પનીર ચીઝ બોલ ડીપ ટીકા ગ્રેવી (Paneer Cheese Ball Dip Tikka Gravy Recipe In Gujarati)

Archana99 Punjani
Archana99 Punjani @cook_25957495

પનીર ચીઝ બોલ એ ભારતીય સ્ટાર્ટર છે. જે ડ્રાય જ હોઈ છે ચટણી કે પછી સોસ સાથે સર્વ કરાય છે પણ મે થોડું નવું કર્યું. સ્ટાર્ટર માં પણ ખાય શકાય અને ડિનર માં પણ ખાય શકાય. મે અહીં ટીકા ગ્રેવી સાથે બનાવ્યું છે. Fusion રેસીપી કરી છે.#GA4#Week6#PANEER#પનીર ચીઝ બોલ ડીપ ટીકા ગ્રેવી

પનીર ચીઝ બોલ ડીપ ટીકા ગ્રેવી (Paneer Cheese Ball Dip Tikka Gravy Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

પનીર ચીઝ બોલ એ ભારતીય સ્ટાર્ટર છે. જે ડ્રાય જ હોઈ છે ચટણી કે પછી સોસ સાથે સર્વ કરાય છે પણ મે થોડું નવું કર્યું. સ્ટાર્ટર માં પણ ખાય શકાય અને ડિનર માં પણ ખાય શકાય. મે અહીં ટીકા ગ્રેવી સાથે બનાવ્યું છે. Fusion રેસીપી કરી છે.#GA4#Week6#PANEER#પનીર ચીઝ બોલ ડીપ ટીકા ગ્રેવી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 થી 40 મિનિટ
4 થી 5 વ્યક્તિ
  1. 200 ગ્રામપનીર
  2. 3-4 નંગબાફેલા બટેટા
  3. 2-3ક્યૂબ ચિઝ
  4. બોલ બનાવા માટે :-
  5. 1 ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  6. 25 ગ્રામતપકીર
  7. 1/2 ચમચીહળદર
  8. 1 ચમચીધાણાજીરું
  9. 1 ચમચીલાલ મરચું પાઉડર
  10. 1 ચમચીગરમ મસાલો
  11. સ્વાદ મુજબમીઠુ
  12. જરૂર મુજબ તળવા માટે તેલ
  13. જરૂર મુજબ ગાર્નિશ માટે ફ્રેશ ક્રીમ,
  14. ટીકા ગ્રેવી માટે :-
  15. 3-4 નંગડુંગળી ની ગ્રેવી
  16. 3-4 નંગટામેટાં ની ગ્રેવી
  17. 1 થી 2 નંગવઘાર માટે સૂકા મરચા
  18. 2 બાદિયા
  19. 1 તમાલપત્ર
  20. 1/2 ચમચીહળદર
  21. 1 ચમચીલાલ મરચું પાઉડર
  22. 1 ચમચીધાણાજીરું
  23. 1 ચમચીગરમ મસાલો
  24. સ્વાદ મુજબ મીઠુ

રાંધવાની સૂચનાઓ

30 થી 40 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બોલ બનાવવા માટે એક વાસણમાં પનીર, ચીઝ અને બટેટાને ખમણો.

  2. 2

    ત્યારબાદ તેમાં મીઠું, હળદર, ધાણાજીરૂ, લાલ મરચું પાઉડર, ગરમ મસાલો અને આદુ મરચાની પેસ્ટ નાખો.

  3. 3

    હવે બધું જ બરાબર મિક્સ કરી લો મસાલો બરાબર ભળી જાય એ રીતે મિક્સ કરી લો અને ત્યારબાદ તેમાં થોડો તપકીર નો લોટ ઉમેરો.

  4. 4

    હવે હવે તેમાંથી નાના નાના બોલ બનાવો અને એક થાળીમાં થોડો તપકીર પાથરી બધા બોલ થાળીમાં મૂકો અને બોલ ને થાળીમાં થોડા રગદોળો. જેથી કરીને તળતી વખતે બોલ છૂટા ન પડી જાય.

  5. 5

    હવે એક કડાઈમાં તેલ ગરમ કરો અને તેમાં આ બોલને ધીમા થી મધ્યમ આંચ પર તળો. બોલ ગુલાબી રંગના ન થાય ત્યાં સુધી તળો. જેથી કરીને અંદરથી કાચા ન રહે અને મસાલો બરાબર પાકી જાય.

  6. 6

    હવે એક કડાઈમાં વઘાર માટે તેલ ગરમ મુકો અને તેમાં સુકા મરચા,બાદિયાના, તમાલપત્ર ના પાન મૂકો.

  7. 7

    વઘાર થઈ જાય એટલે તેમાં ડુંગળીની ગ્રેવી ને સાંતળવા મૂકો અને ગુલાબી રંગ ની ન થાય ત્યાં સુધી સાંતળો. ત્યારબાદ તેમાં મીઠું, હળદર ધાણાજીરું, ગરમ મસાલો અને લાલ મરચું પાઉડર નાખીને બરાબર મિક્સ કરો.

  8. 8

    મસાલા તેમાં સંતળાય જાય એટલે તેમાં ટમેટાંની પ્યોરી ઉમેરી દો. જરૂર પડે તો થોડું પાણી ઉમેરો અને તેલ છૂટુ ન પડે ત્યાં સુધી ચઢવા દો.

  9. 9

    હવે પીરસતી વખતે ગરમા ગરમ ગ્રેવી માં પેલા તળેલા બોલ નાખી ઉપર થી ફ્રેશ ક્રીમ થી ગાર્નિશ કરી પીરસો

  10. 10

    નોંધ :- પનીર ચીઝ બોલ એ સ્ટાર્ટર ડીશ છે. ગ્રેવી સાથે ડિનર માં પીરસી શકાય છે અને સ્ટાર્ટર તરીકે સોસ સાથે પણ પીરસી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Archana99 Punjani
Archana99 Punjani @cook_25957495
પર

ટિપ્પણીઓ

Similar Recipes