જલેબી (jalebi recipe in Gujarati)

Kiran Solanki
Kiran Solanki @kiran_solanki
Junagadh

#વીકમીલ૨
#સ્વીટ
#માઇઇબુક
#post8
આજે મેં જલેબી બનાવી છે.મને પીળા કલરની જલેબી બહુ ભાવે. સવાર સવારમાં જલેબી ગાંઠિયા નો નાસ્તો કરવાની બહુ મજા આવે. મારા ઘરમાં દશેરાના દિવસે તો સ્પેશ્યલ જલેબી બને જ....

જલેબી (jalebi recipe in Gujarati)

#વીકમીલ૨
#સ્વીટ
#માઇઇબુક
#post8
આજે મેં જલેબી બનાવી છે.મને પીળા કલરની જલેબી બહુ ભાવે. સવાર સવારમાં જલેબી ગાંઠિયા નો નાસ્તો કરવાની બહુ મજા આવે. મારા ઘરમાં દશેરાના દિવસે તો સ્પેશ્યલ જલેબી બને જ....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

એક કલાક
ત્રણથી ચાર લોકો
  1. ૧ કપમેંદો
  2. 1 કપખાંડ
  3. અડધો કપ દહીં
  4. 1 ગ્લાસપાણી
  5. 1/2ચમચી બેકિંગ પાઉડર
  6. 1/2ચમચી ઇલાયચી
  7. નાની ચપટી આછો પીળો ફૂડ કલર
  8. તળવા માટે તેલ અથવા તો ઘી

રાંધવાની સૂચનાઓ

એક કલાક
  1. 1

    સૌથી પહેલા એક બાઉલ લઈ, એની અંદર મેંદો અને બેકિંગ પાઉડર ચાળી લો. હવે તેની અંદર દહીં નાખી હલાવો અને ત્યારબાદ થોડું થોડું પાણી ઉમેરતા જાવ અને એકદમ હલાવો.

  2. 2

    બધું જ એક રસ થઈ જાય ત્યાં સુધી હલાવો પહેલા ચમચાથી અને ત્યારબાદ હાથથી એક બાજુ હલાવો.

  3. 3

    હવે તૈયાર થયેલા મિશ્રણને અડધો કલાક માટે ઢાંકીને એક બાજુએ રાખી દો.અડધા કલાક પછી ફરીથી હલાવો.

  4. 4

    હવે એક તપેલી ને ગેસ પર રાખો. તેની અંદર પાણી અને ખાંડ મિલાવીને ચાસણી બનાવી લો. ખાંડ અને પાણી નું માપ એક સરખો રાખો અને ચાસણી પાતળી બનાવવાની છે. ચાસણી બની ગયા બાદ તેની અંદર ફૂડ કલર અને ઈલાયચી પાઉડર બંને નાખી દો. ત્રણથી ચાર મિનિટ માં ચાસણી બની જાય છે.

  5. 5

    તેલ અથવા તો ઘીને મીડીયમ આંચ પર ગરમ કરવા મૂકો. ત્યારબાદ દૂધની થેલી લઇ અથવા તો સોસ ની બોટલ માં બેટર ભરી લેવું.મે પ્લાસ્ટિકની સોસની બોટલ માં ભર્યું હતું પરંતુ જો દૂધની પોલિથિનમાં ભરવું હોય તો પોલીથીન ને ગ્લાસ માં રાખી દેવાની પછી ભરી લેવાનું ઉપરથી રબર વડે પેક કરવાનું અને નીચે પતલુ કટ કરી નાનું કાણું પાડવું.

  6. 6

    હવે બેટર ને બોટલ માં ભર્યા બાદ ગરમ થયેલા તેલ અથવા ઘી ની અંદર ગોળ ગોળ જલેબી પાડી લેવી.બંને તરફ થી સરસ તળાઈ જાય એટલે બહાર કાઢીને ચાસણીમાં ડુબાડી દો.

  7. 7

    જલેબી ચાસણીમાં વધારે વાર નહીં રાખવાની માત્ર 15 થી 20 સેકન્ડમાં ચાસણીમાં ડુબાડીને તરત જ જલેબી ને કાઢી લેવાની. તો ફ્રેન્ડ તૈયાર છે ગરમા ગરમ જલેબી.....

  8. 8

    તૈયાર થયેલી જલેબીને ગુલાબની પાંખડી વડે સજાવીને સર્વ કરો સવારે નાસ્તામાં જલેબી ગાંઠિયા ખાવાની બહુ મજા આવે છે.....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kiran Solanki
Kiran Solanki @kiran_solanki
પર
Junagadh
I love cooking very much
વધુ વાંચો

ટિપ્પણીઓ (10)

Similar Recipes