કેક બેઝિક - ગેસ પર (Cake basic recipe in Gujarati)

Unnati Bhavsar
Unnati Bhavsar @unnatisfoodmagic
Ahmedabad

કેક એ બધા ની ફેવરિટ હોય છે. કોઈ પણ પ્રસંગ કે ઇવેન્ટ હોય એટલે તરત જ આપણે કેક ઓર્ડર કરી જ દેતા હોઈએ છીએ. અને ખાસ કરી ને બર્થડે માં. પણ મને ઘર ની કેક જ ભાવે છે. બજાર ની કેક માં એટલી મજા મને નથી આવતી. અને ઘર ની હોય એટલે એકદમ શુધ્ધ અને પ્રેમ નાખી ને બનેલી કેક. આ રેસિપી હું મારી કઝિન પાસે થી ૧૮ વર્ષ પહેલા શીખેલી. અને આજે પણ હું આ જ રેસિપી ફોલૉ કરું છું.

#cookpadindia
#cookpadgujarati
#cookpad_gu
#cookwithunnati

કેક બેઝિક - ગેસ પર (Cake basic recipe in Gujarati)

કેક એ બધા ની ફેવરિટ હોય છે. કોઈ પણ પ્રસંગ કે ઇવેન્ટ હોય એટલે તરત જ આપણે કેક ઓર્ડર કરી જ દેતા હોઈએ છીએ. અને ખાસ કરી ને બર્થડે માં. પણ મને ઘર ની કેક જ ભાવે છે. બજાર ની કેક માં એટલી મજા મને નથી આવતી. અને ઘર ની હોય એટલે એકદમ શુધ્ધ અને પ્રેમ નાખી ને બનેલી કેક. આ રેસિપી હું મારી કઝિન પાસે થી ૧૮ વર્ષ પહેલા શીખેલી. અને આજે પણ હું આ જ રેસિપી ફોલૉ કરું છું.

#cookpadindia
#cookpadgujarati
#cookpad_gu
#cookwithunnati

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક ૨૦ મિનિટ
  1. ૨ કપમેંદો
  2. ૨ કપદળેલી ખાંડ
  3. ૧ કપબટર
  4. ૧ કપદહીં
  5. ૧/૨ કપદૂધ
  6. ૧ સ્પૂનબેકિંગ પાઉડર
  7. ૧/૩ સ્પૂનબેકિંગ સોડા
  8. ૨ સ્પૂનએસેન્સ (મેં અહીં ઓરેન્જ ફ્લેવર યુઝ કરી છે.)
  9. ૧/૪ સ્પૂનફૂડ કલર (અહીં મેં ફ્રૂટ કેક બનાવી છે તો યલો કલર લીધો છે.)
  10. ૩ tbspતૂટી-ફ્રૂટી

રાંધવાની સૂચનાઓ

૧ કલાક ૨૦ મિનિટ
  1. 1

    એક મિક્ષિન્ગ બાઉલ માં મેંદો, દળેલી ખાંડ, બેકિંગ પાઉડર અને બેકિંગ સોડા ને ચાળી ને લઇ લો. અને વ્હિસક ની મદદ થી બધું મિક્સ કરી લો. હવે તેમાં બટર, દહીં, દૂધ, એસેન્સ અને કલર ઉમેરી ને મિક્સ કરી દો.

  2. 2

    હવે ફરી વહિસક ની મદદ થી અંદર ગઠ્ઠા ના રહે એમ મિક્સ કરી લો. હવે તેમાં તૂટી-ફ્રૂટી ઉમેરી ને મિક્સ કરી લો.

  3. 3

    હવે કેક ના મોલ્ડ ને ઘી થી ગ્રીસ કરી લો અને તેમાં પંચમેન્ટ પેપર પાથરી દો. હવે તેમાં કેક નું બેટર રેડી દો.
    ગેસ પર માટી ની તાવી પર એક ઊંચો કાઠિલો મુકો અને તેની ઉપર કેક નું મોલ્ડ મુકો અને તેને એક મોટા તપેલા થી ઈમેજ માં બતાવ્યા પ્રમાણે ઉપર થી ઢાંકી દો. ગેસ ની ફ્લેમ ધીમી જ રાખવાની છે.

  4. 4

    લગભગ ૨૫-૩૦ મિનિટ પછી ચેક કરો. જો હાજી કાચી હોય તો ફરી ૫ મિનિટ માટે થવા દો. કેક થઇ ગઈ છે કે નઈ એ ચેક કરવા માટે ટુથપીક નો ઉપયોગ કરો. જો ટુથપીક માં કેક ચોંટે નઈ તો કેક થઇ ગઈ છે.

  5. 5

    હવે તરત જ ગેસ પર થી ઉતારી લો અને રૂમ ટેમ્પરેચર પર ઠંડી થવા દો. ઠંડી થાય એટલે તમને ગમે એ રીતે તેને ડેકોરેટ કરો અને મજા માણો.

  6. 6

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Unnati Bhavsar
Unnati Bhavsar @unnatisfoodmagic
પર
Ahmedabad
By Profession I'm a Creative Web and Software Designer and Developer, I run my small IT firm.I love cooking and always excited for new experiments and innovative dishes 😋Follow for detailed video recipes on YouTube @unnatisfoodmagic
વધુ વાંચો

Similar Recipes