પાપડી ગાંઠિયા (Papdi Gathiya recipe in Gujarati)

Ankita Solanki
Ankita Solanki @Ankita_26
Jamnagar

#EB
#week8
પાપડી ગાંઠિયા એટલે ગુજરાતીઓને સૌથી પ્રિય વાનગી ગાંઠીયા વગર તો ગુજરાતીઓ ને ચાલે જ નહીં તો અહીંયા આપણે એ જ રેસીપી શીખવાના છીએ જે એકદમ થોડા જ સમયમાં અને ખુબ જ ટેસ્ટી બને છે મારા ઘરમાં તો બધાને બહુ જ ભાવે છે તો ચાલો આપણે તેની રીત જોઈ લઈએ અને બનાવવાનો પ્રયત્ન પણ કરીએ

પાપડી ગાંઠિયા (Papdi Gathiya recipe in Gujarati)

#EB
#week8
પાપડી ગાંઠિયા એટલે ગુજરાતીઓને સૌથી પ્રિય વાનગી ગાંઠીયા વગર તો ગુજરાતીઓ ને ચાલે જ નહીં તો અહીંયા આપણે એ જ રેસીપી શીખવાના છીએ જે એકદમ થોડા જ સમયમાં અને ખુબ જ ટેસ્ટી બને છે મારા ઘરમાં તો બધાને બહુ જ ભાવે છે તો ચાલો આપણે તેની રીત જોઈ લઈએ અને બનાવવાનો પ્રયત્ન પણ કરીએ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 કપબેસન
  2. 1 ચમચીમીઠું
  3. 1/2 કપ પાણી
  4. 4 ચમચીતેલ
  5. 1 ચપટીપાપડીયો ખારો
  6. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ આપણે ચણાના લોટને ચાળી લઈશું જેથી કરીને ગાંઠીયા બનાવતી વખતે વચ્ચે લોટના ફસાઈ ના રહે.હવે આપણે એક વાસણમાં પાણી લઈશું તેમાં તેલ ઉમેરી શું તેમાં મીઠું અને પાપડીયો ખારો ઉમેરીને એક બ્લેન્ડર ફેરવી દઈશુ બ્લેન્ડર ફેલાવાથી એનો કલર બદલાય જાય છે સફેદ જેવો કલર થઈ જાય છે

  2. 2

    હવે આપણું પાણી વાળું મિશ્રણ રેડી થઈ ગયું છે તો એ મિશ્રણને આપણે ધીરે ધીરે કરીને લોટ માં એડ કરતાં જઈશું ધીમે ધીમે પાણી ઉમેરો અને સાથે પાણી ઉમેરી મીડીયમ લોટ આપણે બાંધી લઈશું લોટ બંધાઈ ગયા પછી આપણે તેને બેથી ત્રણ મિનિટ એમ જ મસળવા નો છે જેથી કરીને એકદમ સ્મૂધ બની જાય અને તેનો કલર પણ ચેન્જ થઈ જાય છે

  3. 3

    હવે આપણો લોટ એકદમ સ્મુધ થઈ ગયો છે અને પાપડી બનાવવા લાયક થઈ ગયો છે પાપડી આપણે એનો જ સ્પેશિયલ જારો આવે છે તેમાં પણ બનાવી શકીએ છીએ અને જો એ આપણી પાસે ના હોય તો આપણે સેવ પાડવાના સંચામાં વડે પાપડી નીચે જાડી આવે છે તેના ઉપયોગથી આપણે ગાંઠિયા બનાવીશું તો આપણે તેને ગરમ કરવા મૂકી દીધેલું છે તેલ ગરમ થઈ જાય પછી આપણે ગાંઠીયા પાડવાની શરૂઆત કરીશું

  4. 4

    આ રીતે આપણે પહેલા થોડી ફાસ્ટ આંચ પર રાખીશું અને પછી થોડીવાર પછી ગેસ ધીમો કરી દઈશું અને તેને વ્યવસ્થિત તળી લઈશું તેને બહુ લાલ થવા દેવાની નથી આ રીતે આપણે દર વખતે એક પછી એક પાડી ને તળી લેજો તો રેડી છે પાપડી ગાંઠિયા

  5. 5

    તે ચા ની સાથે મરચા સાથે પપૈયાના છીણ એની સાથે ખૂબ જ મસ્ત લાગે છે તેને કઢી સાથે પણ ખાઈ શકાય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ankita Solanki
Ankita Solanki @Ankita_26
પર
Jamnagar
cooking is my passion...i love cooking...,😊😊😊
વધુ વાંચો

ટિપ્પણીઓ (7)

Similar Recipes