રોઝ પનીર રસગુલ્લા (Rose Paneer Rasgulla Recipe In Gujarati)

Krupa Vaidya
Krupa Vaidya @Krupa_24
Mumbai
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૬૦ મિનિટ
૪ વ્યક્તિ
  1. 1 લીટર દૂધ
  2. 2 ચમચીકોર્ન ફ્લોર
  3. 1 કપખાંડ
  4. 1 ચમચી લીંબુનો રસ
  5. 4-5 મોટી ચમચીરોઝ સીરપ

રાંધવાની સૂચનાઓ

૬૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ ગેસ ચાલુ કરી કડાઈમાં ૧ લીટર દૂધ ઉમેરો, દૂધનો ઉભરો આવે ત્યાં સુધી થવા દો.

  2. 2

    દૂધનો ઉભરો આવ્યા બાદ તેની અંદર લીંબુનો રસ ઉમેરો. લીંબુનો રસ ઉમેરી સતત હલાવતા રહો થોડીવારમાં પનીર બની જશે.

  3. 3

    હવે પનીરને એક મોટા કટકા ની અંદર નાખી તેની અંદર ઠંડુ પાણી નાખી પનીર ને ધોઈ નાખો.

  4. 4

    હવે પનીર ની પોટલી વાળી અડધો કલાક માટે પનીરની અંદર થી પાણી નીકળી જવા દો.

  5. 5

    બીજી બાજુ એક તપેલીમાં ૨ કપ પાણી અને ૧ કપ ખાંડ નાખી ખાંડ ઓગળે ત્યાર સુધી ગરમ થવા દો. ખાંડ ઓગળી જાય એટલે તેની અંદર રોઝ સીરપ ઉમેરો.

  6. 6

    બીજી બાજુ પનીરને હથેળીથી મસળી તેની અંદર કોર્નફલોર ઉમેરી ગોળા વાળો.

  7. 7

    હવે પનીરના બનેલા ગોળાને રોઝ સીરપ ની ચાસણી માં ગરમ થવા દસથી પંદર મિનિટ મૂકો ઉપર ઢાંકણ ઢાંકી દો.

  8. 8

    થોડીવારમાં રસગુલ્લા ફૂલી જશે ઠંડા કરી સાવ કરો તૈયાર છે રોઝ પનીર રસગુલ્લા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Krupa Vaidya
Krupa Vaidya @Krupa_24
પર
Mumbai
l m foodie and I am trying every time new resipy.
વધુ વાંચો

Similar Recipes