સમોસા (Samosa recipe in Gujarati)

Bansi Kotecha
Bansi Kotecha @cook_18005888
Surat

#MW3 સમોસા! આ વાનગીને કોઇ પણ પ્રકારનો પરિચય આપવાની જરૂર છે? સમોસા એ આપણે ગમે ત્યારે ખાવાની ખૂબ જ મજા આવે છે. પણ મેં મેંદાના લોટના પડ ની બદલે ઘઉંના લોટના પડ માથી સમોસા બનાવેલ છે. જે મેંદાના સમોસા કરતા પચવામાં હલકા અને ક્રિસ્પી અને સ્વાદિષ્ટ પણ થાય છે.

સમોસા (Samosa recipe in Gujarati)

#MW3 સમોસા! આ વાનગીને કોઇ પણ પ્રકારનો પરિચય આપવાની જરૂર છે? સમોસા એ આપણે ગમે ત્યારે ખાવાની ખૂબ જ મજા આવે છે. પણ મેં મેંદાના લોટના પડ ની બદલે ઘઉંના લોટના પડ માથી સમોસા બનાવેલ છે. જે મેંદાના સમોસા કરતા પચવામાં હલકા અને ક્રિસ્પી અને સ્વાદિષ્ટ પણ થાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40 થી 45 મિનિટ
4-5 લોકો માટે
  1. સમોસાના ઘઉંના લોટના પડ માટે સામગ્રી:
  2. 2 કપઘઉંનો લોટ
  3. 1/4 કપકોર્નફ્લોર
  4. 2 ચમચીતેલ મોણ માટે
  5. 1 નંગલીંબુ
  6. સ્વાદ અનુસારમીઠું
  7. સમોસાના મસાલો બનાવવા માટેની સામગ્રી
  8. 1 કિલોબટેટા
  9. 2 કપવટાણા
  10. 1/2 ચમચીજીરૂ
  11. ચપટીહિંગ
  12. 2 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  13. 4 ચમચીલાલ મરચું પાઉડર
  14. 2 ચમચીધાણાજીરૂ
  15. 1 ચમચીહળદર
  16. 1.5ગરમ મસાલો
  17. સ્વાદ અનુસારમીઠું
  18. 3 ચમચીખાંડ
  19. 1.5 નંગલીંબુ
  20. ૩ ચમચીબારીક સમારેલી કોથમીર
  21. સમોસા તળવા માટે તેલ
  22. સમોસા પેક કરવા માટે પેસ્ટ સામગ્રી
  23. રોટલીના પડ બનાવવા માટે જરૂર મુજબ તેલ અને કોરો લોટ
  24. 1/2 કપઘઉં
  25. 1/4 કપપાણી
  26. સર્વ કરવા માટે લસણની ચટણી, ખજૂર આંબલીની ચટણી અને તળેલા મરચા

રાંધવાની સૂચનાઓ

40 થી 45 મિનિટ
  1. 1

    કણક બનાવવા માટે તેમાં ઘઉંનો લોટ, કોર્નફ્લોર, મીઠું, લીંબુ અને તેલ નાખી કણક બનાવો. હવે કણકમાંથી ડબલ રોટલી (ખીર સાથે પડ બનાવીએ તે) બનાવો,

  2. 2

    હવે એક પેન માં તેલ મૂકી જીરું, હિંગ નાખી આદુ મરચાની પેસ્ટ સાંતળી તેમાં બાફેલા બટાકા અને વટાણા નાખી લાલ મરચુ પાઉડર, ધાણાજીરું, હળદર, મીઠું, ખાંડ, ગરમ મસાલો અને લીંબુ નાખી મિક્સ કરીને બારીક સમારેલી કોથમીર નાખી સમોસા માટે નો મસાલો તૈયાર કરો. આ મસાલા માંથી સમોસા બનાવી અંદર મસાલો ભરો અને સમોસાને વાળી ઘઉં અને પાણી થી બનાવેલી પેસ્ટ ની મદદ થી પૅક કરી ને બધા સમોસા વાળી લો.

  3. 3

    હવે ગરમ તેલમાં સમોસા ગુલાબી તળી લો.

  4. 4

    તો તૈયાર છે ઘઉંના પડ માંથી બનાવેલા ક્રિસ્પી સમોસા જેને લસણની ચટણી, મીઠી ચટણી અને તળેલા મરચા સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bansi Kotecha
Bansi Kotecha @cook_18005888
પર
Surat

Similar Recipes