ઓટ્સ પીઝા (Oats pizza Recipe in Gujarati)

Mona Acharya
Mona Acharya @cook_26616027
Ahmedabad

જ્યારે આપણે પાર્ટીની વાત કરીએ ત્યારે તેમાં પીઝા , કપ કેક, મફિન્સ અને ખાસ કરીને બચ્ચાઓની પાર્ટીમાં આ બધું તો હોય જછે પીઝા તો નાના થી મોટા બધાને જ ગમે છે અને બાળકોના તો ફેવરીટ હોય છે, તો ચાલો આપણે જ પીઝા ને અલગ અને હેલ્ધી વે મા બનાવીએ.
#GA4
#week7
#Oats

ઓટ્સ પીઝા (Oats pizza Recipe in Gujarati)

જ્યારે આપણે પાર્ટીની વાત કરીએ ત્યારે તેમાં પીઝા , કપ કેક, મફિન્સ અને ખાસ કરીને બચ્ચાઓની પાર્ટીમાં આ બધું તો હોય જછે પીઝા તો નાના થી મોટા બધાને જ ગમે છે અને બાળકોના તો ફેવરીટ હોય છે, તો ચાલો આપણે જ પીઝા ને અલગ અને હેલ્ધી વે મા બનાવીએ.
#GA4
#week7
#Oats

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૫ મિનિટ
૪-૫ વ્યક્તિ
  1. ૧ કપમેંદો
  2. ૧/૨ કપઓટ્સ
  3. ૧/૪ ટી સ્પૂનબેકિંગ સોડા
  4. ૧ ટી સ્પૂનબેકિંગ પાઉડર
  5. ૧/૪ ટી સ્પૂનમીઠું
  6. ૧ કપમિક્સ શાકભાજી (મેં અહીં મકાઈ, ટામેટા અને કેપ્સિકમ લીધા છે)
  7. ૪ ટેબલ સ્પૂનપીઝા સોસ અથવા ટોમેટો સોસ
  8. ૧/૨ ટી સ્પૂનરેડ ચીલી ફ્લેક્સ
  9. ૧ ટી સ્પૂનમિક્સ હરબસ
  10. ૧/૨ કપચીઝ
  11. ૧/૨ કપસનફ્લાવર ઓઇલ
  12. ૧/૪ કપદહીં
  13. ૩/૪ કપ દૂધ

રાંધવાની સૂચનાઓ

૩૫ મિનિટ
  1. 1

    સર્વ પ્રથમ એક બાઉલમાં મેદાને ચાળી તેમાં બધા જ ડ્રાય ઘટકો ઉમેરી તેને એક બાજુ મૂકી રાખો

  2. 2

    ત્યારબાદ બીજા એક બાઉલમાં તેલ, દૂધ, દહીં મિક્સ કરી લો

  3. 3

    હવે આ બાઉલમાં મિક્સ કરેલો લોટ ધીમે ધીમે ઉમેરતા જાવ અને મિક્સ કરતા જાવ સાથે થોડું ચીઝ પણ ઉમેરી દેવો

  4. 4

    હવે આપણે આ મિક્સરમાં શાકભાજી આપણી પસંદના ઉમેરીશું

  5. 5

    હવે આ મિશ્રણને પેપર કપસ મા એક ચમચી જેટલું ભરી તેના પર પીઝા સોસ અને ચીઝ ની લેર બનાવી તેના પર ફરીથી આ મિશ્રણ ભરવું

  6. 6

    પેપર કપ ૩/૪ જેટલા જ ભરવા અને ફરીથી તેના પર ટોપિંગ કરવું (પીઝા સોસ, વેજિટેબલ્સ, ચીઝ અને ઓલિવ) અને ૧૭૦ ડિગ્રી સેલ્સિયસ પર પંદરથી વીસ મિનિટ બેક કરવા (પ્રી હિટ ઓવન માં)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mona Acharya
Mona Acharya @cook_26616027
પર
Ahmedabad

Similar Recipes