બેલ પેપર પનીર રાઈસ (Bell Pepper Paneer Rice Recipe in Gujarati)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
Rajkot

#GA4
#Week4
#Bellpepper
મેં અહીંયા કલરફુલ કેપ્સીકમ અને પનીર થી હેલ્ધી અને ન્યુટ્રીશનલ રાઈસ બનાવ્યા છે. બેલપેપર, પનીર અને સાથે રાઈસ એટલે એક સ્વાદિષ્ટ વાનગી તો બને જ.
બેલ પેપર માંથી વિટામિન-એ અને વિટામિન-સી સારું મળે છે જેનાથી આંખ સારી રહે અને સ્કિન ગ્લો કરે છે. તેની સાથે પનીરમાંથી ભરપૂર પ્રમાણમાં પ્રોટીન અને કેલ્શિયમ મળે છે જેનાથી હાડકા મજબૂત બને છે.
આ વાનગીની ફ્લેવર ઓનીયન, ગાર્લિક અને આદુ મરચાની પેસ્ટ થી બનાવેલ છે. સાથે બેબીકોર્ન પણ ઉમેરેલા છે. તો ચાલો આ સ્વાદિષ્ટ અને હેલ્ધી વાનગી બનાવીએ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૨ લોકો માટે
  1. ૧/૨ કપબાસમતી ચોખા
  2. સમારેલું લીલુ કેપ્સિકમ
  3. સમારેલું લાલ કેપ્સીકમ
  4. સમારેલું પીળું કેપ્સીકમ
  5. ૧/૪ કપબેબીકોર્ન ના ટુકડા
  6. ટુકડાપનીર ના નાના
  7. ૧/૨ કપસમારેલી ડુંગળી
  8. ૫-૬ કડી ખમણેલું લસણ
  9. ૧ ચમચીઆદુ મરચાની પેસ્ટ
  10. ૧ ચમચીઘી
  11. ૧ ચમચીતેલ
  12. ૧/૨ ચમચીજીરૂ
  13. સ્વાદ અનુસારમીઠું
  14. ૧/૨ ચમચીસોયા સોસ
  15. ૧/૨ ચમચીગ્રીન ચીલી સોસ
  16. ૧/૪ ચમચીમરી પાઉડર
  17. ૧/૨ ચમચી ચાટ મસાલો
  18. જરૂર મુજબ કોથમીર

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    ચોખાને ચોખ્ખા પાણી થી ધોઈ એક કલાક માટે પલાળી અધકચરા કુક કરી લેવાના છે. ચોખાના દાણા છૂટા રહે તે માટે કૂક કરતી વખતે તેમાં ૧/૪ ચમચી તેલ નાખવું.

  2. 2

    એક કડાઈમાં તેલ અને ઘી મિક્સ કરી ગરમ મૂકી તેમાં જીરું, ડુંગળી અને લસણ આછા ગુલાબી રંગના થાય ત્યાં સુધી સોતળવાના છે.

  3. 3

    હવે તેમાં આદુ-મરચાની પેસ્ટ ઉમેરવાની છે. ત્યારબાદ તેમાં પનીરના નાના ટુકડા ઉમેરી બધુ બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે.

  4. 4

    હવે તેમાં બધા કલરના કેપ્સિકમના ટુકડા અને બેબીકોર્ન ના ટુકડા ઉમેરવાના છે.

  5. 5

    ત્યારબાદ તેમાં સોયા સોસ અને ગ્રીન ચીલી સોસ ઉમેરવાનો છે. મરી પાઉડર, ચાટ મસાલો અને મીઠું સ્વાદ અનુસાર ઉમેરી બધું બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે.

  6. 6

    હવે તેમાં અધકચરા કુક કરેલા રાઇસ ઉમેરવાના છે અને ફરી બધું બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે.

  7. 7

    સમારેલી કોથમીર છાટીને ડેકોરેટ કરી આ રાઈસને સર્વ કરી શકાય.

  8. 8

    મેં આ રીતે ડેકોરેટ કરી સર્વ કર્યા છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
પર
Rajkot

Similar Recipes