મેક્સિકન ટાર્ટલેટ્સ (Mexican tartlets recipe in gujarati)

Nidhi Desai
Nidhi Desai @nidhidesai_29

મેક્સિકન ટાર્ટલેટ્સ એક સ્ટાર્ટર છે જે બહુ જ ફટાફટ બની જાય છે અને ઘર માં હાજર હોય એવા ingredients થી બની જાય છે.
#ફટાફટ

મેક્સિકન ટાર્ટલેટ્સ (Mexican tartlets recipe in gujarati)

મેક્સિકન ટાર્ટલેટ્સ એક સ્ટાર્ટર છે જે બહુ જ ફટાફટ બની જાય છે અને ઘર માં હાજર હોય એવા ingredients થી બની જાય છે.
#ફટાફટ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મિનિટ
8 ટાર્ટલેટ્સ
  1. 1/4 કપબટર મફીન પ્લેટ અને બ્રેડ પર લગાવવા માટે
  2. 8 નંગ બ્રેડ સ્લાઇસ
  3. 1 ટી સ્પૂનબટર
  4. 1/4 ટી સ્પૂનરેડ ચિલી ફ્લેકશ
  5. 1.5 ટી સ્પૂનલસણ
  6. 1/4 કપડુંગળી
  7. 1/4 કપઓરેન્જ કેપ્સિકમ
  8. 1/4 કપલીલું કેપ્સિકમ
  9. 1/4 કપટામેટા
  10. 1/2 કપસ્વીટ કોર્ન
  11. સ્વાદાનુસાર મીઠું
  12. ચપટીમરી પાઉડર
  13. 1/2 ટી સ્પૂનઓરેગાનો
  14. 2 ટેબલસ્પૂનકેચ અપ
  15. 1/2 કપછીણેલું ચીઝ
  16. ગાર્નિશીંગ માટે
  17. પાર્સલી
  18. કેચ અપ

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બ્રેડ ની કિનારી કાપીને વણી લો. ઓવન ને 10 મિનિટ માટે 175 ડિગ્રી પર પ્રી હીટ કરી લો. મફીન પ્લેટ માં બ્રશ વડે બટર લગાવી લો.

  2. 2

    હવે વણેલી બ્રેડ સ્લાઇસ ને મફીન પ્લેટ માં ગોઠવી લો. ફોટો માં બતાવ્યા મુજબ અને સરખું દબાવીને શેઈપ આપી લો. ઉપર બટર લગાવી લો અને પ્રી હીટ કરેલા ઓવન માં 10 મિનિટ માટે બેક કરી લો. 10 મિનિટ બાદ બહાર કાઢી લો.

  3. 3

    ટાર્ટલેટ્સ બેક થાય ત્યાં સુધી આપણે અંદર નું ફિલિંગ બનાવી લઈશું. ડુંગળી, ટામેટા, કેપ્સિકમ અને લસણ સમારી લો. કેપ્સિકમ કોઈ પણ કલર ના લઈ શકાય. ગેસ પર 1 પેન માં બટર ગરમ કરો અને તેમાં સૌ પ્રથમ લસણ અને રેડ ચિલી ફ્લેકશ નાખો. 30 સેકંડ પછી તેમાં ડુંગળી અને મીઠું ઉમેરો. અને સરખું મિક્સ કરી લો. ડુંગળી સહેજ નરમ થાય એટલે તેમાં કેપ્સિકમ, ટામેટાં અને મરી પાઉડર ઉમેરો અને કૂક કરી લો. બધું નરમ થઈ જાય એટલે બાફેલા સ્વીટ કોર્ન, કેચ અપ અને ઓરેગાનો ઉમેરો અને હલાવી. મેં અહીં ફ્રોઝન સ્વીટ કોર્ન લીધા છે જે કૂક થયેલા છે.

  4. 4

    બધું સરખું મિક્સ અને કૂક થઈ જાય એટલે ગેસ બંધ કરી નીચે ઉતારી લો. હવે ટાર્ટલેટ્સ માં આ ફિલિંગ ભરી ઉપર છીણેલું ચીઝ મૂકી સર્વ કરો. પાર્સલી ના પાન થી અને કેચ અપ થી ગાર્નિશ કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nidhi Desai
Nidhi Desai @nidhidesai_29
પર

Similar Recipes