હલવાસન (Halvasan Recipe in Gujarati)

heena
heena @cook_26584469
Vadodara, Gujrat
શેર કરો

ઘટકો

1કલાક 30મિનીટ
20 નંગ
  1. ૧ લિટરદૂધ
  2. દહીં
  3. ૨ ટેબલ સ્પૂનબાવડિયો ગુંદર
  4. ઘી પ્રમાણસર
  5. ૪ ટેબલ સ્પૂનઘઉં નો જાડો લોટ
  6. ૩૦૦ ગ્રામ ખાંડ
  7. ઈલાયચી
  8. ૧/૨જાયફળ
  9. ચારોળી અને બદામ
  10. જાવંત્રી
  11. કેસર

રાંધવાની સૂચનાઓ

1કલાક 30મિનીટ
  1. 1

    સૌ પ્રથમ દૂધ ઉકાળવા મૂકવું. દૂધ ઉકળે એટલે તેમાં ૩ ટી ચમચી દહીં નાખવું. દૂધ ન ફાટે તો થોડું દહીં વધારે નાખવું.

  2. 2

    ગુંદર અધકચરો ખંડવો. તાવડી માં ૨ ટી ચમચી જેટલું ઘી મૂકી ગુંદર શેકવો. તે એકદમ ફૂલી ને સફેદ થઈ જાય એટલે ફાટેલા દૂધ માં નાખી દેવો અને હલાવતા રહેવું.

  3. 3

    ગૅસ પર એક વાસણ માં ૩-૪ ટેબલ ચમચી ઘી મૂકી ઘઉં નો જાડો લોટ ગુલાબી થાય ત્યાં સુધી ધીમા તાપે શેકો. તેને દૂધ માં નાખી હલાવતા જવું.

  4. 4

    તેમાં ૧૫૦ ગ્રામ ખાંડ નાખવી. બાકી ની (૧૫૦ ગ્રામ) ખાંડ શેકી ને બ્રાઉન કલર નુ લિકવીડ થાય એટલે દૂધ માં નાખવું.

  5. 5

    દૂધ જાડું થવા આવે એટલે ઈલાયચી, જાયફળ અને કેસર ખાંડી ને નાખવા. એકદમ જાડું થાય અને તબેથા ને ચોંટે નહીં એટલે ગેસ બંધ કરી ઠરવા દેવું.

  6. 6

    પછી ગોળા વાડી, બેઠી પેટીસ જેવો આકાર આપવો. બાફી ને કાત્રી કરેલી બદામ અને ચારોળી તેના પર દબાવવી.(બે બદામ ની કાતરી અને વચે ચારોળી મૂકવી)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
heena
heena @cook_26584469
પર
Vadodara, Gujrat

Similar Recipes