અજમો અને હળદર વાળુ દૂધ (Carom seed & Turmeric Milk recipe in Gujarati)

Shreya Jaimin Desai
Shreya Jaimin Desai @ShreyaKitchen
Navsari, Gujarat

#GA4
#Week8
#Milk

Very very healthy milk for cold and cough

શિયાળાની શરૂઆત થવા આવી છે ત્યારે બધાને ફરીથી શરદી, કફ, ઉધરસ જેવી તકલીફો સીઝન ચેન્જ થવાને લઈને થશે. ત્યારે આ હળદર અને અજમા વાળું દૂધ ખૂબ જ ફાયદાકારક છે.
હું ખૂબ જ નાની હતી ત્યારે મને સસણી થઈ ગયેલી ત્યારે મારી મમ્મીએ મને આ દૂધ પીવડાવી સારી કરી હતી.
પહેલાના સમયમાં અજમાને કોરા કોડિયા ની અંદર તતડાવી ગરમ દૂધ પણ કોરા કોડિયામાં નાખી ઉકાળવામાં આવતું પરંતુ હવે કોરા કોરિયા કોઈ રાખતું ન હોવાથી આ દૂધ માટે અજમાને વઘારીયા માં તતડાવી ગરમ ગરમ દૂધમાં નાખવામાં આવે છે, એ પણ ખૂબ જ અસરકારક નીવડે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
  1. ૧ ગ્લાસગરમ દૂધ
  2. ૧ ચમચીહળદર
  3. ૧-૧/૨ ચમચીશેકેલો અજમો
  4. ૧/૨ ચમચીઘી
  5. ચપટીબે ચપટી મીઠું

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    એક ગ્લાસમાં મીઠું, હળદર, ઘી નાખો, ત્યાર બાદ એમાં ગરમ રેડો.

  2. 2

    એક વઘારીયા માં અથવા કોરા કોડિયા ની અંદર અજમો નાખી તતડાવી લો.

  3. 3

    ગરમ કરેલ દુધના ગ્લાસ માં અજમો નાખી મિક્સ કરી લો. ગરમ ગરમ સર્વ કરો.

  4. 4

    આ દૂધ ગરમ-ગરમ પીવાથી શરદી, કફ, સસણી, ઉધરસ માં ખુબજ ફાયદાકારક છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shreya Jaimin Desai
Shreya Jaimin Desai @ShreyaKitchen
પર
Navsari, Gujarat
I |_0\/€ ¢ooking
વધુ વાંચો

Similar Recipes