બીટરૂટ રાઇસ (Beetroot Rice Recipe in Gujarati)

Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
Vadodara, Gujarat, India

#GA4
#week5
#post5
#beetroot
#બીટરૂટ_રાઇસ ( Beetroot 🍚 Rice Recipe in Gujarati )
આ રાઈસ હિમોગ્લોબીન થી ભરપુર રાઈસ છે. આ રાઈસ મસાલા થી ભરપુર બન્યો છે. એક વાર તમે પણ ટ્રાય કરી જોજો આ રેસિપી.

બીટરૂટ રાઇસ (Beetroot Rice Recipe in Gujarati)

#GA4
#week5
#post5
#beetroot
#બીટરૂટ_રાઇસ ( Beetroot 🍚 Rice Recipe in Gujarati )
આ રાઈસ હિમોગ્લોબીન થી ભરપુર રાઈસ છે. આ રાઈસ મસાલા થી ભરપુર બન્યો છે. એક વાર તમે પણ ટ્રાય કરી જોજો આ રેસિપી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૫ મિનિટ
૪ વ્યક્તિ
  1. ૨ ટેબલ સ્પૂનઘી
  2. ૧ ટી સ્પૂનજીરું
  3. ૧ નંગતમાલપત્ર
  4. ૪ નંગલવિંગ
  5. ૨ નંગઈલાયચી
  6. ૧ નંગતજ નો ટુકડો
  7. મોટી ડુંગળી ની મોટી સ્લાઈસ
  8. ૩ નંગલીલાં મરચાં ના લાંબા ટુકડા
  9. ૨ ટેબલ સ્પૂનઆદુ + લસણ ની પેસ્ટ
  10. ૧/૨ કપટામેટા જીના સમારેલા
  11. ૧ કપબીટ જીણું સમારેલું
  12. ૨ ટેબલ સ્પૂનછીણેલું બીટ
  13. ૧/૪ ટી સ્પૂનહળદર પાઉડર
  14. ૧/૪ટી ગરમ મસાલો
  15. મીઠું સ્વાદ મુજબ
  16. ૨ ટેબલ સ્પૂનફુદીના ના પાન
  17. ૧ કપબાસમતી ચોખા
  18. ૨ કપપાણી
  19. ૧ નંગલીંબુ નો રસ
  20. ૨ ટેબલ સ્પૂનલીલી કોથમીર જીની સમારેલી
  21. ગાર્નિશ માટે -- લીલી કોથમીર ના પાન અને બીટરૂટ ની સ્લાઈસ

રાંધવાની સૂચનાઓ

૩૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બાસમતી ચોખા ને ને ધોઇ ને સાફ કરી ચોખ્ખા પાણી માં ૨૦ મિનિટ માટે પલાળી રાખો.

  2. 2

    હવે એક પેન મા ઘી ગરમ કરી એમાં જીરું ઉમેરી તતડે એટલે એમાં તમાલપત્ર, લવિંગ, ઈલાયચી અને તજ નો ટુકડો ઉમેરી સોતે કરી લો.

  3. 3

    હવે આમાં ડુંગળી ની સ્લાઈસ, લીલા મરચા ના ટુકડા, આદુ લસણ ની પેસ્ટ ઉમેરી ધીમા ગેસ ની આંચ પર સોતે કરી લો.

  4. 4

    ત્યાર બાદ આમાં જીના સમારેલા ટામેટા ઉમેરો ને મિક્સ કરી લો. જ્યાં સુધી ટામેટા સોફ્ટ થાય ત્યાં સુધી કૂક કરી લો.

  5. 5

    તે પછી જીના સમારેલ બીટરૂટ ના ટુકડા અને છીણેલું બીટરૂટ ઉમેરો ને બરાબર મિક્સ કરી લો.

  6. 6

    હવે એમાં મસાલા કરીશું. આમાં હળદર પાઉડર, ગરમ મસાલો, મીઠું અને ફુદીના ના પાન હાથ થી તોડી ને ઉમેરો ને મિક્સ કરી લો.

  7. 7

    હવે પલાળેલા બાસમતી ચોખા ઉમેરી બરાબર મિક્સ કરી લો ને ૧ મિનિટ કૂક થાય એટલે એમાં પાણી અને લીંબૂ નો રસ ઉમેરી મિક્સ કરી ઢાંકણ ઢાંકી ને ૨૦ મિનિટ માટે કૂક કરી લો.

  8. 8
  9. 9

    હવે આ રાઈસ માં બધું પાણી સોખાઈ જાય પછી ઉપરથી લીલી કોથમીર ના પાન ઉમેરી બધું મિક્સ કરી લો. હવે ગેસ ની આંચ બંધ કરી લો.

  10. 10

    હવે આપણો બીટરૂટ રાઈસ સર્વ કરવા માટે તૈયાર છે. આ રાઈસ પર કોથમીર ના પાન અને બીટરૂટ ની સ્લાઈસ થી ગાર્નિશ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
પર
Vadodara, Gujarat, India
I love cooking & cooking is my Passion..😍😘
વધુ વાંચો

ટિપ્પણીઓ (8)

Similar Recipes