બ્લેકકરંટ ફ્રોઝન યોગર્ટ આઇસક્રિમ(Frozen yoghurt ice cream Recipe In Gujarati)

ફ્રોઝન યોગર્ટ ખૂબ જ ઝડપથી બની જતી અને એકદમ સ્વાદિષ્ટ રેસીપી છે. યોગર્ટ ના બેઝિક મિક્સ માં પસંદગી પ્રમાણે ચોકલેટ ચિપ્સ, મિક્સ નટ્સ, બિસ્કીટ ક્રમ્બ, કેક ક્રમ્બ અથવા તો કોઈપણ પ્રકારની પસંદગીની વસ્તુઓ ઉમેરી શકાય.
મેં અહીંયા બ્લેક કરન્ટ પલ્પ ઉમેરીને ફ્રોઝન યોગર્ટ આઇસક્રીમને રિફ્રેશિંગ બનાવ્યું છે. આ રેસિપીમાં યોગર્ટ, કન્ડેન્સ્ડ મિલ્ક અને બ્લેક કરન્ટ પલ્પ નો ઉપયોગ કરવામાં આવ્યો છે જેથી કરીને એ ઉપવાસ માટેની એક બેસ્ટ ડિઝર્ટ રેસીપી ગણી શકાય.
બ્લેકકરંટ ફ્રોઝન યોગર્ટ આઇસક્રિમ(Frozen yoghurt ice cream Recipe In Gujarati)
ફ્રોઝન યોગર્ટ ખૂબ જ ઝડપથી બની જતી અને એકદમ સ્વાદિષ્ટ રેસીપી છે. યોગર્ટ ના બેઝિક મિક્સ માં પસંદગી પ્રમાણે ચોકલેટ ચિપ્સ, મિક્સ નટ્સ, બિસ્કીટ ક્રમ્બ, કેક ક્રમ્બ અથવા તો કોઈપણ પ્રકારની પસંદગીની વસ્તુઓ ઉમેરી શકાય.
મેં અહીંયા બ્લેક કરન્ટ પલ્પ ઉમેરીને ફ્રોઝન યોગર્ટ આઇસક્રીમને રિફ્રેશિંગ બનાવ્યું છે. આ રેસિપીમાં યોગર્ટ, કન્ડેન્સ્ડ મિલ્ક અને બ્લેક કરન્ટ પલ્પ નો ઉપયોગ કરવામાં આવ્યો છે જેથી કરીને એ ઉપવાસ માટેની એક બેસ્ટ ડિઝર્ટ રેસીપી ગણી શકાય.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કન્ડેન્સ મિલ્ક અને દહીં ને વ્હિસ્ક ની મદદથી એકદમ બરાબર મિક્સ કરી લેવું. હવે એને ઢાંકીને ફ્રીઝરમાં બેથી ત્રણ કલાક માટે મૂકી દેવું.
- 2
બ્લેક કરન્ટ પલ્પ બનાવવા માટે બધી સામગ્રીને એક પોટ માં ઉમેરીને મીડીયમ તાપ પર જ્યાં સુધી લગભગ બધું પાણી ઉડી જાય ત્યાં સુધી પકાવવું. આ મિશ્રણને રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થવા દેવું.
- 3
ઠંડા થયેલા દ્રાક્ષના મિશ્રણને મિક્સરમાં લઈને અધકચરું વાટી લેવું.
- 4
હવે યોગર્ટ મિક્સ ને ફ્રીઝરમાંથી બહાર કાઢી તેમાં 1 ટેબલ ચમચી બ્લેક કરન્ટ પલ્પ ઉમેરીને બધું બરાબર હલાવી લેવું. ઢાંકીને છથી આઠ કલાક માટે સેટ થવા દેવું.
- 5
જ્યારે બરાબર સેટ થઈ જાય ત્યારે એને સ્કૂપ કરીને એના પર થોડો બ્લેક કરન્ટ પલ્પ મૂકી સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેંગો ફ્રોઝન યોગર્ટ (Mango Frozen Yogurt Recipe in Gujarati
#GA4 #Week 10પોસ્ટ 1 મેંગો ફ્રોઝન યોગર્ટ Mital Bhavsar -
બ્લેક કરંટ આઈસ્ક્રીમ (Black current icecream recipe in Gujarati)
આઇસ્ક્રીમ નાના-મોટા બધાની પ્રિય વસ્તુ છે. અલગ અલગ ઘણા પ્રકારના આઈસ્ક્રીમ માર્કેટમાં મળે છે પણ ફ્રેશ ફ્રૂટ આઈસ્ક્રીમ મારો મોસ્ટ ફેવરીટ છે કેમકે એમાં ફ્રુટ ના લીધે જે થોડી ખટાશ આવે છે એ મીઠાશને બેલેન્સ કરે છે, જેના લીધે આઈસ્ક્રીમ ખુબ જ રિફ્રેશિંગ લાગે છે. મેં અહીંયા સીઝનલ કાળી દ્રાક્ષનો ઉપયોગ કરીને આ આઈસ્ક્રીમ બનાવ્યો છે જેમાં કાળી દ્રાક્ષનો પલ્પ અને વ્હિપ્ડ ક્રીમ નો ઉપયોગ કર્યો છે. આ એક ખૂબ જ સરળ અને સ્વાદિષ્ટ રેસીપી છે.#cookpadindia#cookpad_gu spicequeen -
ફ્રોઝન સ્ટ્રોબેરી યોગર્ટ
#ફ્રૂટ્સસ્ટ્રોબેરી મિલ્ક શેક અથવા તો સ્ટ્રોબેરી સ્મુધી ખુબજ સારી લગતી હોય છે પણ ફ્રોઝન સ્ટ્રોબેરી યોગર્ટ પણ ખુબજ હેલ્ધી ને ટેસ્ટી લાગે છે Kalpana Parmar -
ફ્રોઝન સીતાફળ યોગર્ટ ::: ( Frozen Sitafal yogurt recipe in Gujarati )
#GA4 #Week10 #Frozen વિદ્યા હલવાવાલા -
મેંગો કુલ્ફી (Mango Kulfi Recipe In Gujarati)
આઈસક્રીમ અથવા કુલ્ફી એ લોકપ્રિય ડિઝર્ટ નો પ્રકાર છે. આપણે અલગ-અલગ પ્રકારના આઇસક્રીમ અથવા કુલ્ફી ફ્રૂટ પલ્પ અને ડ્રાયફ્રૂટ નો ઉપયોગ કરીને બનાવી શકીએ. મેંગો કુલ્ફી એ ખૂબ જ સ્વાદિષ્ટ ડિઝર્ટ છે જે ઉનાળાની ઋતુ દરમિયાન બનાવી શકાય.#cookpadindia#cookpad_gu spicequeen -
જાપનીઝ કન્ડેન્સ્ડ મિલ્ક બ્રેડ (Japanese Condensed Milk Bread Recipe In Gujarati)
કન્ડેન્સ્ડ મિલ્ક નો ઉપયોગ ઘણી બધી મીઠાઈઓ બનાવવામાં કરવામાં આવે છે. કન્ડેન્સ્ડ મિલ્ક થી બનતી મીઠાઈઓ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. જાપનીઝ કન્ડેન્સ્ડ મિલ્ક બ્રેડ એક સોફ્ટ અને સ્વીટ બ્રેડ નો પ્રકાર છે જેમાં બદામ, સૂકી દ્રાક્ષ અને ચેરીનો પણ ઉપયોગ કરવામાં આવે છે. કન્ડેન્સ્ડ મિલ્ક અને બટર નું ફીલિંગ આ બ્રેડને ખૂબ જ સ્વાદિષ્ટ બનાવે છે. આ સ્વીટ બ્રેડ એકવાર બનાવ્યા પછી વારંવાર બનાવવાનું મન થાય એવી રેસિપી છે.#cookpadindia#cookpad_gu spicequeen -
બેક્ડ યોગર્ટ (Baked Yoghurt Recipe In Gujarati)
#AsahiKaseiIndia#Bakingબેક્ડ યોગર્ટ એ એક ડેઝર્ટ છે ઈન્ડીયન સ્વીટ ભપ્પા દહીનુ નવુ વર્જન કહી શકાય ટેસ્ટ મા ખુબ સરસ લાગે છે ઈઝી અને ઝડપથી બની જાય છે Bhavna Odedra -
સ્ટ્રોબેરી યોગર્ટ (Strawberry Yoghurt Recipe In Gujarati)
બ્રેકફાસ્ટ માટેનું ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ ઓપ્શન છે યોગર્ટ બ્રેકફાસ્ટ બૉલ. તમે તમારી પસંદગી પ્રમાણે ના ટોપિંગ જેમકે ફ્રેશ ફ્રુટ, મિક્સ નટ્સ, મિક્સ સીડ્સ અથવા તો મ્યુઝલી વગેરે ઉમેરી શકો છો. ફ્રેશ સ્ટ્રોબેરી યોગર્ટ માં ઉમેરવાથી સ્વાદમાં ઘણો ઉમેરો થાય છે. ખાંડ, મેપલ સીરપ અથવા તો મધ મીઠાશ માટે ઉમેરી શકાય અથવા તો એને વધારે હેલ્ધી બનાવવા માટે કોઈ પણ પ્રકારની મીઠાશ ના ઉમેરવી હોય તો પણ ચાલે. આ એક ફીલિંગ અને સ્વાદિષ્ટ બ્રેકફાસ્ટ રેસિપી છે.#cookpadindia#cookpad_gu spicequeen -
ગ્રીક યોગર્ટ સ્ટ્રોબેરી પારફે (Greek Yoghurt Strawberry Parfait Recipe In Gujarati)
#LCM2#XS#MBR9#week9#cookpadgujarati#cookpad ગ્રીક યોગર્ટ બનાવવું ખુબ જ સરળ છે. ઘરે દહીં જમાવીને કે બહારથી રેડી દહીં લાવીને પણ ખુબ સરસ ગ્રીક યોગર્ટ બનાવી શકાય છે. ગ્રીક યોગર્ટમાં મનગમથી ફ્રૂટ ફ્લેવર ઉમેરીને પણ તેને વધુ સ્વાદિષ્ટ બનાવી શકાય છે. મેં આજે ગ્રીક યોગર્ટ સ્ટ્રોબેરી પારફે બનાવ્યું છે જેમાં મેં ગ્રીક યોગર્ટ, સ્ટ્રોબેરી ફુટ, બિસ્કીટ ક્રમ્સ અને સ્ટ્રોબેરી ક્ર્સ નો ઉપયોગ કર્યો છે. Asmita Rupani -
ફ્રૂટ ક્રીમ (Fruit Cream Recipe In Gujarati)
બધા જ પ્રકારના ફ્રૂટ્સ,નટ્સ અને પ્રોટીન થી ભરપુર ડેઝર્ટ છે એકદમ ટેસ્ટી હોય છે.#ફટાફટ ઓર ઇન્સ્ટન્ટ Khilana Gudhka -
એગલેસ ક્રેમ કેરેમલ પુડિંગ (Creme caramel pudding in Gujarati)
ક્રેમ કેરેમલ પુડિંગ એ ખૂબ જ ઝડપથી બની જતું એકદમ સ્વાદિષ્ટ ડિસર્ટ છે. આ પુડિંગ દહીં, દૂધ અને કન્ડેન્સ્ડ મિલ્ક માંથી બનાવવામાં આવે છે. ખાંડમાંથી બનાવવામાં આવતા કેરેમલ ના લીધે આ પુડિંગ ને એકદમ અલગ સ્વાદ મળે છે. કેરેમલ પુડિંગ ઓવનમાં બેક કરી શકાય અથવા તો એને ગૅસ પર સ્ટીમ પણ કરી શકાય. મેં અહીંયા સ્ટીમ કરીને બનાવ્યું છે. spicequeen -
કેરટ,રેસીન સૅલડ (Carrot, raisin salad recipe in Gujarati)
કેરટ, રેસીન સૅલડ એકદમ રિફ્રેશિંગ અને લાઈટ સૅલડ છે. આ સૅલડ માં પાઈનેપલ અથવા તો સફરજન પણ ઉમેરી શકાય અથવા તો એને ખાલી ગાજર અને કાળી સૂકી દ્રાક્ષ થી પણ બનાવી શકાય. પાઇનેપલનો ખાટો-મીઠો સ્વાદ અને દ્રાક્ષ ની મીઠાશ આ સૅલડ ને એક અલગ જ સ્વાદ આપે છે. આપણા બીજા બધા સૅલડ કરતાં અલગ જ વસ્તુઓ થી બનતું આ સૅલડ ખૂબ જ સ્વાદિષ્ટ છે. આ સૅલડ ને સેન્ડવિચ અથવા તો રેપના ફીલિંગ તરીકે પણ વાપરી શકાય.#GA4#Week5 spicequeen -
ગ્વાવા આઈસ્ક્રીમ (Guava ice cream recipe in gujarati)
#CookpadTurns4#Theam1#fruitજામફળ શિયાળામાં મળતું ટેસ્ટી કલરફૂલ અને હેલ્ધી ફ્રુટ છે. એમાં એન્ટીઓક્સિડન્ટ, વિટામિન સી, પોટેશિયમ અને ફાઈબર સારા એવા પ્રમાણમાં હોય છે. તો આવા હેલ્ધી ફ્રુટ માંથી મે બધાનો ઓલ ટાઈમ ફેવરિટ આઈસ્ક્રીમ બનાવ્યો છે.કુકપેડ ના જન્મદિવસ માટે ડેઝર્ટ તો બનતા હૈ. યુનિક અને રીફ્રેશીન્ગ ટેસ્ટ સાથે. તો ટ્રાય જરૂર કરજો. Harita Mendha -
ક્રીસમસ પ્લમ કેક(Christmas plum cake recipe in Gujarati)
(ઇંડા અને આલ્કોહોલ વગરની)(વીથ કેરેમલ સીરપ ફ્રૂટ સોકીંગ)#GA4#Week14#wheatcake#plumcakeઆ એક ઇન્સ્ટન્ટ,એગલેસ પ્લમ કેક છે.ટ્રેડીશનલ રીતે આ કેક માટે મિક્સ સિલેક્ટેડ ડ્રાયફ્રૂટ્સ ને રમ,બ્રાન્ડી કે વાઇન અને ફ્રૂટ જ્યુસમાં 3 દિવસથી લઇ ૨ મહિના સુધી પલાળવામાં આવે છે.પણ મેં અહીં ફ્રેશ કેરેમલ સીરપ બનાવી તેમાં ડ્રાયફ્રૂટ્સ ને અડધા કલાક માટે પલાળ્યા છે. અને ફક્ત ઘઉંના લોટમાંથી કેક બનાવી છે. લોટ કરતા પણ વધારે માત્રામાં મિક્સ ફ્રૂટ્સ વપરાયા છે તો બહુ જ ફ્રૂટી, ટેસ્ટી અને હેલ્ધી કેક બની છે. આ ક્રીસમસ માટે ખાસ ટ્રાય કરવા જેવી રેસીપી છે...👌👌મેં અહીં લગભગ 250-300 ગ્રામ જેટલા (1-1/2 કપ જેટલા) મિક્સ ડ્રાયફ્રૂટ્સ લીધા છે. તમે તમારી પસંદગી નું કંઇપણ જેમ કે ખજૂર,અંજીર, એપ્રીકોટ, ડ્રાય પીચ વગેરે પણ ઉમેરી શકો છો.. Palak Sheth -
અમેરિકન ફ્રૂટ્સ એન્ડ નટ્સ શ્રીખંડ(American fruit & nut shreekhand recipe in Gujarati)
શ્રીખંડ બધા ને ભાવતી સ્વીટ છે. નાના થી લઈને મોટા સુધી બધા દહીં માંથી બનાવવા માં આવતી આ મીઠાઈ enjoy કરે છે. પૂરી અને શ્રીખંડ જોડે બોલવા માં આવે છે. શ્રીખંડ અને પૂરી ની જોડી છે. મેં અહીં અમેરિકન ફ્રૂટ્સ એન્ડ નટ્સ શ્રીખંડ બનાવ્યો છે જેમાં બાળકો ની બધી જ favourite વસ્તુઓ છે ટૂટી ફ્રૂટ, ચોકલેટ ચીપ્સ, જેલી અને નટ્સ. બહુ જ સરસ બન્યો છે, તમે પણ ઘરે આ રીતે બનાવજો.#trend2 #shrikhand #શ્રીખંડ Nidhi Desai -
હોમમેડ ગ્રીક યોગર્ટ (Homemade Greek Yoghurt Recipe In Gujarati)
#LCM2#cookpadgujarati#cookpadindia#yogurtઆપણે દહીં જમાવવા માટે દહીં ના મેળવણ ની ઉપયોગ કરીએ છીએ એવી રીતે ઘરે યોગર્ટ બનાવવા માટે રેગ્યુલર પ્લેન યોગર્ટ ના મેળવણ નો ઉપયોગ કર્યો છે .અને એમાંથી જ પાણી નિતારી ને ગ્રીક યોગર્ટ બનાવ્યું છે .આમ એક વખત ઘરે બનાવી ને એના મેળવણ થી કાયમ દહીં ની જેમ ઘરે બનાવી શકાય. Keshma Raichura -
મિક્સ ફ્રૂટ મઠો (Mix fruit matho recipe in Gujarati)
મઠો અને શ્રીખંડ લગભગ સરખી જેવી જ મીઠાઇ છે. શ્રીખંડ જાડો અને ક્રીમી હોય છે જ્યારે મઠો એનાથી થોડો પાતળો હોય છે. મઠો ખાવામાં એકદમ લાઈટ લાગે છે. મિક્સ ફ્રૂટ મઠામાં કોઈપણ પ્રકારના સિઝન પ્રમાણેનાં ફળો ઉમેરી શકાય. એકદમ થોડા સમયમાં અને સરળતાથી બની જતી આ ખૂબ જ સ્વાદિષ્ટ મીઠાઈ છે. મઠા ને જમવાની સાથે અથવા તો જમ્યા પછી ડીઝર્ટ તરીકે પણ પીરસી શકાય.#GC spicequeen -
ભાપા દોઈ / સ્ટીમ્ડ યોગર્ટ પુડિંગ (Bhapa doi recipe in Gujarati)
ભાપા દોઈ એ એક બંગાળી સ્વીટ છે જેનો મતલબ વરાળથી બાફેલા દહીની મીઠાઈ એવો થાય છે. આ મીઠાઈ દૂધ, કન્ડેન્સ્ડ મિલ્ક અને દહીં ના મસ્કા થી બનાવવામાં આવે છે. એમાં ઈલાયચી, કેસર અને સુકામેવા પણ ઉમેરવામાં આવે છે. આ ડેઝર્ટ માં ફ્રૂટ ના પલ્પ પણ ઉમેરી શકાય. ચોકલેટ અને કોફી ઉમેરી ને મોર્ડન ટ્વીટ્સ આપી શકાય. આ એક સરળતાથી બની જતી ખૂબ જ સ્વાદિષ્ટ મીઠાઈ છે.#ઈસ્ટ#પોસ્ટ4 spicequeen -
-
સ્ટીમ યોગર્ટ (ભાપા દોઇ/મિસ્ટી દોઇ)(Misti Doi Recipe In Gujarati)
#GA4#week1#bangoli_cuisineબાંગ્લાદેશ નું બોગરા જિલ્લાની આ સ્વીટ ડીશ છે. આ સ્વીટ ડીશ ભારતના અમુક રાજ્ય જેવા કે,વેસ્ટ બંગાળ,ત્રિપુરા અને આસામની બરાક વેલીમાં બહુ જ પ્રખ્યાત છે.મિસ્ટી દહીં એ દહીં, દૂધ અને ગોળ/ખાંડ થી બનતી વાનગી છે. જેને સ્ટીમ યોગર્ટ પણ કહી શકાય. બંગાળી ભાષામાં મિસ્ટી means 'ગળ્યું' અને દોઇ means 'દહીં'. એમ આપણે આપણી ભાષામાં તેને મીઠું દહીં કહી શકાય. Khyati's Kitchen -
કેક ક્રીમ ક્રન્ચ આઈસ્ક્રીમ Cake cream crunch ice cream inGujrati
આ આઇસ્ક્રીમ અમારા બાળકોનો ફેવરિટ છે. બનાવવામાં બહુ જ સરળ અને એકદમ ક્રિમી બનતી રેસીપી છે. મારી જેમ તમે પણ બનાવો અને મજા લો.#માઇઇબુક#પોસ્ટ22 spicequeen -
ફ્રોઝન વટાણા (Frozen Mutter recipe in gujarati)
#GA4#Week10#cookpadgujarati#cookpadindia#Frozen દોસ્તો , આજકાલ એવું રહ્યું નથી કે સિઝનમાં જ અમુક વેજીટેબલ ખાવા મળે, જે તે સિઝનમાં મળતાં વેજીટેબલ ને તમે લાવીને ફ્રોઝન કરી ને પૂરા વર્ષ માટે વાપરી શકો છો.અને સિઝન વગર પણ તે વેજીટેબલ ખાવાની મજા માણી શકાય છે. હું લીલા વટાણા ,સ્વીટ કોર્ન અને અમુક ટાઈપ ની ગ્રેવી ફ્રોઝન કરવાનું પસંદ કરતી હોઉં છું. અહીં મેં ગ્રીન વટાણા ફ્રોઝન કરવાની રેસીપી બતાવી છે. આ રીતે કરવાથી આખું વરસ તેનો કલર જળવાઈ રહેતો હોય છે SHah NIpa -
સ્ટીમ્ડ યોગર્ટ પુડિંગ (bengali bhapa doi/ steamed yogurt pudding)
પરંપરાગત ભારતીય/બંગાળી સ્વીટ્સ છે, જે દહીં ને વરાળથી બાફી બને છે. જેને મિષ્ઠી દોઈ કે બીજી બંગાળી દૂધ ની સ્વીટ્સ પસંદ હોય એને આ વાનગી ભાવે એવી છે.#વીકમીલ૩#પોસ્ટ૭#સ્ટીમ્ડ#માઇઇબુક#પોસ્ટ૧૫ Palak Sheth -
કાળી દ્રાક્ષ નો જામ (Black grape jam recipe in Gujarati)
બ્રેડ અને જામ એક ઝટપટ નાસ્તા નો સૌથી સરળ ઉપાય છે. બાળકોને બ્રેડ પર અથવા રોટલી પર લગાડીને જામ ખૂબ જ ભાવે છે.સિઝનમાં મળતા ફ્રેશ ફ્રુટ માંથી આપણે અલગ-અલગ પ્રકારના જામ બનાવી શકીએ. ઘરે બનાવેલા જામ સ્વાદમાં ખુબ જ સરસ લાગે છે અને બહાર મળતા જામની સાથે એની કોઈ સરખામણી નથી. ઘરે જામ બનાવવાનું ખૂબ જ સરળ છે અને એમાં આપણે આપણી પસંદગી પ્રમાણે ના સારી ગુણવત્તાવાળા ફળ વાપરી શકીએ છીએ તેમજ જામ માં વપરાતી ખાંડની માત્રા પણ ઇચ્છા પ્રમાણે વધારે ઓછી રાખી શકીએ છીએ. ખાંડની જગ્યાએ સાકર નો ઉપયોગ કરીને પણ જામ બનાવી શકાય.ફક્ત ત્રણ વસ્તુઓથી બનતો કાળી દ્રાક્ષનો આ જામ સ્વાદમાં ખુબ જ સરસ લાગે છે, જેને એરટાઈટ કન્ટેનરમાં અથવા તો કાચની બરણીમાં ભરીને રેફ્રિજરેટરમાં ઘણા મહિનાઓ સુધી સ્ટોર કરી શકાય છે જે અલગ-અલગ પ્રકારના ડિઝર્ટ બનાવવામાં પણ ઉપયોગમાં આવે છે.#cookpadindia#cookpad_gu spicequeen -
વોટરમેલન સ્મૂધી (Watermelon smoothie recipe in Gujarati)
સ્મૂધી એક પ્રકારનું પીણું છે જે ફળો અને / અથવા શાકભાજી માંથી બનાવવામાં આવે છે જેમાં બધી વસ્તુઓને મિક્સર જારમાં ઉમેરીને વાટી લેવામાં આવે છે. સામાન્ય રીતે સ્મૂધી બનાવવા માટે ફળોના રસ, દહીં કે દૂધનો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ ઘણીવાર બરફ અથવા તો ફક્ત ઠંડા પાણીનો પણ ઉપયોગ કરવામાં આવે છે.દહીં સાથે બનાવવામાં આવતી વોટરમેલન સ્મૂધી ઉનાળાના સમયમાં શરીરને ઠંડક આપે છે. ફુદીના ના પાન સ્મૂધી ને રિફ્રેશિંગ અને સ્વાદિષ્ટ બનાવે છે અને એક સરસ ફ્લેવર આપે છે. ફ્રોઝન તરબૂચના ટુકડા વાપરવાથી ખુબ જ સરસ સ્મૂધી બને છે.પાણીથી ભરપૂર એવું તરબૂચ વિટામિન સી અને વિટામિન એ ધરાવે છે. તરબૂચમાં હૃદય ને ઉપયોગી એવા ઘણા બધા વિટામિન અને મિનરલ રહેલા છે. ઓછી કેલેરી ધરાવતું આ ફળ પાચનક્રિયામાં ખૂબ જ ઉપયોગી છે. આ ઉપરાંત એના ઘણા બધા ફાયદા છે.સ્મૂધી માં ઉમેરવામાં આવતું દહીં અને ફુદીનો પણ શરીરને ઉપયોગી એવી ઘણી બધી વસ્તુઓ થી ભરપુર છે અને શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે.#Immunity#cookpadindia#cookpad_gu spicequeen -
ફ્રુટ યોગર્ટ ડિલાઇટ (Fruit Yoghurt Delight Recipe In Gujarati)
#GA4#Week1આ ઉનાળા માટે બોવ સરસ અને સરળ વાનગી છે Pooja Jasani -
ફ્રોઝન બનાના આઈસ્ક્રીમ(Frozen Banana Ice-cream recipe in Gujarati)
ફક્ત ત્રણ સામગ્રીથી બનાવી ફ્રોઝન બનાના આઈસ્ક્રીમ વિદ્યાબેનની રીતે... સ્વાદમાં પણ ખુબ જ સરસ આ આઈસ્ક્રીમ મારી મનપસંદ આઈસ્ક્રીમના લીસ્ટમાં ઉમેરાઈ ગઈ છે... તમે પણ જરૂરથી બનાવજો... અલગથી સાકર ઉમેરી નથી કેળાની મિઠાસથી જ બનાવેલી હોવાથી ડાયાબિટીશવાળા લોકો પણ ખાઈ શકશે. Urvi Shethia -
મિક્સ ફ્રુટ જામ (Mix fruit jam recipe in Gujarati)
અલગ-અલગ પ્રકારના ફળોનો ઉપયોગ કરીને અલગ અલગ પ્રકારના જામ બનાવવામાં આવે છે. બ્રેડ અને જામ બ્રેકફાસ્ટની સૌથી લોકપ્રિય અને સરળ વસ્તુ છે જે બાળકોને પણ ખુબ જ પસંદ પડે છે. મિક્સ ફ્રુટ જામ એ સૌથી લોકપ્રિય જામ નો પ્રકાર છે જે અલગ-અલગ પ્રકારના ફળ ઉમેરીને બનાવવામાં આવે છે.જામ બનાવવાનું ખૂબ જ આસાન છે અને ઘરે બનાવવામાં આવતાં જામ બહારથી ખરીદવામાં આવતા જામની સરખામણીમાં સ્વાદ અને ગુણવત્તા બંને માં ખૂબ જ ઊંચું સ્થાન ધરાવે છે. ઘરે બનાવાતા જામમાં આપણે ફળોની ગુણવત્તા અને ખાંડનું પ્રમાણ જાળવી શકીએ છીએ. ખાંડને બદલે સાકર વાપરીને પણ જામ બનાવી શકાય.જામ ને રેફ્રિજરેટરમાં ઘણા મહિનાઓ સુધી સ્ટોર કરી શકાય જેનો ઉપયોગ અલગ અલગ પ્રકારના ડિઝર્ટ બનાવવામાં પણ કરી શકાય છે.#cookpadindia#cookpad_gu spicequeen -
મેંગો આઈસ્ક્રીમ (Mango ice cream recipe in Gujarati)
#કૈરી🍋કેરીને 👑ફળોનો રાજા👑 કહેવાય છે.વળી કેરી દરેકને ભાવતુ ફળ છે.કેરી વજન વધારવામાં મદદરૂપ બને છે તેમજ ઇમ્યુનિટી બૂસ્ટરનું કામ કરે છે. ઉનાળાની ગરમીમાં દરેક ભોજન સાથે કેરી નો સમાવેશ થાય છે.તો આજ કેરીને આઈસ્ક્રીમમાં પણ વાપરીને ડેઝર્ટ પણ બનાવી શકાય છે. Kashmira Bhuva
More Recipes
ટિપ્પણીઓ (18)