બદામ મિલ્કશેક(Badam MilkShake Recipe in Gujarati)

Hetal Kotecha
Hetal Kotecha @cook_19424761
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1લીટર લો ફેટ દૂધ
  2. 2ટે. વેનીલા કસ્ટર્ડ પાઉડર
  3. 1/2 કપદૂધ
  4. 10-15 નંગબદામ
  5. 4-5 ચમચીપાણી
  6. 3ટે. ખાંડ
  7. ગાર્નીસિંગ માટે :- કાજુ,બદામ, પિસ્તા ની કતરણ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    તપેલીમાં એક લીટર દૂધ નાખી ઊભરો આવવા દો એક બાઉલમાં વેનીલા કસ્ટર્ડ પાઉડર અને દૂધ નાખી મિક્સ કરી સાઈડમાં મુકી દો

  2. 2

    હવે બદામ ને 7-8 કલાક પલાળીને છાલ કાઢી લો

  3. 3

    મિક્સર જારમાં નાંખી પાણી નાખી ક્રશ કરી લો

  4. 4

    હવે દૂધમાં ઉભરો આવે એટલે ગેસ ધીમો કરી દૂધ હલાવી કસ્ટર્ડ વાળું દૂધ નાખી ખાંડ નાખીને મીક્સ કરી પાંચ-સાત મિનિટ માટે થવા દો

  5. 5

    પછી ગેસ બંધ કરી દૂધ ઠંડુ થવા દો પછી તેમાં બદામની પેસ્ટ નાંખી મિક્સ કરી એક થી બે કલાક ફ્રીજમાં ઠંડુ થવા મૂકી દો

  6. 6

    હવે ફ્રિઝમાંથી કાઢીને ગ્લાસમાં બદામ શેક કાઢો અને ઉપરથી કાજુ બદામ પિસ્તાની કતરણ ભભરાવી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hetal Kotecha
Hetal Kotecha @cook_19424761
પર

Similar Recipes