અડદ ની દાળ ની જલેબી (Adad Dal Jalebi Recipe In Gujarati)

Poonam dholakiya
Poonam dholakiya @cook_25925048

અહિં હું લાવી છું અડદ ની દાળ ની જલેબી...જે બહુ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક છે. #trend

અડદ ની દાળ ની જલેબી (Adad Dal Jalebi Recipe In Gujarati)

અહિં હું લાવી છું અડદ ની દાળ ની જલેબી...જે બહુ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક છે. #trend

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મીનીટ
૪ લોકો માટે
  1. ૧ વાટકીઅડદની દાળ
  2. ૧ ચપટી પીળો ફૂડ કલર
  3. જરૂર મુજબ તળવા માટે ઘી
  4. ૨ વાટકીખાંડ
  5. ૧ વાટકીપાણી
  6. કેસર ના તાંતણા

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ
  1. 1

    અડદ ની દાળ ને ૪ ૫ કલાક માટે પલાળી દો.પછી મિક્સરમાં સાવ જિણુ પીસી લો.

  2. 2

    ૧ કલાક માટે મિશ્રણ ને રહેવા દો.

  3. 3

    પછી તેમાં પીળો ફૂડ કલર ઉમેરો.પછી ૨ ચમચી ગરમ ઘી નાખો.

  4. 4

    બીજી બાજુ એક પેનમાં ખાંડ ની ચાસણી મૂકી દો.ખાંડ ઓઞળે એટલે ૨ ૩ મીનીટ ઉકાળો.તેમા પલાળેલુ કેસર નાખીને ગેસ બંધ કરી દો.તાર આવવા દેવો નહીં.

  5. 5

    હવે એક પેનમાં ઘી ગરમ મૂકી દો.અને સોસ ની બોટલ માં ખીરું ભરી લો.

  6. 6

    મીડિયમ તાપે ઘીમાં જલેબી જેવા આકારની જલેબી પાડી દો.

  7. 7

    લાઈટ બ્રાઉન કલર ની થાય ત્યા સુધી તળો.

  8. 8

    પછી ચાસણી મા જલેબી પલાળી ને કાઢી લો.

  9. 9

    ગરમ ગરમ જલેબી તૈયાર છે.અડદ ની દાળ ની જલેબી ખુબ જ સ્વાદિષ્ટ અને કડક સરસ લાગે છે'.અને સરળ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Poonam dholakiya
Poonam dholakiya @cook_25925048
પર

Similar Recipes