પનીર ટીકા (Paneer tikka recipe in Gujarati)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
Rajkot

#trend3
#week3
#Paneer tikka
જ્યારે આપણે રેસ્ટોરન્ટમાં જઈએ ત્યારે પનીર ટીકા ડ્રાય સ્ટાર્ટર તરીકે પસંદ કરતા હોઈએ છીએ. પનીર ટીકા બે સ્ટાઇલમા બનાવવામા આવે છે પનીર ટીકા મસાલા ગ્રેવી સબ્જી અને પનીર ટીકા ડ્રાય.
પનીર ટીકા ડ્રાય તવામા, ઓવનમા અને તાંદુરમા બનાવી શકાય છે. આ ડીસમાં મેઇનલી પનીર, કેપ્સિકમ, ડુંગળી અને દહીંનો ઉપયોગ કરવામાં આવે છે. સાથે બેસન પણ ઉમેરવામાં આવે છે. એટલે પનીર ટીકા માં બેસન અને પનીરનું પ્રોટીન સારા એવા પ્રમાણમાં હોય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫ મિનિટ
૨ વ્યક્તિ માટે
  1. ૧/૨ કપજાડુ દહીં (પાણી નિતારેલું)
  2. ૨ નાની ચમચીકાશ્મીરી લાલ મરચું
  3. ૧ નાની ચમચીધાણાજીરૂ
  4. ૧ નાની ચમચીશેકેલ જીરૂ પાઉડર
  5. ૧ નાની ચમચીઆમચૂર પાઉડર
  6. ૧/૨ નાની ચમચીસંચળ
  7. ૧ નાની ચમચીગરમ મસાલો
  8. ૧ નાની ચમચીમરી પાઉડર
  9. ૧ મોટી ચમચીઆદુ-લસણની પેસ્ટ
  10. મીઠું સ્વાદ અનુસાર
  11. ૨ મોટી ચમચીશેકેલો બેસન
  12. ૧ નાની ચમચીરાઇનું તેલ
  13. ટુકડાપનીરના મોટા
  14. ટુકડાકેપ્સીકમના મોટા
  15. ટુકડાડુંગળીના મોટા
  16. શેકવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનિટ
  1. 1

    એક બાઉલમાં સાવ પાણી નીતારેલુ જાડુ દહીં લેવાનું છે. તેમાં કાશ્મીરી લાલ મરચું પાઉડર, ધાણા-જીરુ પાઉડર, આમચૂર પાઉડર, શેકેલ જીરુ પાઉડર ઉમેરવાનો છે.

  2. 2

    હવે તેમાં સંચળ, મરી પાઉડર, ગરમ મસાલો ઉમેરવાનો છે. તેની સાથે તેમાં આદુ લસણની પેસ્ટ અને મીઠું સ્વાદઅનુસાર ઉમેરવાના છે. બધુ બરાબર મિક્સ કરી લેવાનું છે.

  3. 3

    બેસન અથવા ચણાની દાળનો લોટ શેકીને લેવાનો છે. તૈયાર કરેલા દહીના મિક્સચર માં આ લોટ ઉમેરી બધું બરાબર મિક્સ કરી લેવાનું છે.

  4. 4

    હવે તેમાં રાઇનું તેલ ઉમેરી તેને પણ બરાબર મિક્સ કરી લેવાનું છે.

  5. 5

    પનીરના, કેપ્સિકમના અને ડુંગળીના મોટા ટુકડા તૈયાર કરવાના છે.

  6. 6

    આ ટુકડાને તૈયાર કરેલા મિક્ચરમાં ઉમેરીને બરાબર રીતે ભેળવી દેવાના છે.

  7. 7

    હવે એક સ્ટીક લઈ તેમાં વારાફરતી કેપ્સિકમ, ડુંગળી,પનીર ફરી પાછો કેપ્સિકમ ડુંગળી પનીર એ રીતે સ્ટીકમાં ફીટ કરવાનું છે આ રીતે બધી જ સ્ટીક રેડી કરી લેવાની છે.

  8. 8

    હવે એક લોઢી ગેસ પર મૂકી તેના પર તેલ લગાવવાનનુ છે. અને તેના પર આ તૈયાર કરેલી સ્ટીક શેકવાની છે

  9. 9

    ચારે તરફ ફેરવતુ જવાનું છે અને બધી બાજુથી શેકી લેવાનું છે.

  10. 10

    બધી બાજુથી બરાબર રીતે શેકાઈ જાય એટલે હવે તેને ગરમ ગરમ લીલી ચટણી સાથે સર્વ કરી શકીયે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
પર
Rajkot

Similar Recipes