પાઉડર નાખો 1/4 ચમચી જાયફળનો પાઉડર નાખવો. ત્યારબાદ તેમાં એક ચમચી ઘી ઉમેરો અને અડધો કપ ગરમ પાણી ઉમેરી બધુ બરાબર મિક્સ કરી થોડી વાર ચડવા દેવું(થોડુ ઘી છુટુ પડે ત્યા સુધી ચડવા દેવું)

  8. 8

    તો તૈયાર છે મેથી મટર મલાઈ.તેને સર્વિંગ પ્લેટમાં લઈ કાજુ અને ચીઝથી ગાર્નિશ કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ruta Majithiya
Ruta Majithiya @Ruta_2886
પર
Thane
cooking is my hobby ...
વધુ વાંચો

Similar Recipes