ઈદડા (Idada Recipe In Gujarati)

Amee Shaherawala
Amee Shaherawala @Amee_j16
Dubai

કેરીની સિઝનમાં સૌથી વધારે ખાવાથી રસ જોડે ખવાતી વાનગી ઈદ્લા છે #Trend4

ઈદડા (Idada Recipe In Gujarati)

કેરીની સિઝનમાં સૌથી વધારે ખાવાથી રસ જોડે ખવાતી વાનગી ઈદ્લા છે #Trend4

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૪ વ્યક્તિ
  1. ૩ વાડકીચોખા
  2. ૧ વાડકીઅડદની દાળ
  3. જરૂર મુજબ પાણી
  4. ૧ વાડકીદહીં
  5. ૧ ચપટી ફ્રુટ સોલ્ટ અથવા સોડા
  6. સ્વાદ પ્રમાણેમીઠું
  7. ૧ ટીસ્પૂનમરી
  8. ૧ ટી.સ્પૂનલાલ મરચું
  9. વઘાર માટે:
  10. ૨ ટી સ્પૂનતેલ
  11. ૧ ટી.સ્પૂનરાઈ
  12. ૨ ટીસ્પૂનતલ
  13. ૪-૫ લીલા મરચા

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    ત્રણ ભાગ ચોખા અને એક ભાગ અડદની દાળ અલગ અલગ વાસણમાં ૫-૬ કલાક પલાળવી, પછી મિક્સરમાં ક્રશ કરી ખીરું તૈયાર કરવું.

  2. 2

    પછી ખીરા માં દહીં ઉમેરી બરાબર હલાવી બે ચાર કલાક રહેવા દહીં આથો આવવા દેવો, આથો આવી જાય પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, ફ્રુટ સલાડ અથવા સોડા ઉમેરી બરાબર હલાવવું, બીજી સાઇટ ઢોકળિયામાં પાણી ગરમ કરવા મૂકો.

  3. 3

    પછી જે થાળીમાં ઢોકળાં કરવા હોય એને તેલ થી ગ્રીઝ કરી એમાં ઢોકળા નુ ખીરુ ઉમેરો એની ઉપર થોડા મરી પાઉડર તથા લાલ મરચું sprinkle કરીને ઢોકળીયામાં પંદર-વીસ મિનિટ થવા દેવું.

  4. 4

    ઈદડા થઈ જાય એટલે એને પૂરેપૂરા ઠંડા થવા દેવા પછી એને મનગમતા શેપમાં કટ કરી વઘાર કરવો. વઘાર કરવા એક તાવડીમાં એક ચમચી તેલ, એમાં રઈ, ચાર-પાંચ લીલા મરચા અને તલ અને પછી ઢોકળા ઉમેરી બરાબર મિક્સ કરવું.

  5. 5

    બસ ગરમાગરમ ઢોકળા લીલી ચટણી, સોસ તથા કેરીના રસ સાથે પીરસાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Amee Shaherawala
પર
Dubai

ટિપ્પણીઓ (2)

Similar Recipes