પાણીપુરી(pani poori Recipe inGujarati)

Purvi Baxi
Purvi Baxi @cook_25317624
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
3 સર્વિંગ્સ
  1. પૂરી બનાવવા માટે
  2. 2 કપરવો
  3. 2 ચમચીમેંદો અથવા ઘઉં નો લોટ
  4. મીઠું સ્વાદ પ્રમાણે
  5. ચપટીબેકિંગ સોડા
  6. પૂરી તળવા માટે તેલ
  7. મસાલો બનાવવા માટે
  8. 4-5બાફેલા બટેટા
  9. 1 કપબાફેલા દેસી ચણા
  10. ડુંગળી બે મોટી
  11. 1 ચમચીસંચળ
  12. મીઠું સ્વાદ પ્રમાણે
  13. 2 ચમચીચીલી ફ્લેક્સ
  14. 1 મોટી ચમચીપાણી પૂરી મસાલો
  15. 3-4 ચમચીકોથમીર
  16. તીખું પાણી બનાવવા માટે
  17. 1 કપફુદીનો
  18. 1 કપકોથમીર
  19. 3તીખા લીલા મરચા
  20. 1 ટુકડોઆદુ
  21. 2લીંબુ નો રસ
  22. 3 ચમચીપાણી પૂરી મસાલો
  23. 1 ચમચીસંચળ
  24. મીઠું સ્વાદ પ્રમાણે

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    પૂરી બનાવવા માટે રવો મેંદો અને મીઠું મિક્ષ કરી પાણી નાખી લોટ બાંધવો રોટલી જેવો લોટ બાંધવો અને તેને 30 મિનિટ માટે rest આપવો.

  2. 2

    હવે લોટ ને તેલ નાખી બરાબર મસળી ને નાની નાની પૂરી વણવી. એક મોટો રોટલો બનાવી ને પૂરી કટર થી એક સરખી પૂરી ઝડપ થી અને સરસ બને છે.

  3. 3

    હવે પૂરી ને તેલ ગરમ કરી ને એકદમ ગોલ્ડન બ્રાઉન કલર ની તળી લેવી.

  4. 4

    મસાલો બનાવવા માટે ચણા ને આખી રાત પલાળી બાફી લેવા અને બટેટા ને પણ બાફી લેવા અને બંને ને ઠંડા કરી લેવા.

  5. 5

    બટેટા ને મેશ કરી તેમાં ચણા મીઠું સંચળ પાણી પૂરી મસાલો ચીલી ફ્લેક્સ કોથમીર ડુંગળી નાખી બરાબર મિક્ષ કરી મસાલો તૈયાર કરો.

  6. 6

    પાણી બનાવવા માટે ઉપર આપેલી મસાલા અને મીઠું સિવાય ની બધું વસ્તુ ને મિક્ષર માં ક્રશ કરી પેસ્ટ બનાવો હવે તેમાં બરફ નું ઠંડુ પાણી એડ કરો અને મીઠું મસાલો તથા લીંબુ એડ કરી બરાબર હળવો.

  7. 7

    તો તૈયાર છે એકદમ ચટપટી પાણીપુરી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Purvi Baxi
Purvi Baxi @cook_25317624
પર

ટિપ્પણીઓ (2)

Similar Recipes