પનીર પસંદા(Paneer Pasanda Recipe in GujArati)

Kalpana Mavani
Kalpana Mavani @cook_23454313
Navsari
શેર કરો

ઘટકો

એક કલાક
ચારથી પાંચ વ્યક્તિ માટે
  1. દૂધ એક લીટર
  2. ૨ ચમચીદહીં
  3. 100 ગ્રામ ફૂદીનો
  4. 1/2વાટકી ગાંઠીયા
  5. મીઠું સ્વાદ પ્રમાણે
  6. 1 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  7. લીંબુનો રસ
  8. 6 નંગકાંદા
  9. ટામેટા સાતથી આઠ
  10. ૧૦થી ૧૨ કળી લસણ
  11. 15-20કાજુ
  12. 2 ચમચીમગજતરીના બી
  13. કાંદા ટામેટા અને કેપ્સીકમ ડાયટ કટ કરેલા
  14. પનીર ના પીસ
  15. ચમચીતેલ અને ઘી છ-સાત
  16. ૧ ચમચીજીરું
  17. 1 ટુકડોતજ
  18. ત્રણથી ચાર લવિંગ
  19. એ નંગ તમાલપત્ર
  20. 1સૂકું લાલ મરચું
  21. 1/2ચમચી હળદર
  22. 2 ચમચીકાશ્મીરી લાલ મરચું
  23. 2 ચમચીધાણાજીરૂ
  24. ૧ ચમચીગરમ મસાલો
  25. મીઠું સ્વાદ અનુસાર
  26. 1 ચમચીબટર

રાંધવાની સૂચનાઓ

એક કલાક
  1. 1

    સૌપ્રથમ દૂધને ગરમ કરવા મૂકો પછી તેમાં દહીં નાખીને ફાટી જાય એટલે એક કપડામાં ચોરસ થાય તે રીતે ગાડી લો પછી તેમાં વજન મૂકીને અડધો કલાક માટે રાખી મૂકો હવે તેને ફ્રીઝમાં બે કલાક માટે મૂકો

  2. 2

    હવે ફુદીનો ગાંઠીયા આદુ મરચાની પેસ્ટ અને લીંબુનો રસ નાખીને થોડું પાણી ઉમેરીને ચટણી બનાવો હવે પનીરના મોટા પીસ કરો અને વચ્ચેથી કટ કરો પછી તેમાં ફુદીનાની ચટણી કરો અને તેને થોડીવાર માટે મેરીનેટ થવા દો પછી તેને ગ્રીલ પેન માં શેકી લો બટર લગાવીને સેકો

  3. 3

    હવે એક પેનમાં બે ચમચી તેલ લો તેમાં જીરું નાખો અને ડાયસ કટ કરેલા વેજીટેબલ સોતે કરો હવે એ જ પેનમાં ગ્રેવી માટે ના કાંડા ટામેટાં લસણ સાટલી લો હવે કાજુ અને મગર તરી ને પલાળી રાખો હવે આ ગ્રેવી માટે વધુ મિક્સરમાં રાખી દો અને બરાબર ક્રશ કરી લો હવે તેમાં એક પેનમાં તેલ મૂકો અને બટર મૂકો પછી તેમાં ગ્રેવીને સાંતળી લો પછી તેલ અને ઘી તેલ અને બટર છુટુ પડે ત્યાં સુધી થવા દો હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું લાલ મરચું હળદર ધાણાજીરું અને ગરમ મસાલો નાખો પછી ફરી વખત થવા દો હવે તેમાં જરૂર મુજબ પાણી ઉમેરો

  4. 4

    હવે બધું ઊકળે એટલે તેમાં પોતે કરેલાં વેજિટેબલ્સ રાખો અને ગ્રીલ કરેલા પનીરના રાખો પછી થોડીવાર થવા દો બરાબર ગરમ થઈ જાય એટલે આપણું ટેસ્ટી પનીર પસંદા grid તૈયાર છે તેને પરોઠા અને કાંદા ટામેટાં પાપડ છાશ સાથે સર્વ કરો

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kalpana Mavani
Kalpana Mavani @cook_23454313
પર
Navsari

Similar Recipes