સમોસા ચીપ્સ સેન્ડવીચ (Samosa chips sandwich recipe in gujarati)

Nidhi Desai
Nidhi Desai @nidhidesai_29

3 વસ્તુ : સેન્ડવીચ, સમોસા અને ચીપ્સ. આ 3 વસ્તુ આવી છે જે બધા ને ભાવતી હોય. તો જ્યારે આ ત્રણેય વસ્તુ combine કરીને કૈંક બનાવીએ તો અફ કોર્સ બધા ને ભાવે જ. અહીં મેં સમોસા અને ચીપ્સ નો યુઝ કરીને સેન્ડવીચ બનાવી છે. જે બહુ જ tempting અને delicious લાગે છે ટેસ્ટ માં. સમોસા રેડી જ હોય તો બહુ જલ્દી બની જાય છે. મેં અહીં ચીપ્સ માં ટોમેટો flavour ની ચીપ્સ લીધી છે તમે કોઈ પણ flavour ની ચીપ્સ યુઝ કરી શકો છો.
#GA4
#Week3
#sandwich

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
6 સેન્ડવીચ
  1. 12બ્રેડ સ્લાઇસ
  2. 6સમોસા
  3. 6ચીઝ સ્લાઇસ
  4. 2ડુંગળી
  5. 1કેપ્સિકમ
  6. 1 કપમાયોનીઝ
  7. 1/2 કપટોમેટો કેચ અપ
  8. 1/2 કપકોથમીર ની લીલી ચટણી
  9. 1/2 કપબટર
  10. ટોમેટો કે સાદી કે બીજા કોઈ પણ ફ્લેવર ની ચીપ્સ
  11. ચાટ મસાલો જરૂર મુજબ
  12. 1/2 કપઅથવા જરૂર મુજબ સેવ
  13. સર્વ કરવા માટે
  14. લીલી ચટણી
  15. ટોમેટો કેચ અપ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ડુંગળી ની ગોળ સ્લાઇસ કરી. લેવી. કેપ્સિકમ લાંબા સમારી લેવા. મેં અહીં રેડી સમોસા લીધા છે તમે ઘરે પણ બનાવી શકો છો. સમોસા ની રેસિપિ આગળ આપેલી છે. 2 બ્રેડ ની સ્લાઇસ લેવી. બેઉ ઉપર બટર લગાવવું. બેઉ ઉપર લીલી ચટણી લગાવવી. 1 સ્લાઇસ પર ડુંગળી અને કેપ્સિકમ ની સ્લાઇસ મૂકવી ચાટ મસાલો છાંટો. ઉપર થોડી ચીપ્સ મૂકો તેના ઉપર સમોસા ને થોડું દબાવીને મૂકો.

  2. 2

    સમોસા ઉપર ચીઝ સ્લાઇસ મૂકો. ઉપર ચાટ મસાલો છાંટો. બીજી સ્લાઇસ થી કવર કરી દો. ઉપર બટર લગાવી દો. ગેસ પર તવી ગરમ મૂકો. તવી પર થોડું બટર લગાવો. Sandwich મૂકો બટર લગાવેલી સાઇડ ઉપર રહે એ રીતે. કૂક થાય એટલે ટર્ન કરી લો. બેઉ બાજુ સરસ ક્રિસ્પી કૂક કરી લો. ગ્રીલ પણ કરી શકો છો.

  3. 3

    બેઉ બાજુ સરસ ક્રિસ્પી અને બ્રાઉન થાય જાય એટલે નીચે ઉતારી લો અને કટ કરી લો. ઉપર 2 ટેબલ ચમચી માયોનીઝ સ્પ્રેડ કરો. થોડો કેચ અપ ડ્રીઝલ કરો.

  4. 4

    ઉપર ફરી થોડી ચીપ્સ મૂકો અને સેવ ભભરાવો. કેચ અપ અને લીલી ચટણી સાથે સર્વ કરો. ખૂબ જ tempting અને delicious સમોસા ચીપ્સ સેન્ડવીચ તૈયાર છે સર્વ કરવા માટે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nidhi Desai
Nidhi Desai @nidhidesai_29
પર

Similar Recipes