પનીર ટીકા (Paneer Tikka Recipe In Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

#cookpadindia
#Cookpadgujarati
પનીર ટીકા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. મેરિનેશન માટે :
  2. ૩૦૦ ગ્રામ પનીર ચોરસ ક્યુબ કરેલા
  3. મીઠું જરાક
  4. સરસવ તેલ
  5. ૧ ટીસ્પૂનલાલ મરચુ
  6. ચપટીહીંગ
  7. ૩/૪ કપ લાલ લીલા કેપ્સિકમ ચોરસ કાપેલા
  8. ૧ નંગ મીડીયમ ડુંગળી ચોરસ કાપેલી
  9. મસ્કા મીક્ષ્ચર માટે : ૧\૨ કપ દહીનો મસ્કો
  10. ૧ ટેબલ સ્પૂનમેયોનીઝ
  11. ૧ ટીસ્પૂનલાલ મરચુ
  12. ચપટીહીંગ
  13. ૧/૨ ટીસ્પૂન ધાણાજીરૂ
  14. મીઠું સ્વાદમુજબ
  15. ૧/૨ ટેબલ સ્પૂન દાળિયા પાઉડર
  16. ૧ ટીસ્પૂનઆદુ મરચા પેસ્ટ
  17. ૧/૨ ટીસ્પૂન અજમો
  18. ટીકા માટે :
  19. ૧ ટેબલ સ્પૂન સરસવ તેલ+ ૨ ટેબલ સ્પૂન માખણ
  20. ૧ ટીસ્પૂનતંદૂરી મસાલો
  21. સ્કેવર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ૧ બાઉલ મા પનીર ના ટૂકડા નાંખો... હવે સરસવ તેલ, મીઠું, મરચુ & હીંગ નાંખી સારી રીતે મિક્સ કરો... હવે રેડ & ગ્રીન કેપ્સિકમ નાખી બાજુમા રાખો

  2. 2

    ૨૦ મિનિટ રહી મસ્કા મિક્ષ્ચર તૈયાર કરો : એના માટે ૧ બાઉલ મા મસ્કા દહીં, મેયોનીઝ, લાલ મરચુ,હીંગ, ધાણાજીરૂ,મીઠું,દાળિયા પાઉડર, આદુ મરચાની પેસ્ટ,& અજમો મસળીને નાંખો...& એને હાથ થી સારીરીતે મીક્ષ કરો..... હવે પનીર & શાક નાંખો... હાથથી જ મીક્ષ કરો....

  3. 3

    હવે સ્કેવર મા પહેલા કાંદા & કેપ્સિકમ ભરાવો..... પછી પનીર... ફરી શાક...પનીર..... એમ લેયર કરી ભરાવતા જાવો...

  4. 4

    ૧ નોનસ્ટિક તંદૂરી પેન મા પહેલા સરસીયુ નાંખી એનો ધૂમાડો થવા દો... હવે બટર નાંખો & હવે પનીર સ્કેવર મૂકી ધીમા તાપે પનીર ને ચારે બાજુ શેકાવા દો...વચ્ચે વચ્ચે ઉપર બટર કે ઘી નાંખો...

  5. 5

    ચારે બાજુથી શેકાઈ જાય એટલેગેસ બંધ કરી એને સર્વિંગ ડીશ મા કાઢો....ઉપર તંદૂરી મસાલો ભભરાવો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

Similar Recipes