સોફ્ટ હલવાસન (Soft Halwasan Recipe In Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

#cookpadindia
#cookpadgujarati
સોફ્ટ હલવાસન

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ લીટર દૂધ
  2. ૨ ટેબલ સ્પૂનદહીં
  3. ૫ ટેબલ સ્પૂનઘી
  4. ૧ ટેબલ સ્પૂનબાવળિયા ગુંદરનો ભૂકો
  5. ૩ ટેબલ સ્પૂનઘઉં નો જાડો લોટ
  6. ૩૦૦ ગ્રામ ખાંડ
  7. ૧/૨ ટી સ્પૂન ઇલાઈચી પાઉડર
  8. ૧/૨ ટી સ્પૂન જાવંત્રી પાઉડર
  9. ૧/૨ ટી સ્પૂન જાયફળ પાઉડર
  10. ૧ ટેબલ સ્પૂનમગજતરી ના બી
  11. બદામ કતરણ
  12. પીસ્તા કતરણ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ૧ મોટા નોનસ્ટીક પેન માં દૂધ ગરમ કરવા મૂકો... ઉભરો આવે ને બરાબર ઉકળે પછી દહીં નાખી દૂધને ફાડવું. ફાટેલું દૂધ ઉકળવા દો.

  2. 2

    બીજી બાજુ ૧નાના નોનસ્ટીક પેનમાં ઘી ગરમ થયે એમાં ગુંદર એકદમ ફૂલી સફેદ થાય ત્યાં સુધી તળી લો અને એને ઊકળતા દૂધ માં ઉમેરો... હવે એમાં જ ઘઉંનો લોટ શેકો... શેકાઈ ને બ્રાઉન થઈ જાય એટલે એને પણ દૂધ માં નાંખો સતત હલાવતા રહો

  3. 3

    હવે એજ પેન માં 50% ખાંડ અલગ લઇ શેકી લો.બ્રાઉન લીકવીડ થાય પછી દૂધમાં નાખો.બાકીની ખાંડ સીધી જ ફાડેલા દૂધમાં નાખો.

  4. 4

    દૂધ નું પાણી બળવા આવે & નીચે એકદમ ઘટ્ટ રગડો રહે ત્યારે... નીચે ઉતારી એમાં ઇલાઇચિ પાઉડર, જાવંત્રી પાઉડર અને જાયફળ પાઉડર મીક્ષ કરો અને મિશ્રણ ને ઠંડુ પડવા દો.... & એરટાઇટ ડબ્બામાં કાઢી લો... એને ફ્રીજમાં સ્ટોર કરી શકાય છે... & જ્યારે ખાવું હોય ત્યારે માઇક્રોવેવમાં ગરમ કરી પ્રેમ થી લિજ્જત માણે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

Similar Recipes