વેજીટેબલ સેન્ડવીચ (vegetable Sandwich recipe in Gujarati)

Suchi Shah
Suchi Shah @SuchiShah13
USA

#GA4
#Week3
#sandwich

સેન્ડવિચ તમે નાસ્તાં માં ખાવ, લંચ માં કે ડીનર માં ખાવ, ટા્વેંલીગ કરતાં હોય તો જોડે લઈ જાવ, છોકરાઓને સ્કુલ ના લંચ બોક્ષમાં આપો કે પછી પીકનીક પર લઈ જાવ. ગમે તે સમયે ખાઈ સકાય છે. બધા પોતાના ટેસ્ટ અને જરુરીયાત મુજબ અલગ પ્રકારની સેન્ડવીચ બનાવતાં હોય છે.

અમારી ઘરે, કોથમીરની લીલી ચટણી અને બહુ બધા વેજીટેબલ્સ મુકી ને બનાવેલી સેન્ડવીચ બધાને સૌથી વધારે ભાવે છે. વડોદરા માં અલકાપુરી વિસ્તારમાં એક બોમ્બે સેન્ડવીચ લારી વાળો ઊભો રહે છે. બહુ જ સરસ મીક્ષ વેજીટેબલ્સ વાળી ચટણી સેન્ડવીચ બનાવે છે. મારી તો એ ખુબ જ ફેવરેટ છે, એટલે ઘરે પણ હું હંમેશા એમના જેવી સેન્ડવીચ બનાવું છું. આ સેન્ડવીચ માંલીલી ચટણી નો મેઈન ટેસ્ટ હોય છે. ચટણી એકદમ તીખી ચટાકેદાર બની હોય તોજ સેન્ડવીચ ની મઝા આવે છે. સેન્ડવીચ કેચઅપ અને પોટેટો ચીપ્સ સાથે પીરસવામાં આવે છે.

તમને કેવી સેન્ડવીચ ભાવે છે એ જરુર થી જણાવજો, અને મારી આ રીતે બનાવેલી સેન્ડવીચ પણ જરુર થી ટા્ય કરજો! તમે મારી જેમ આ સેન્ડવીચ બનાવી ફોટા પાડવામાં બહુ સમય ના કરસો.... ફટાફટ બનાવો અને મસ્ત ટેસ્ટી સેન્ડવીચ એન્જોય કરો.

#cookpad
#Cookpadgujarati
#Cookpadindia

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મીનીટ
  1. નાનાં બાફેલા બટાકા
  2. નાનાં બાફેલા બીટ
  3. નાનાં ટામેટાં (કડક હોય એવા લેવાં)
  4. મોટી કાકડી
  5. મીડીયમ કાંદો (લાલ કાંદો આમાં સરસ લાગે છે)
  6. અમુલ ચીઝ
  7. બટર
  8. ટોમેટો કેચપ
  9. હોટ એન્ડ સ્વીટ કેચપ
  10. સેન્ડવીચ મસાલો (Spicezzaa નો સેન્ડવીચ મસાલો યુઝ કર્યો છે)
  11. ઝીણી સેવ (ઓપ્સન્લ છે)
  12. પોટેટો ચીપ્સ(જોડે પીરસવા, સેન્ડવીચ જોડે ચીપ્સ સરસ લાગે છે)
  13. કોથમીરની ચટણી
  14. ૨ કપકોથમીર
  15. મીઠું ટેસ્ટ મુજબ
  16. ૧/૨ કપફુદીનો
  17. ૬-૭ તીખા લીલાં મરચાં (તીખી ચટણી માટે, મોળું ખાતા હોવ તે મરચાં ઓછા લેવાં)
  18. નાનો ટુડડો આદુ
  19. ૪-૫ લસણની કળી
  20. ૨ ચમચીલીંબુ નો રસ
  21. ૧/૪ ચમચીજીરું પાઉડર
  22. ૮-૧૦ બેબી પાલકનાં પાન (મેં ચટણી ને હેલ્ધી બનાવવા યુઝ કર્યાં છે,જરા પણ ટેસ્ટ ખરાબ નથી લાગતો ચટણીનો. ઓપ્સન્લ છે. તમને ના નાંખવા હોય તો સ્કીપ કરો)
  23. ૨-૩ ચમચી પાણી (જરુર લાગે તો બીજું ૨ ચમચી પાણી લો)

રાંધવાની સૂચનાઓ

૧૫ મીનીટ
  1. 1

    સૌથી પહેલા મીક્ષર ગા્ઈન્ડરમાં ચટણી માટે કોથમીર, મીઠું, ફુદીનો, લીલાંમરચાં, આદુ, લસણની કળી, લીંબુનો રસ, બેબી પાલકનાં પાન, જીરુ પાઉડર અને ૨-૩ ચમચી પાણી લઈ જાડી ચટણી બનાવી લો. ચટણીમાં પાણી બહુ નથી નાંખવાનું. પીસતી વખતે વચ્ચે હલાવી લો. પાણી વધારે ના પડે એનું ખાસ ધ્યાન રાખો. સેન્ડવીચ માટે થીક ચટણી બનાવવાની છે. હવે, ચટણી ને એક બાઉલમાં કાઢી લો. તૈયાર છે, ચટાકેદાર ટેસ્ટી સેન્ડવીચ માટે ની ચટણી.

  2. 2

    બધા વેજીટેબલ સમારી લો. અને બધી વસ્તુ ઓ જે સેન્ડવીચ માં જરુરી છે,એ બધી એક જગ્યા પર મુકો. બ્રેડ લો. અમારી ઘરે મારા Husband વ્હીટ ની બ્રેડ ખાય છે, એટલે મેં બે અલગ જાતની બ્રેડ લીધી છે. તમને ગમતી બ્રેડ લો. સેન્ડવીચ માં સૌથી મહત્વનો ટેસ્ટ ચટણી નો હોય છે. તમારા ટેસ્ટ મુજબની કોથમીર ની ચટણી બનાવો. મેં એકદમ તીખી લસણ વાળી ચટણી બનાવી છે. એના થી સેન્ડવીચ ખુબ જ સરસ લાગે છે.

  3. 3

    સૌથી પહેલા બ્રેડ પર બટર લગાવો, પછી ચટણી લગાવો. તમને બે્ડની કીનારી કટ કરી ને લેવી હોય તો કીનારી પહેલા કટ કરી લો. વારા ફરથી બધાં વેજીટેબલ મુકો. મારા Husband ને કાચા કાંદા નથી ગમતાં, એટલે નથી યુઝ કર્યાં. વેજીટેબલ પર જરા જરા સેન્ડવીચ મસાલો છાંટતા રહો. વચ્ચે થોડો ટોમેટો કેચપ પણ લો. ટેસ્ટ સરસ આવસે. બધું મુકી ઉપર ની બ્રેડ મુકી સેન્ડવીચ બંધ કરો. ઉપરનાં ભાગ પર ફરી ચટણી અને તીખો સોસ લગાવો. જોઈએ એટલું ચીઝ છીણી ને ઉમેરો. તૈયાર છે, ટેસ્ટી વ્હીટ બે્ડની સેન્ડવીચ. તમે તમારા ટેસ્ટ મુજબ ફેરફાર કરો.

  4. 4

    હું મારી સેન્ડવીચ ૩ બ્રેડ યુઝ કરી ને ડબલ ડેકર સેન્ડવીચ બનાવું છું.

  5. 5

    તૈયાર છે, એકદમ ટેસ્ટી સેન્ડવીચ. એન્જોય કરો...મીત્રો તમે મારી જેમ ફોટા લેવામાં બહુ સમય ના બગાડશો. જલદી થી સેન્ડવીચ બનાવો અને એન્જોય કરો.

  6. 6
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Suchi Shah
Suchi Shah @SuchiShah13
પર
USA

Similar Recipes