રગડા પેટીસ (Ragda Patties Recipe in Gujarati)

Avani Parmar
Avani Parmar @cook_23168717
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
4 સર્વિંગ્સ
  1. રગડા માટે
  2. 2 કપસફેદ વટાણા
  3. 3બાફેલા બટાકા
  4. વઘાર માટે
  5. 2ચમચા તેલ
  6. 1 ચમચીજીરું
  7. 1/2 ચમચીરાઈ
  8. 2સુકા લાલ મરચા
  9. 1તમાલપત્ર
  10. 6-7લીમડા નાં પાન
  11. 1 ચમચીલાલ મરચું પાઉડર
  12. 1 ચમચીધાણાજીરું
  13. 1/2 ચમચીહળદર
  14. 2 ચમચીલીંબુ નો રસ
  15. 2 ચમચીખાંડ
  16. મીઠું સ્વાદ પ્રમાણે
  17. પેટ્ટીસ માટે
  18. 5-6મીડીયમ બટાકા બાફેલા
  19. 1/2હળદર
  20. મીઠું સ્વાદ પ્રમાણે
  21. 1 ચમચીકોર્નં ફ્લોર
  22. તેલ શેકવા માટે
  23. સર્વિંગ માટે
  24. ખજૂર આંબલી ની ચટણી જરૂર મુજબ
  25. કોથમીર ફૂદિનાં ની ચટણીજરૂર મુજબ
  26. નાયલોન સેવ જરૂર મુજબ
  27. 2કાંદા ઝીણાં કટ કરેલા
  28. દાડમ નાં દાણા જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    વટાણા ને 5-6 કલાક પલાળી લો.હવે વટાણા ને મીઠું એડ કરી બાફી લો.(મેં અહિં 5 વ્હીસલ વગાડી ને બાફ્યા છે.)બાફેલા બટેટા ને હાથેથી મસળી લો.

  2. 2

    રગડો બનાવવા માટે એક પેન માં તેલ મુકી તેલ ગરમ થાય ત્યારે તેમાં રાઈ, જીરું,તમાલપત્ર,સૂકા લાલ મરચા,લીમડા નાં પાન એડ કરી વઘાર કરો.તેમાં બટેટા એડ કરી મિક્સ કરી લો.

  3. 3

    હવે તેમાં વટાણા એડ કરી મિક્સ કરી લો.હવે તેમાં મીઠું, હળદર,લાલ મરચું પાઉડર,ધાણાજીરું એડ કરી મિક્સ કરી લો.1 ગ્લાસ પાની એડ કરી ધીમી આંચ ઉપર ઉકળવા દો. રગડો ઘટ્ટ થાય એટલે તેમાં લીંબુ નો રસ અને ખાંડ એડ કરી મિક્સ કરી લો.રગડો રેડી છે.

  4. 4

    પેટ્ટીસ બનાવવા માટે બાફેલા બટેટા ને મેશ કરી તેમાં હળદર,મીઠું, કોર્નં ફ્લોર એડ કરી સરખું મિક્સ કરી લો.હવે તેમાં થી પેટ્ટીસ બનાવી લો.

  5. 5

    તવી ઉપર તેલ મુકી તેલ ગરમ થાય એટલે પેટ્ટીસ ને શેકી લો.બનેં બાજુ ગોલ્ડન થાય એવી રીતે શેકી લો.

  6. 6

    સર્વિંગ પ્લેટ માં પેટ્ટીસ મુકી તેની ઉપર રગડો મુકી ઉપર ખજૂર આંબલી ની અને કોથમીર ફૂદિનાં ની ચટણી એડ કરી ઉપર નાયલોન સેવ,દાડમ નાં દાણા,કાંદા એડ કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Avani Parmar
Avani Parmar @cook_23168717
પર

ટિપ્પણીઓ (16)

Similar Recipes