પનીર ભુરજી (Paneer Bhurji Recipe In Gujarati)

Vaishali Prajapati
Vaishali Prajapati @vaishali_47

પનીર ભુરજી (Paneer Bhurji Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
ચાર સર્વિંગ
  1. 400 ગ્રામપનીર
  2. 3ડુંગળી
  3. 2મોટા ટામેટા
  4. 2કેપ્સિકમ
  5. 1 ચમચી આદુ-મરચા-લસણની પેસ્ટ
  6. 3 મોટી ચમચી તેલ
  7. 1 ચમચી ગરમ મસાલો
  8. 1 ચમચી લાલ મરચું પાઉડર
  9. 1/2 ચમચી ધાણાજીરું પાઉડર
  10. 1/2 ચમચી હળદર
  11. સ્વાદાનુસાર મીઠુ
  12. જરૂર મુજબ કોથમીર
  13. જરૂર મુજબ ફુદીનો
  14. 1/2 ચમચી જીરુ
  15. 1/2 ચમચી તમાલપત્ર
  16. 1 તજ
  17. 2 લવિંગ
  18. 1 મોટી ચમચી મલાઈ કે ક્રીમ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ડુંગળી અને ટામેટાને કાપી લેવા ત્યારબાદ એક પેનમાં તેલ લઈ જીરું ઉમેરવું હવે તેમાં 1 તમાલપત્ર તજ લવિંગ ઉમેરવા હવે તેમાં ડુંગળી ઉમેરી ચપટી મીઠું ઉમેરવું એક સેકન્ડ પછી ટામેટુ ઉમેરવો

  2. 2

    હવે તેમાં બધા સુકા મસાલા ઉમેરવા સાથે આદુ-મરચા-લસણની પેસ્ટ ઉમેરવી થોડું શેકાયા બાદ ગેસ બંધ કરી ઠંડુ થવા દેવું હવે તેને એક મિક્સર જારમાં કાઢી પીસી લેવું સાથે ફુદીનો પણ પીસી લેવું

  3. 3

    હવે ફરીથી એક કઢાઈમાં તેલ લઈ બનાવેલ પેસ્ટ ઉમેરવી હવે 1 ટેબલ ચમચી મલાઈ કે ક્રીમ ઉમેરવી હવે કેપ્સીકમ ઉમેરવા બે મિનીટ પછી છીણેલું પનીર ઉમેરવું

  4. 4

    બેથી ત્રણ મિનિટ થવા દેવું ત્યારબાદ કોથમીર ઉમેરવી અને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vaishali Prajapati
પર

Similar Recipes