પનીર ભુરજી(Paneer Bhurji Recipe in Gujarati)

Vibha Mahendra Champaneri
Vibha Mahendra Champaneri @cook_25058245
Ahmedabad

પનીર ભુરજી એ એક પંજાબી શાક છે. જે નાના - મોટા સહુને ભાવે એવું શાક છે. મારી દિકરી ની ખૂબજ ભાવતી આ ડીશ છે.
#trend2

પનીર ભુરજી(Paneer Bhurji Recipe in Gujarati)

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

પનીર ભુરજી એ એક પંજાબી શાક છે. જે નાના - મોટા સહુને ભાવે એવું શાક છે. મારી દિકરી ની ખૂબજ ભાવતી આ ડીશ છે.
#trend2

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25-30 મિનિટ
2-3 વ્યક્તિ
  1. 3 નંગમિડીયમ સાઈઝના કાંદા
  2. 1મિડીયમ સાઈઝનું ટામેટું
  3. ૩-4 લીલાં મરચાં
  4. 5-6કળી લસણ
  5. નાનો કટકો આદું
  6. 1/2 સિમલા મિચઁ
  7. સ્વાદમુજબ મીઠું
  8. 1/2ચમચી હળદર
  9. 1/2ચમચી ધાણાજીરું
  10. 1 ચમચીગરમ મસાલો
  11. 2 ચમચીજેટલી કસૂરી મેથી
  12. 1/2ચમચી કિચન કિંગ મસાલો
  13. 2 ચમચીમલાઈ
  14. 1 ચમચીમોળું દહીં
  15. 3ચમચા તેલ
  16. 2 ચમચીઘી
  17. થોડી ઝીણી સમારેલી કોથમીર

રાંધવાની સૂચનાઓ

25-30 મિનિટ
  1. 1

    કાંદા, મરચાં, લસણ અને આદું ને છોલીને મોટા કટકા કરી મિક્સરમાં અધકચરા વાટી લો.

  2. 2

    એક કઢાઈમાં તેલ અને ઘી ને સાથે ગરમ કરવા મૂકો. ગરમ થાય એટલે એમાં અધકચરા વાટેલા કાંદા, લસણ,આદું તથા મરચાં નાંખી એને 3-4 મિનિટ સુધી સાંતળો.

  3. 3

    બીજી બાજુ ટામેટાના પણ કટકા કરી મિક્સરમાં અધકચરા વાટો.

  4. 4

    હવે ટામેટાને સંતળાતા કાંદામાં ઉમેરી એને પણ 4-5 મિનિટ સાંતળો.

  5. 5

    પછી એમાંથી થોડું તેલ છૂટે એટલે એમાં મીઠું, હળદર, ધાણાજીરું, ગરમ મસાલો, કિચનકિંગ મસાલો નાંખી 1 મિનિટ સુધી હલાવો. પછી એમાં કસૂરી મેથી તથા નાના કાપેલા સિમલા મિચઁ ઉમેરો.

  6. 6

    હવે પનીર ને એક મોટા કાણાંવાળી છીણી થી છીણી લો.આ ખમણેલા પનીર ને હવે કઢાઈમાં નાંખો.

  7. 7

    એને હલાવી ને એમાં 2 ચમચી મલાઈ તથા 1 ચમચી દહીં નાંખી હલાવો. મલાઈ તથા દહીં નાંખવાથી એનો કલર તથા સ્વાદ ખૂબજ સુંદર લાગે છે.

  8. 8

    આ પનીર ભુરજીને પરાઠા, છાશ અને કાંદા સાથે પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vibha Mahendra Champaneri
પર
Ahmedabad

ટિપ્પણીઓ

Similar Recipes